મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે તે જે ખાઈ રહ્યા છે, પોષણથી ભરપૂર ખોરાક છે. તેનાથી આપણું શરીર સ્વસ્છ રહે છે. પરંતુ ઘણાને ખ્યાલ નથી હોતો કે તે પૌષ્ટિક ખોરાક ખાય છે છતાં શરીરમાં અમુક તંદુરસ્તી રહેવી જોઈએ તે રહેતી નથી. તેમાં બધા વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ વગેરે હાજર છે જ. પણ ઘણી વખત લાખ કોશિશ કરવા છતાં શરીર તેમાંથી પોષણ નથી મેળવી શકતું.
ઘણા લોકો એવું વિચારે કે આપણે સારું ખાઈ રહ્યા છીએ તેમ છતાં આપણને કમજોરી કેમ લાગી રહી છે. તો આજે તમને જણાવીએ કે એવી કેટલીક બાબતો જેના લીધે શરીરને સારું ભોજન મળવા છતાં યોગ્ય વિકાસ નથી કરી શકતું. કારણ કે, તમારા શરીરમાં અમુક પ્રોટીન્સ અને વિટામીન્સની ખામી સર્જાઇ ગઈ હોય છે. તો જલ્દીથી ઓળખો આવા લક્ષણોને અને તેને જલ્દીથી દૂર કરો.
બ્રેઈન ફોગ- આ સમસ્યા બહુ જ ખરાબ છે. જેને પણ થાય તેને કોઈ વસ્તુ યાદ રહેતી નથી, અને જે વિચારવાની શક્તિ હોય તે પણ ઓછી થતી જાય છે. જેના કારણે શારીરિક સમસ્યાની તકલીફ વધતી જાય છે. બ્રેઈન ફોગની તકલીફ ઉંઘ પૂરી ન થવાના કારણે થતી હોય છે. જો આવી વ્યક્તિના ડાયેટમાં એવી વસ્તુ સામેલ કરવામાં આવે કે તેને રાત્રે પૂરતી ઉંઘ મળે તેવો ખોરાક સામેલ કરવો જોઈએ. કેળા અને દૂધનું સેવન રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં ટ્રાઈટોફન તત્વ રહેલું હોવાથી વધારે સારી ઉંઘ આવે છે.
સ્કીન ડલ પડવી – ગમે તેટલું કરવા છતાં સ્કીન પર ગ્લો આવતો નથી તો સમજવું કે તમારા શરીરમાં કેટલાક વિટામિનની કમી છે. જેના કારણે ચહેરા પરની ચમક ઓછી થતી જાય છે. તેના કારણે આપણી સુંદરતા ઓછી થવા લાગે છે. જે આગળ જતાં ચામડી લચકી પડવાની પણ સમસ્યા થવા લાગતી હોય છે. આ પરિસ્થિતિમાં તમારે પોટેશિયમ, વિટામિન-કે અને ઇ શરીરને મળે તેવો ખોરાક ખાવ.
તમને આ વિટમિન નારિયેળ તેલ, ટામેટા, લીંબુ પાણી, વગેરે જેવા ખોરાકમાંથી મળી રહેશે. કહેવાય છે કે ટામેટાંમાં વધારે એન્ટી ઓક્સીડન્ટની માત્રા રહેલી હોવાથી સ્કીન પર ગ્લો લાવશે. અને થોડા મહિનામાં તમે સુંદર દેખાવા લાગશો.
હેર ફોલ- આજકાલ વાળ ખરવાની તકલીફ મોટાભાગે બધાને હોય જ છે. મોટી ઉંમરની સ્ત્રીથી માંડીને નાની ઉંમરની છોકરીઓને, પુરુષ હોય કે સ્ત્રી દરેકને હેર ફોલ થતો જ હોય છે. તો તમારે જાણી લેવું કે તમારા શરીરમાં પ્રોટીનની કમી વર્તાય રહી છે. જેના કારણે વાળ ખરે છે.
