🌿કોઈપણ ભોજન મીઠા લીમડા વગર અધૂરું લાગતું હોય છે. દાળ-શાકથી માંડીને નવીન વાનગી બનાવવામાં મીઠા લીમડાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ભોજનનો સ્વાદ ડબલ કરવાનું કામ મીઠો લીમડો કરતો હોય છે. મીઠો લીમડો સ્વાસ્થ્ય માટે પણ એટલો જ ફાયદાકારક માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મીઠા લીમડાનો ઉપયોગ વધારે જોવા મળે છે.
🌿ઉત્તર ભારતના લોકોએ પણ મીઠા લીમડાનો ઉપયોગ વધાર્યો છે. મીઠો લીમડો સરળતાથી આજકાલ બજારમાં મળતો હોતો નથી. તેથી અમુક મહિલા તેના ઘરના નાના કુંડામાં અથવા બગીચામાં ઉગાડવાનો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ ઘણાં પ્રયત્નો કરવા છતાં લીમડો ઉગતો હોતો નથી. તો આજે તમને એકદમ સરળ ટ્રીક બતાવીશું. જેનાથી મીઠા લીમડાનો છોડ તમારા ઘરમાં ઝડપથી ઉગવા લાગશે.
🌿મીઠો લીમડો શરીરમાં બી-12ની ઉણપ પૂરી કરે છે. તે ઉપરાંત પણ ઘણા વિટામિન્સથી ભરપૂર હોય છે. એટલે તેના 2-4 પાન રોજ સવારે ચાવીને ખાઈ જશો તો સ્કીનની સમસ્યા સાથે શરીર પણ નીરોગી રહેશે. તેથી ચાલો આજે જાણીએ મીઠો લીમડો ઘરે કેવી રીતે ઉગાડવો તેની ટિપ્સ.
🌿અમુક લોકોએ મીઠા લીમડાના બીજ જોયા નહીં હોય. આ બીજને ઉગાડવાથી જ લીમડો સારી રીતે ઉગશે. લીમડાના બીજ લાલ રંગની બદલે રાતા રંગના થાય ત્યારે ઉપયોગમાં લેવા. આ બીજ ચોમાસું શરૂ થાય ત્યારે જ આવતાં હોય છે.
🌿સૌથી પહેલા આ બીજનો કલર લીલો હોય પછી લાલ થાય અને જ્યારે રાતો કલર થાય ત્યારે તમે મીઠો લીમડો ઉગાડવા ઉપયોગમા લઈ શકો છો. રાતા થાય એટલે બીજ થોડા નરમ થઈ જાય છે. જેથી તેની છાલ સરળતાથી નીકળી જાય.
🌿 જ્યારે પણ મીઠો લીમડો ઉગાડવો હોય ત્યારે રાતા થયેલા બીજની છાલ ઉતારી લેવી, છાલ ઉતરશે પછી તેમાં ચીકાશ હશે તેને પાણી વડે સાફ કરી લેવી. ત્યાર બાદ તેને નાના કુંડામાં નાખવા. એક વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ છોડ વાવો તો પહેલા નાના કુંડામાં ઉગાડવો પછી તેને નીચે જમીન પર અથવા મોટા કુંડામાં લઈ શકાય છે.
🌿હવે નાના કુંડામાં ઉપજાવ માટી લેવી તેમાં થોડી રેતી પણ નાખવી. જેથી થોડી ઝડપથી ઉગવા લાગશે. અહીં 5 બીજ લીધેલ છે. હવે તે કુંડામાં માટીને બરાબર ખેડી તેમાં નાના 5 બીજ જેટલા જ ખાડા કરો. એટલે 5 બીજ એક એક ખાડામાં રોપી શકાય. હવે આ બીજ પર પાણી છાંટો. આ રીતે રોજ સવારે પાણી છાંટવાનું રહેશે. મીઠો લીમડો ઉગડતા 1 મહિનો લાગશે.
🌿હવે એક મહિના પછી જ્યારે લીમડો ઉગવા લાગે કે તેને મોટા કુંડા અથવા જમીન પર વાવવા માંગતા હોવ તો તેને ધીમે રહી ખૂબ જ ધ્યાન રાખી, નાના કુંડામાંથી કાઢવાનો રહેશે. જેથી તેને બીજે ફેરવીએ તો ફટાફટ ઉગી જાય. આ રીતે એકદમ સરળતાથી મીઠો લીમડો તમારા ઘરે ઉગાડી શકો છો અને પછી તેનો ઉપયોગ તમે રોજ રસોઈમાં કરી શકશો.
🌿એક્સ્ટ્રા ટિપ્સ– શિયાળામાં લીમડાને તડકામાં રાખવાથી નુકસાન નહીં થાય,પરંતુ ઉનાળામાં બપોરના તાપથી લીમડાને જરૂર બચાવવો જોઈએ. બને તો તેની પર કપડું કે લીલી નેટ નાખી દેવી. 1 મહિના સુધી તેને પૂરતું પોષણ મળે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. છોડની માટી સમયે સમયે નીચે-ઉપર કરતાં રહેવું.
જો ઘરે મીઠો લીમડો ઉગાડવાની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.