આજના સમયમાં બધી સ્ત્રીઑ ને પોતાના વાળ સુંદર અને મજબૂત બનાવવા હોય છે. પણ અત્યારના સમયમાં વાળ પ્રદૂષણ, ખાન-પાન, કંપનીના તેલ, શેમ્પૂ, કંડિશનર જેવી વસ્તુના લીધે ખરાબ થવા લાગ્યા છે. આ વિદેશી શેમ્પૂ અને તેલ નાખવાથી મહિલાના વાળ ગ્રોથના બદલે ખરવાનું ચાલુ થઈ જાય છે. મહિલાઓ અને નાની છોકરીઓ સમજતી નથી કે, આપણાં આયુર્વેદમાં કેટલા એવા ઉપાય કીધેલા છે જેનાથી વાળ કાળા, લાંબા અને મજબૂત બની શકે છે. તે આયુર્વેદની થોડી માહિતી તમારા સુધી પહોચાડવા આ આર્ટીકલ લખી રહ્યા છીએ ધ્યાનથી અને બરાબર સમજવું અને પછી ઉપયોગ કરવો.
જ્યારે પણ વરસાદની ઋતુમાં વાળ ખરાબ થવાનો ડર લાગે છે અને વરસદમાં વાળ ભીના થાય છે ત્યારે પણ આ તેલ ખૂબ ઉપયોગમાં આવે છે. વરસાદ કે ગમે તે ઋતુમાં વાળ માટે સૌથી ઉતમ તેલ વિષે વાત કરીશું જેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ થાય અને વાળ પહેલા કરતાં મજબૂત અને કાળા કરી દેશે. ચાલો જાણીએ તે આયુર્વેદિક તેલ વિષે.
- કોળાના બી નું તેલ.
કોળાને આપણે કદદુ ના નામે પણ ઓળખીએ છીએ. આ કોળાના બી નું તેલ વાળ માટે ઉતમ માનવમાં આવે છે. કોળાના બી માં મેગ્નેશિયમ અને ઝીંક ખુબજ રહેલા હોય છે. આ તેલમાં રહેલું ઝીંક વાળનો ગ્રોથ કરવામાં મદદ કરે છે. અને મેગ્નેશિયમ વાળને ખરતા અટકાવે છે. કોળાના બી નું તેલ ગામાં-ટોકોફેરોલ વધારે રહેલું હોય છે. આ તેલ વરસાદની ઋતુમાં વાળમાં લગાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી રહે છે.
- લવેન્ડર ઓઇલ.
આ તેલની અંદર આયુર્વેદિક ગુણો વધારે રહેલા હોય છે. આ તેલની માલિશ કરવાથી વાળમાં લોહીને વધારે પહોચવામાં મદદ કરે છે. વાળમાં જલ્દીથી ગ્રોથ થવા લાગે છે. આ ઓઇલમાં રહેલા પોષકતત્વ વાળને મજબૂત કરવામાં મદદ કરે છે. વાળના ઝડમાં આ તેલની માલિશ કરવી વધારે ફાયદો કરે છે. વાળ ખરવાની સમસ્યા જલ્દીથી દૂર કરવા લવેન્ડર ઓઇલની માલિશ 8 દિવસમાં એક વાર જરૂર કરવી. પણ માર્કેટમાં મળતા ડુપ્લીકેટ લવેન્ડર તેલથી દુર રહેવું.
- આંબળા અને ભૃંગરાજ ઓઇલ.
નાની ઉમરમાં સફેદ વાળ થવા લાગ્યા છે તો, આ તેલનો ઉપયોગ ચાલુ કરો થોડા સમયમાં વાળ કળા અને મજબૂત થવા લાગશે. ભૃંગરાજનું ઓઇલ માલિશ કરવાથી માથામાં લીહીનું પરિભ્રમણ વધે છે તેથી વાળ અંદરથી મજબૂત અને સિલ્કી બનવાનું કાર્ય કરે છે. આંબળાના તેલમાં એન્ટિ-ઓક્સિડેંટ વધારે રહેલું હોય છે જેથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળમાં ખોડો થતાં અટકાવે છે. આયુર્વેદ પ્રમાણે વાળને સફેદ થતાં અટકાવવા માટે આ બંને તેલ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
- બદામનું ઓઇલ.
બદામની અંદર ઘણા એવા પોષકતત્વો રહેલા છે જે વાળ માટે ખુબજ જરૂરી હોય છે. બદામના તેલમાં વિટામિન A, B1, B2, B6, વિટામિન E વગેરે રહેલા હોય છે અને સાથે એસેશિયલ એસિડ પણ રહેલું હોય છે. વાળના ઝડમાં માલિશ કરવાથી વાળ મજબૂત અને સુંદર બને છે સમય પહેલા સફેદ વાળ થતાં અટકે છે. વાળને ડેમેજ થતાં અટકાવે છે.
- કોલ્ડ પ્રેસ્ડ ઓર્ગન ઓઇલ.
આ તેલનો ઉપયોગ ઓછા લોકો કરતાં હોય છે તેનું કારણ છે કે, આ તેલ વિષે ઓછા લોકોને ખબર હોય છે. આ તેલમાં ખનીજ, વિટામીન્સ, એન્ટિ ઓક્સિડેંટ, ફાઇટોસ્ટેરોલ, એસેશિયલ એસિડ વગેરે એક સાથે મળી રહે છે. વાળ માટે સૌથી બેસ્ટ તેલ માનવમાં આવે છે. આ તેલને લિક્વિડ ગોલ્ડ પણ કહેવામા આવે છે. 15 મિનિટ આ તેલની માલિશ કરવાથી વાળમાં એનર્જી ઉત્પન્ન થાય છે જે વાળને મજબૂત, કાળા અને સિલ્કી બનાવે છે.
આટલા તેલ ઉપયોગમાં લેવાથી વાળની 80% સમસ્યા આપોઆપ દૂર થવા લાગશે. પછી કોઈ પણ જાતની દવા કે શેમ્પુનો ઉપયોગ કરવો નહીં પડે અને બીજા ખર્ચથી પણ બચી જશો. આ કાર્ય ઉપર કહ્યા મુજબજ કરવાનું રહશે તેલની માલિશ કરવી ખુબજ જરૂરી છે વાળ માટે તેથી શાંતિથી તેલને વાળમાં લગાવી માલિશ કરવી. આયુર્વેદિક રીતે તેલનો ઉપયોગ કરવાથી કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.