🧄 લસણ વગર કોઈપણ રસોઈ અધૂરી લાગતી હોય છે. તે વાનગીનો સ્વાદ વધારે છે. સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. અમુક વ્યક્તિ લસણનું સેવન કાચું અથવા ઘીમાં વઘારીને કરતાં હોય છે. શિયાળાની સીઝનમાં લીલા લસણનું સેવન કરવાના અદ્દભૂત ફાયદા રહેલા છે. તો બજારમાંથી લાવ્યા કરતાં ઘરના ગાર્ડનમાં સરળતાથી ઉગાડો લસણ.
🧄 આજકાલ ઘણાં લોકો કિચન ગાર્ડન પોતાના ઘરની અગાસીમાં બનાવતા થઈ ગયા છે. તેમાં દરેક જાતના શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડી શકાય છે. કોઈપણ ફ્રૂટ્સ કે શાકભાજી તમે નાનકડાં કુંડામાં ઉગાડી શકો છો. તેમાં તમને વધારે મહેનત પણ નહીં પડે.
🧄 આજે કિચન ગાર્ડનમાં તમને લસણ કેવી રીતે ઉગાડવું તેની રીત શીખવીશું. ખૂબ જ સરળ પદ્ધતિથી તમે ઘરના ગાર્ડનમાં કે નાના કુંડામાં લસણ ઉગાડી શકો છો. બીજા પ્લાન્ટ્સ કરતાં લસણ ઉગાડવું એકદમ સરળ છે.
🧄 ઉગાડતાં પહેલા આટલી વસ્તુનું ધ્યાન રાખવું- ગાર્ડનમાં લસણ ઉગાડો ત્યારે જૈવિક ખાતરનો જ ઉપયોગ કરવો અને છોડને જીવાણુંથી બચાવીને રાખવો.
🧄 લસણને ઉગાડવા માટે આટલી વસ્તુ જોઈશે- લસણનું બીજ, ખાતર, પાણી, માટી અને એક કુંડું.
🧄 ઉગાડવાની રીત- ઘરના ગાર્ડનમાં કે કુંડામાં તમે લસણ ઉગાડો ત્યારે સૌ પ્રથમ લસણના બીજ હોય તેને ફોલ્યા વગર અલગ કરવાના રહેશે. તે પછી એક વાસણમાં માટી ઉમેરવી, હવે તે માટીને થોડા કલાક સુધી એમ જ રહેવા દો. થોડો સમય આ રીતે રાખવાથી માટી ઢીલી પડશે. એટલે કે થોડી નરમ પડશે. નરમ પડેલી માટીમાંથી લસણ ઝડપથી બહાર આવશે. હવે લસણના બીજને લો, તેને 3 થી 4 ઇંચ ઉંડે નાખો. તેની પર માટી દબાવવી.
🧄 ખાતરનો ઉપયોગ કેવી રીતે કરશો- પહેલા માટીને બીજની સાથે નાખો ત્યારે સારી રીતે મિક્સ કરી લેવી. પછી બીજને નાખ્યા બાદ તેની ઉપર ખાતર નાખવું. તમારે ખાતર રાસાયણિક નથી લેવાનું. તેના માટે તમારે સજીવ ખાતર અથવા કંપોસ્ટ ખાતરનો ઉપયોગ વધારે કરવો. આ ખાતર પાકને વધારે સારો બનાવશે. બીજ રોપો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે એક સમયે લસણની એક જ કળી હોવી જોઈએ.
🧄 હવામાનથી આ રીતે સાચવવું- લસણ ગાર્ડનમાં ઉગાડો તો સૌથી પહેલા હવામાનનું ખાસ ધ્યાન રાખવું. ઠંડીની સીઝનમાં લગાવવો આ છોડ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ વધારે ઠંડી હોય તો લસણનો છોડ ન ઉગાડવો જોઈએ. તેનાથી છોડને નુકસાન પહોંચી શકે છે અને છોડ ખરાબ થઈ જાય છે. રાત્રે છોડને ઠંડીથી બચાવો અને સવારે તડકો નિકળે તે સમયે બહાર મૂકવો. જેથી પાક ખરાબ થવાનો ડર નહીં રહે. સારી રીતે ઉગવા લાગશે.
🧄 આ રીતે પાણી પાવું- કોઈપણ નવો પ્લાન્ટ્સ ઉગાડો તેને પાણીની વધારે જરૂર હોય છે. લસણના બીજ કુંડામાં રોપ્યા બાદ તરત જ 1-2 મગ પાણી રેડવું. પછી પણ આ રીતે નિયમિત પાણી રેડવાનું રહેશે. પછી જેવા બીજ ફૂટવાના શરૂ થાય કે ફરી તેમાં ખાતર નાખવું અને 1 જગ પાણી રેડવું. જો આ રીતે છોડને પાણી પીવડાવતા રહેશો તો છોડ ઝડપથી અંકુરિત થઈ જશે.
🧄 કીડાથી બચાવો- તમે જ્યારે પણ જમીનમાં છોડ રોપો ત્યારથી લઈ લસણને કાપો ત્યાં સુધી જંતુનાશક દવાઓ છાંટવી જરૂરી છે. જો તમારા ઘરમાં જંતુનાશક દવાઓ નથી તો લીંબુનો રસ છાંટો. લીંબુના રસને છોડ પર છાંટવાથી કીડી-મંકોડા આવતા નથી.
🧄 ક્યારે ઉપયોગ કરી શકો- બીજા છોડ કરતાં લસણનો છોડ જલદી ઉગી જાય છે. લસણના જે પાન હોય છે તેનો શાકભાજી અથવા ચટણી બનાવવા માટે તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે 2 થી 3 મહિના બાદ તમે આ છોડને ખેંચી શકો છો. તેના પહેલા ઉપયોગમાં લઈ શકાતો નથી.
જો લસણ ઉગાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.