મિત્રો, શિયાળાની ઋતુ આવે એટલે બજારમાં જામફળ આવવા લાગે છે. જે બધાનું પ્રિય ફળ હોય છે. આ ફળના સારા ટેસ્ટથી બધા લોકો તેને ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. ઉપરાંત જામફળ ખાવાથી આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
જામફળમાં રહેલા પોષક તત્વો જેવાકે, વિટામિન C, ફાઈબર, પોટેશિયમ, એન્ટિ ઓક્સિડેન્ટ સારી એવી માત્રામાં હોવાથી શરીરના મહત્વનના અંગોમાં ઘણો ફાયદો કરે છે. પણ ઘણી એવી પરિસ્થિતિમાં જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. તેથી આજે અમે તમને જણાવશું કે, અમુક વ્યક્તિઓ માટે જામફળનું સેવન ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે.
(1) પેટની તકલીફો :- જે લોકોને પેટની તકલીફ હોય જેવી કે, પાચન શક્તિ નબળી હોવી, વધુ ઝાડાની સમસ્યા થવી એવામાં વધુ જામફળનું સેવન હિતાવહ ગણાતું નથી. કારણ કે, જામફળમાં સારી એવી માત્રામાં ફાઈબર હોય છે. જે મોટા આંતરડામાં જઈને આંતરડાને વધુ એક્ટિવ રાખે છે ફાઈબર આંતરડામાં રહેલા સ્ટૂલમાં બલ્ક એડ કરે છે અને ઝાડાની સમસ્યામાં વધારો થાય છે.
(2) ઓપરેશન પહેલા જામફળનું સેવન ન કરવું :- જે કોઈ વ્યક્તિને શરીરમાં કોઈ પણ ભાગની તકલીફને કારણે ઓપરેશન કરવાનું હોય તો ભૂલથી પણ જામફળ ન ખાવા જોઈએ. કારણ કે, જામફળમાં તેમાં અમુક અંશે ખટાશ પણ હોય છે, ઉપરાંત જામફળ ખાવાથી લોહીમાં સુગર લેવલ ઘટી જાય છે. તેના લીધે લોહીના પરિભ્રમણમાં ફેરફાર થઈ શકે છે. તેથી ઓપરેશનના 10 દિવસ પહેલા જામફળનું સેવન કરવાનું છોડી દેવું જોઈએ.
(3) દાંતની સમસ્યામાં જામફળ ન ખાવા :- જે વ્યક્તિને દાંતને લગતી તકલીફ હોય જેવી કે, દાંતનો દુખાવો, દાંત સળી જવા, દાંતમાં પોલ પડી જવી આવી પ્રોબ્લેમ્સમાં જામફળનું સેવન હિતાવહ નથી. કારણ કે, જામફળમાં ખટાશ વધારે હોય છે. ઉપરાંત જામફળના બીજ દાઢની પોલમાં ફસાઈ જવાથી તે નીકળતું નથી અને ખૂબ દુખાવો પણ થાય છે. ઉપરાંત જામફળ ખાવામાં થોડા સખત હોવાથી દાંતના દુખવાની સમસ્યા પણ થઈ શકે છે.
(4) ડાયાબિટીસ – જેઓને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પણ, બને ત્યાં સુધી જામફળ ખાવું જોઈએ નથી. ઘણા લોકોને ઓછી ડાયાબિટીસ હોય તો તે લોકો ઘણી વાર જામફળ ખાઈ લેતા હોય છે પણ તેવું બને ત્યાં સુધી કરવું જોઈએ નહીં. તેમજ જો વધુ ડાયાબિટીસ હોય તેઓએ તો ક્યારેય ખાવું જોઈએ નહીં. પણ એક વાત સાચી છે કે, જામફળીના પાંદડા ડાયાબિટીસમાં લાભદાઈ છે પણ જામફળથી દૂર રહેવું જ યોગ્ય છે.
(5) હાઇપોગ્લાઈસેમિયાની પ્રોબ્લેમ :- હાઇપોગ્લાઈસેમિયાની બીમારીથી લોહીમાં રહેલ સુગરની માત્રા ઓછી થવા લાગે છે. જેથી લોહીના પરિભ્રમણ અને શરીરમાં જોઈતું સુગર ઓછું થવા લાગે છે. પરિણામે લો બ્લડ પ્રેશર જેવી તકલીફ પણ થઈ શકે છે. (ક્યારેક હાઇપોગ્લાઈસેમિયામાં સુગર લેવલ વધવા પણ લાગે છે.. એ પણ ધ્યાનમાં લેવું)
જામફળના વધુ સેવનથી હાઇપોગ્લાઈસેમિયા જેવી તકલીફ થઈ શકે છે. કારણ કે, જામફળમાં ગ્લાઈકોસેમિક ઇંડેક્સ ઓછો હોવાથી જામફળના વધુ સેવનથી લોહીમાં સુગર લેવલ ઘટી જાય છે. જે લોકો લો બ્લડ પ્રેશરની તકલીફથી પરેશાન હોય અને તેની દવાઓ લેતા હોય તો તેમના માટે જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.
તેથી તમને પણ ઉપર જણાવેલ શરીરમાં કોઈ તકલીફ હોય તો જામફળનું સેવન ટાળવું જોઈએ. નહિતર મોટી સમસ્યા થઈ શકે છે. ઉપરાંત બીમારીમાં ડૉક્ટરની સલાહ અનુસાર ફળોનું સેવન કરવું જોઈએ. તેથી બીમારીમાં જલ્દીથી બહાર નીકળી શકીએ.
જો જામફળ વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.