છોકરાના પ્રમાણમાં છોકરી થોડી શરમાળ સ્વભાવની હોય છે. તે કોઈપણ વાત હોય ખુલ્લા મનથી જલદી કોઈને કહી શકતી નથી. તે વાત ગમે તે હોય, કોઈને પણ કહેવામાં કે ખચકાતી હોય છે. પરંતુ જમાના સાથે થોડો ચેન્જ આવ્યો છે. કેટલીક છોકરીઓ તેના મનની વાત હોય કે કોઈ બીજી તરત સીધી કહી દેતી હોય છે. તેમાં કોઈપણ વાતની કચાશ રાખતી હોતી નથી.
જેમ વાત કહેવામાં કચાશ નથી રાખતી તેવી રીતે પોતાની પસંદગીમાં જણાવામાં શરમાતી નથી. તે કોઈ છોકરાને પસંદ કરતી હોય તો મોં પર સીધી વાત કરી લેતી હોય છે. પરંતુ જમાના સાથે કેટલીક છોકરીઓ એવી પણ છે જે તેને કોઈ યુવાન ગમતો હોય તો તેને ઇશારા કરીને જણાવાનો પ્રયત્ન કરતી હોય છે. ગમે તે થાય તે પોતાના મનની વાત મોં દ્વારા વ્યક્ત કરતી હોતી નથી. યુવાનને એવા કેટલાક ઇશારા કરીને તેની તરફ આકર્ષિત કરવાનો ટ્રાય પણ કરતી હોય છે. તો એ ઇશારા ક્યા છે તે જાણીએ….
1-ઘણી વખત કોઈ છોકરી તમને તેની ખાનગી વાતો તમને કહેવાની શરૂઆત કરે તો માની લેવું કે તેના મનમાં તમારા પ્રત્યે થોડી લાગણી જન્મ લઈ રહી છે. કેમ કે કોઈપણ છોકરી હોય તેના મનની વાત જલદી કોઈને જણાવતી હોતી નથી.
2-કોઈપણ કારણ વગરની વાતો હોય તે તમને જણાવાનો ટ્રાય કરે, તે બહાને તમારી નજીક આવે નાની નાની વાતો શેર કરે તો જેમ કે…ફેમિલીની વાત હોય, ફ્રેન્ડ્સની વાત હોય, પહેલાના સમયની સ્કૂલની કે કોલેજની વાત હોય. તો તમે ખાસ છો તેના માટે તેમ માનવું.
3-તે છોકરી કોલેજમાં, સોસાયટીમાં, ઓફિસમાં તમારી સાથે હોય તેવું બની શકે છે. તો કોઈ તમારી વાત કરે ત્યારે તેના ચહેરા પર લાલાશ આવી જાય, હળવું સ્મિત આવી જાય અથવા તમારી સામે જોઈ હસે તો સમજી લેવું કે તે છોકરી તમને લાઈક કરવા લાગી છે. આવી છોકરી તમને દિલથી પસંદ કરતી હોય તેવું સમજી લેવું.
4-જો કોઈ છોકરી વારંવાર તમારી સામે આવવાનો ટ્રાય કરે. કોઈપણ કારણ ન હોય તો પણ તમારી સાથે વગર કામની વાતો કરવા આવી જાય, ચા પીવાનું કહે અથવા ક્યાંય જોબ કરતા હોવ તો સાથે નાસ્તો કે કોફી પીવાનું કહી સમય પસાર કરે તો સમજવું કે છોકરી તમારા પ્રેમમાં છે. ગમે તેમ કરી તમારી સાથે વધારે ટાઈમ પસાર કરે.
5-તમારી વાત આવે ત્યારે તે શરમાઈ જાય અને જો કોઈ તમારે વાત પર કંઈપણ ખોટું કે કડવાશ વાળું બોલે તો ચીડાઈ કે ગુસ્સો આવે ત્યારે કહે ના એ વ્યક્તિ સારો છે. તો સમજવું કે તે તમારી નજીક છે.
6-તમારી કોઈપણ આપેલી વસ્તુને તે જીવની જેમ સાચવે અથવા કોઈ જગ્યા પર તમે સાથે ફરવા ગયા હોવ, બર્થડે પર ગીફ્ટ આપી હોય, પેન કે ચોકલેટ જેવું કંઈ પણ તમારી આપેલી વસ્તુને યાદ કર્યા કરે અને સાચવે છે.
7-ખાસ વાત કે તમારી હેલ્પ કરવાનો ટ્રાય કરે તમારી પસંદ કોઈ વસ્તુ જમવામાં લઈ આવે. તમારા ટેબલ પર અથવા બીજી કોઈ જગ્યા પર તેની વસ્તુ ભૂલી જાય અને ફરીથી લેવા તમારી પાસે આવે તો તો છોકરી તમને પસંદ કરે છે. તે વાત નક્કી છે.
જો તમારી આસપાસ રહેલી છોકરી આ રીતે ઈશારા કરે તો સમજી લેવું કે પ્રેમની શરૂઆત થઈ ગઈ છે. તમારે શું કરવું તે નિર્ણય કરવાનો રહેશે. પણ એક વાત છે કે, જ્યારે કોઈ છોકરી સામેથી તમને પોતાનું દિલ આપી બેસતી હોય ત્યારે તમારીપણ ફરજ બને છે કે તેની આ સરૂઆતને યોગ્ય દિશા આપવી, જો બની શકે તો તમે પણ તેણે પ્રેમ કરો અથવા પ્રેમથી તેણે ના કહી દો..
પણ છોકરીઓના દિલ ની સાથે રમત ક્યારેય ના રમવી. કારણ કે, બની શકે કે, તમારી આ રમત તેની માટે ખરાબ સાબિત થઈ શકે છે. અને તે છોકરી એક ખરાબ પુરુષ ને જોઈને કદાચ પૂરા પુરુષ સમાજને ખરાબ સમજી લેતી હોય છે. તેથી જો પ્રેમ કરી શકો તો જ કરજો. નહીં તો રહેવા દેજો..
જો છોકરીઓ પ્રેમ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.