🧂 રસોઈમાં મીઠું ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મીઠા વગર ભોજનમાં સ્વાદ આવતો હોતો નથી. તેમજ મીઠા વગર આપણે આપણા ખોરાકની કલ્પના કરી શકતા નથી. મીઠાની અંદર સોડિયમ રહેલું હોય છે. તે એક રાસાયણિક ખનિજ છે, જે આપણા શરીરના કાર્ય યોગ્ય રીતે કરવા માટે ખૂબ જ જરૂરી કામ કરે છે. પણ કોઈપણ વસ્તુનો જરૂરથી વધારે ઉપયોગ કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થાય છે.
🧂 કેટલાક લોકો ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરતા હોય છે, જે એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બને છે. ઘણી વખત તેનું વધારે સેવન ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. એક રિસર્ચ મુજબ દરરોજનું વધારાનું 1 ગ્રામ મીઠું તમારું 25 ટકા વજન વધારી શકે છે. માટે યોગ્ય પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ.
🧂 WHO જણાવે છે કે જો વધારે પ્રમાણમાં મીઠું ખાવામાં આવે તો બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારી થઈ શકે છે. મજબૂત હાડકાને પણ ઓગાળવાનું કામ મીઠું કરે છે.
🧂 દરરોજ લોકો આટલા પ્રમાણમાં મીઠાનું સેવન કરે- પોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ, ડેરી પ્રોડક્ટ અને માંસ જેવી વસ્તુમાં તેની માત્રા વધારે હોય છે. સાથે મસાલાવાળી વસ્તુ કે ફરસાણમાં પણ મીઠાનું પ્રમાણ વધારે હોય છે. તંદુરસ્ત પ્લાજમા બનાવવા અને તંત્રિકાઓનું સ્વાસ્થ્ય સુધારવા માટે મીઠાનું સેવન કરવું જોઈએ, એટલા માટે રોજ 5 ગ્રામ જેટલું મીઠાનું સેવન કરવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે.
🧂 WHO અનુસાર જાણવા મળ્યું છે કે રોજ લોકો 9-12 ગ્રામ મીઠાનું સેવન કરે છે. અને અનુમાન લગાવે છે કે મીઠાના સેવનનું સ્તર ઘટાડવામાં આવે તો વૈશ્વિક સ્તર 2.5 મિલિયન લોકોના મૃત્યુને રોકી શકાય છે.
🧂 WHOની માર્ગદર્શિકા મુજબ, જે દેશો 60% થી વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરે છે તેમને ઘટાડવા માટે અને તેનાથી લોકોના જીવ બચાવવા માટે મદદ કરવામાં આવશે. આ સંગઠન એવું વિચારે છે કે સોડિયમનું સેવન એવી જગ્યા પર ઓછું કરવાની જરૂર છે, જ્યાં પ્રોસેસ્ડ ફૂડની આઇટમો વધારે વેચાતી હોય. તમને જણાવીએ કે અમેરિકાના ઉપભોક્તા વકાલત ગ્રુપ અને જાહેર હિતમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પહેલને સારું એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
🧂 મીઠાના ફાયદા અને તેના ગેરફાયદા- મીઠા વગર આપણને કોઈપણ ભોજનનો સ્વાદ લાગતો હોતો નથી. ખોરાકમાં મીઠું ખૂબ જ જરૂરી છે. તેના સેવનથી કામ કરવામાં સ્ફૂર્તિ રહેતી હોય છે. તેનાથી માત્ર શરીર હાઇડ્રેડ થાય છે એવું નથી તે થાઈરોઈડને પણ સારું કરે છે. સાથે જેને લો બી.પી.ની તકલીફ રહેતી હોય તેના માટે પણ મીઠું સારી દવા છે. તે સિસ્ટિત ફાઈબ્રોસિસના લક્ષણોને સુધારે છે.
🧂 પરંતુ આ વસ્તુનું જો વધારે સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી હૃદયની બીમારી, હાઈ બીપી, કિડનીની તકલીફ, સ્ટ્રોક વગેરે રોગો થાય છે. માટે બને તો મીઠાનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.
🧂 સોડિયમનું સેવન- એક માર્ગદર્શિકા અનુસાર 100 ગ્રામ બટેકાની વેફરમાં ઓછામાં ઓછું 100 ગ્રામ સોડિયમ હોવું જોઈએ, જ્યારે પેસ્ટ્રીમાં સોડિયમ 120 ગ્રામ અને પ્રોસેસ્ડ માંસમાં 30 મીલિગ્રામ હોય તે બરાબર ગણાય. તેના કરતાં વધારે મીઠાનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
🧂 મીઠાની ગેરસમજ- મીઠા વિશે ઘણી ગેરસમજ રહેલી છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે વધારે પરસેવો થાય તો મીઠું ખાવું જોઈએ, જે આ વાત તદ્દન ખોટી છે. જ્યારે પણ વધારે પરસેવો થાય ત્યારે હાઇડ્રેશનની જરૂર હોય છે. તેમાં જો વધારે સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. એટલા માટે હંમેશાં યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ.
જો મીઠાના સેવન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.