ઘણી વખત પ્રદૂષણ, ધૂળ, માટી, બફારો, વગેરેને કારણે વાળ ખરતા હોય છે. પરંતુ જો શરીરમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય તો ઓછો હેર ફોલ થતો હોય છે. માટે પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન વધારે કરવું જોઇએ. તો તમને આ સમસ્યામાંથી છુટાકારો મળી રહેશે. તેના માટે તમારે ખોરાકમાં બધા પ્રકારની દાળ, ડેરી આઇટમ, સિમલા મરચાં, પાલક વગેરેનું સેવન વધારે કરવું જોઈએ. જેથી તમારા વાળનો ગ્રોથ થશે અને ખરતા અટકી જશે.
થાક લાગવો- થોડું કામ કરીને પણ થાકી જવાની સમસ્યા હોય તો તમારે સમજવું ઘણા વિટમિન્સ અને મિનરલ્સની ઉણપનો તમે સામનો કરી રહ્યા છો. જેથી ડૉક્ટર પાસે જઇ બોડી ચેક કરાવવું જોઈએ, જેથી સમયસર આપણે તેનો ઇલાજ કરી શકીએ. અને આહારમાં પૂરતા વિટામિન સામેલ કરી શકીએ.
કબજિયાત- ઘણા લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ થતો હોય છે. જેને આપણે પેટ બરાબર સાફ નથી થતું તેમ કહીએ છીએ. તેના કેટલાક કારણો જવાબદાર છે બહારનું વધારે પડતું ખાવું, રાત્રના ઉજાગરા, મોડી રાત્રે જમવું, આલ્કોહોલનું સેવન ઘણા બધાને લીધે પેટ ખરાબ થાય છે. અને એક વાર કબજિયાત થયા પછી ઘણા સમય સુધી આ તકલીફ થતી હોય છે. તેના લીધે પેટ ખરાબ રહે છે અને લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો ઇન્ફેક્શન થતું હોય છે. અમુક સમયે લાંબી બીમારી આવી શકે છે.
તો પેટ સાફ થાય તેના માટે ચૂર્ણનો ઉપયોગ કરતા હોય છે. સાથે ભોજનમાં રેસાવાળા શાકભાજી, મકાઈ, ઓટમીલ, દાળ વધારવી, ફળોનું સેવન કરવું જોઈએ. જેથી આંતરડામાં જમા થયેલો મળ સહેલાઈથી બહાર નીકળી જાય. સાથે વધારે પડતું પાણી પણ પીવું જોઇએ. જે તમારા મળને સૂકાવા દેશે નહીં અને કબજિયાતમાંથી છુટકારો મળશે.
માથું દુખવું, શરદી- ઘણા લોકોને વારંવાર સીઝન બદલાતા શરદી થઈ જતી હોય છે. તેના લીધે તાવ અને ઉધરસ પણ થાય છે. તો સમજવું કે શરીરમાં કોઈ પ્રકારની ઉણપ છે. જેના કારણે સીઝન બદલાતા તમને શરદી ખાંસી અને તાવ આવી જાય છે. તેના માટે આપણે શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ કરવી પડે છે. ઇમ્યુનિટી નબળી હોવાના કારણે આ પ્રકારની તકલીફ હોવાના કારણે વારંવાર સ્થિતિ બનતી હોય છે.
તેવી રીતે કેટલાક લોકો માથાના દુખાવાથી હેરાન થઈ જાય છે. મહિનામાં ઘણો વખત તેમને માથું દુખતું હોય છે. જેના કારણે તે કંઈ કામ કરી શકતા નથી અને શરીર ખરાબ થતું જાય છે. તેના માટે જવાબદાર છે વધારે ચા, કોફી, ફ્રોઝન ફૂડ, સિંગદાણા વગેરેને કારણે આ થતું હોય છે. તો તમારે આ વસ્તુનું સેવન બંધ કરી દેવું જોઈએ. અને ખોરાકમાં પોટેશિયમ, ઝિંક અને વિટામિન-સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જેથી તમને આ સમસ્યામાંથી છુટકારો મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.