👉 લીલા ધાણા આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે એ વાત આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ આ લીલા ધાણાની પેસ્ટ આપણા વાળને પણ મજબૂતી આપે છે તે વાળનું ખરવું રોકે છે અને જે વાળ ખર્યા છે તેની જગ્યા પર બીજા નવા વાળને ઊગવા માટે પણ આ પેસ્ટ ખૂબ જ મદદ કરે છે. તો આજે અમે તમને એવા કેટલાક પેક વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા વાળને માટે ફાયદે મંદ હોય છે.
👉 લીલા ધાણાનો ઉપયોગ આપણે રોજ કિચનમાં કરતાં જ હોઈએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ધાણામાં જે વિટામીન્સ છે તે આંખ માટે ખૂબ જ સારા છે. પરંતુ એ ધાણા આપણા વાળને પણ મજબૂત બનાવી શકે છે એ અનુભવ કદાચ તમારા માટે એકદમ નવો જ હશે. પરંતુ એ એકદમ સાચી વાત છે. તો ચાલો જોઈએ તેનો ઉપયોગ કેમ કરવો.
👉 (1) માત્ર લીલા ધાણાની પેસ્ટ : લીલા ધાણાને ડાંડલીની સાથે જ બરાબર ધોઈને મિક્સર જારમાં ઉમેરો તેમાં થોડું પાણી પણ એડ કરો કે જેથી એક પાતળી અને મુલાયમ પેસ્ટ તૈયાર થઈ શકે. તૈયાર કરેલી આ પેસ્ટને વાળમાં તેમજ સ્કેલ્પ પર પણ લગાવો. તેને 50 થી 60 મિનિટ વાળમાં રાખીને પછી માઈલ્ડ શેમ્પૂ વડે વાળને ધોઈ લો. વીકમાં બે વાર આ મુજબ વાળને કરવાથી વાળ જાડા અને જડથી જ મજબૂત બની જાય છે.
👉 (2) લીલા ધાણા અને કોપરેલ તેલ : લીલા ધાણાને બરાબર ધોઈને તેના પાન અને ડાંડલી લઈને મિક્સરમાં પીસી એક મુલાયમ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એક વાટકીમાં કાઢો અને તેમાં બે ચમચી જેટલું નાળિયેર તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને માથાના ભાગથી લઈને વાળના છેડા સુધી બરાબર લગાવો અને હળવા હાથે 10 મિનિટ મસાજ કરો. મસાજ બાદ 45 મિનિટ વાળમાં રાખીને તેને શેમ્પૂ કરો. આનાથી વાળમાં રહેલી રૂક્ષતા દૂર થશે અને વાળ મુલાયમ બનશે.
👉 (3) લીલા ધાણાની સાથે જેતૂન તેલ અને મધ : આગળ તૈયાર કરી તે મુજબ જ લીલા ધાણાની પેસ્ટ બનાવીને વાટકીમાં કાઢો અને હવે તેમાં જેતૂન તેલ બે ચમચી અને મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ખોપરીના ભાગથી લઈને પૂરા વાળમાં આ પેસ્ટને સારી રીતે લગાવો. થોડી વાર મસાજ કરો અને વાળને 35 થી 40 મિનિટ રહેવા દઈને માઈલ્ડ શેમ્પૂ વડે ધોઈલો. વાળમાં રહેલો ખોડો, માથાની ખંજવાળ જેવી સમસ્યા દૂર થશે અને નિયમિત આ પ્રયોગ કરવાથી વાળના ગ્રોથમાં પણ વધારો થશે. આ પ્રયોગ તમે દર 15 દિવસે એક વાર કરી શકો છો.
👉 (4) લીલા ધાણા અને એલોવેરા : લીલા ધાણા અને એલોવેરા આ બંનેની પેસ્ટ તમારે અલગ-અલગ જ તૈયાર કરવી પડશે બંને પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેને સારી રીતે મિક્સ કરીલો. હવે આ પેસ્ટને થોડી જો પાતળી બનાવવી છે તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય. બનેલી પેસ્ટને વાળના મૂળથી લઈને છેડા સુધી બરાબર લગાવીને 40 થી 45 મિનિટ વાળમાં રાખીને માઈલ્ડ શેમ્પૂ કરીને વાળને ધોઈલો. આ પ્રયોગ તમે વીકમાં બે વાર પણ કરી શકો છો. આનાથી વાળ રેશમી અને સુંદર મુલાયમ બનશે.
જો આ લીલા ધાણા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.