મિત્રો બદામ ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક છે, પરંતુ તે એટલી મોંઘી હોય છે કે દરેક વ્યક્તિ તેનું નિયમિત સેવન કરી શકતા નથી. તો એવામાં આજે અમે તમને બે એવી રીત જણાવશું જેની મદદથી તમે ઘરે જ બદામ ઉગાડી શકો છો. આ રીતે કોઈ પણ ઋતુમાં ઉગાડી શકો છો બદામ
- મેથડ – (1)
બદામ ઉગાડવા માટે તમે જે નોર્મલ બદામ ખાવ છો તે જ લેવાની છે. એક પ્લાસ્ટિક કે કાચની બરણી લેવી.તેમાં પાણી નાખીને જેટલી બદામ ઉગાડવા માંગો છો તેટલી બદામ તેમાં 24 કલાક સુધી પલાળવા માટે મૂકી દેવી. 24 કલાક પલળ્યા બાદ પાણી થોડું પીળું થઇ જશે અને બદામ થોડી ફુલાઈ જશે.
હવે એક એર ટાઈટ પ્લાસ્ટીકનો ડબ્બો લેવો. તેમાં કોકો પીટ ભરવું ત્યાર બાદ એક સરખા અંતરે બદામને ઉગાડવા માટે મૂકી દેવી અને ઉપરથી તેને કોકોપીટથી (કોકોપિટ એટલે નારિયેળ ના છાલામાંથી બનાવેલ એક કુત્રિમ જમીન જે નાનકડા છોડ માટે ખુબ ઉપયોગી છે.) કવર કરી દેવી. અને તેમાં થોડું પાણી છાંટી દેવું.
ત્યાર બાદ તે ડબ્બાને ફ્રીજમાં મૂકી દેવો. દર દશ દિવસે જોવું કે પાણીની કમી તો નથી ને. ત્યાર બાદ તમે 15 દિવસ પછી ચેક કરશો તો બદામ થોડી ફાટી ગઈ હશે અને ફુલાઈ પણ ગઈ હશે. તો તમારે તેને તે જ સ્થિતિમાં ફરી પાછી ફ્રીજમાં રાખી દેવાની છે.
30 દિવસ પછી તમે નોટીસ કરશો તો તેમાં રૂટ આવી ગયા હશે. ત્યાર બાદ 40 દિવસ પછી તમે જોશો તો તે રૂટ લાંબા થઇ ગયા હશે. અને ફાઈનલી 50 દિવસ પછી તમે જોશો તો રૂટ ઘણા લાંબા થઇ ગયા હશે. હવે તમારે તેને ફ્રિજમાંથી કાઢીને કુંડામાં ઉગાડવાની છે. કુંડામાં પણ માટીની જગ્યાએ કોકોપીટ નો ઉપયોગ કરવાનો છે.
તેના માટે ડ્રેનેજ હોલ વાળું કુંડુ લેવું. હવે તે કુંડાને કોકોપીટથી ભરી દેવું. હવે તે કોકોપિટ પર થોડું પાણી છાંટવું. ત્યાર બાદ બદામના રૂટ અંદર ઢંકાઈ જાય તેટલો ઊંડો ખાડો આંગળીની મદદથી કરવો. હવે તે બદામને એ રીતે ઉગાડવી કે તેના રૂટ અંદર રહે. અને બાકીની આસ પાસની બદામ કોકોપિટથી કવર કરી દેવી.
આ કુંડાને તમારે કોઈ પાંદડા વાળો છોડ કે વૃક્ષ હોય તેના છાંયામાં રાખવાનું છે. ત્યાર બાદ તમે 75 દિવસ પછી જોશો તો બદામનો છોડ ઉગી ગયો હશે. હવે તમે આ છોડને મૂળ સમેત કુંડામાંથી કાઢીને જમીન પર ઉગાડી શકો છો. આ મેથડ- 1 તમે બધી જ ઋતુમાં કરી શકો છો.
મેથડ – (2) મિત્રો, આ મેથડ-2 માત્ર શિયાળા માટે જ છે. (બાકી અન્ય ઋતુમાં મેથડ -1 અપનાવવી.)
અહીં પણ પહેલી પ્રક્રિયા સરખી છે. બદામને 24 કલાક માટે પાણીમાં પલાળવાની છે. હવે 24 કલાક બાદ તમે જોશો તો બદામમાં નીચે એક પોઈન્ટ જેવું બની ગયું હશે. આ પોઈન્ટથી જ રૂટ બહાર આવશે. હવે તમારે 20% કોકોપીટ , 30% ખાતર અને બાકીના 50% નોર્મલ ગાર્ડનની માટી લેવાની છે. આ બધું મિક્સ કરી લેવું.
હવે 5 થી 6 ઈંચનું કુંડુ લેવાનું છે. તેમાં ડ્રેનેજ હોલ હોવો ખુબ જ જરૂરી છે. કુંડામાં પેલું માટીનું મિશ્રણ ઉમેરવું ત્યાર બાદ તેમાં બદામને સરખા અંતરે ઉગાડી દેવી. અને તે જ માટીના મિશ્રણથી બદામને કવર કરી દેવી.
આ કુંડાને હવા,પાણી,તડકો અને છાંયો બધું એક સરખા પ્રમાણમાં મળે તેવી જગ્યાએ રાખવાનું છે. હવે તેને એકદમ સુકાવા પણ ન દેવું અને જરૂરતથી વધારે પાણી પણ ન આપવું. આ વાતનું ખાસ ધ્યાન રાખીને તેનું જતન કરવું. 45 દિવસ પછી તમે થોડી માટી હટાવીને જોશો તો બદામમાં રૂટ નીકળી ગયું હશે તો જ તે આગળ જતા ઉગશે, અને રૂટ ન નીકળેલું હોય તો સમજવું કે બાદમ બગડી ગઈ છે અને તે ઉગશે નહિ.
ત્યાર બાદ ફરીથી તેને માટીથી ઢાંકી દેવી. ત્યાર બાદ તમે 65 થી 70 દિવસ પછી જોશો તો તેમાં ઉપર એક નાનો છોડ ઉગી ગયો હશે અને પાંદ પણ આવી ગયા હશે. તે છોડને થોડો મોટો થવા દેવો. ત્યાર બાદ તેને પણ તમે મૂળ સમેત કુંડામાંથી ઉખાડીને જમીન પર ઉગાડી શકો છો.
આ રીતે તમે સરળતા થી ઘરે બદામ ઉગાડી શકશો, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે, બદામને ઉગતા સમય ખુબ લાગશે કેમ કે તે જલ્દી ઉગી નીકળતો છોડ નથી. તેથી સાતત્ય અને ધૈર્યથી બદામના છોડનું જતન કરવું. તમને આ માહિતી કેવી લાગી ? જરૂર અમને કોમેન્ટ કરી ને જણાવો. બાકી બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરી પૂછી લો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.