તમે ઘરે જ તમારા વાળનો ગ્રોથ વધારી શકો છો. બધીજ મહિલાઓને પોતાના વાળને લાંબા અને કાળા રાખવાનો શોખ હોય છે. પણ અત્યારના આ પ્રદૂષણ વાળા સમયમાં કોઈ પણ સ્ત્રીની આ ઇચ્છા પૂર્ણ થતી નથી. ઘણી મહિલાઓને લાંબા અને કાળા વાળ હોય છે તેને જોઈને બીજી મહિલાઓને પણ પોતાના વાળને તેવા કરવાની ઈચ્છા થતી હોય છે. આજે વાળ કાળા અને લાંબા કરવાની ઇચ્છા રાખતી મહિલાઓ માટે આ આર્ટીકલ ખુબજ ઉપયોગી થશે.
આ ટીપ્સ તમે ફક્ત વાંચશો તો નહિ ચાલે, પણ તેને રોજીંદા જીવનમાં અનુસરો. આ ટીપ્સ વગર પૈસે કરવાની છે. અને દરેક સ્ત્રીઓ કરી શકશે. ફક્ત થોડા દિવસો આ ટીપ્સ ફોલો કરીને ચેક કરી લેજો. તમારા વાળમાં અવશ્ય ફેર પડશે. પહેલા બધી ટીપ્સ ધ્યાનથી વાંચજો. અંત સુધીમાં કોઈ પ્રોબ્લેમ રહે તો કોમેન્ટ કરી ને પૂછજો. પણ બધી ટીપ્સને ધ્યાનથી વાંચીને તેને સમજજો અને અનુસરજો. ચાલો જાણીએ કે, તે બધી ટીપ્સ કઈ કઈ છે.
- કેમિકલ.
વાળમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ઉપયોગ કરવો નહીં. તમારે વાળને કાળા અને મજબૂત બનાવવા છે તો સૌથી પહેલા કેમિકલ વાળી મહેંદી નાખવાનું બંધ કરવું પડશે વધારે મહિલાને વાળને કલર અને વાળ શાઇન કરે તે માટે વાળમાં કેમિકલ વાળા કલરનો ઉપયોગ કરતી હોય છે પણ તે કલરના ઉપયોગથી વાળને નુકસાન થાય છે અને વાળા અંદરથી કમજોર બની જાય છે સાથે સાથે વાળ ફાટવા લાગે છે જેથી વાળ ખરવાનું ચાલુ રહે છે. મહેંદી એ ખુબ સારી વસ્તુ છે. પણ કુદરતી મહેંદી જ વાપરવી.
- વાળ ઓળવા.
કોઈ પણ મહિલાઓ રાત્રે સૂતા પહેલા પોતાના વાળ ઓળવાનું વિચાર પણ નથી કરતી. વાળનો ગ્રોથ કરવા માટે રોજે રાત્રે સૂતા પહેલા વાળમાં એક વાર દાતિયો ફેરવી વાળને ઓળવવા જોઈએ જેથી આખો દિવસ વાળ બંધાયેલા રહેલા છે તે છૂટા પડે છે અને વાળના મૂળ ઢીલા પડે છે જેથી જૂના વાળ બહાર આવવા લાગે છે અને લાંબા થવાની પ્રક્રિયા ચાલુ રહે છે. વાળમાં નાખેલું તેલ પણ બધાજ વાળ પાસે પહોચે છે જેથી વાળ મજબૂત બને છે. રોજે રાત્રે એક વાર વાળને ઓળવા જોઈએ. એક રીતે વાળની માલીશ પણ કરીને સુવો તો વધુ સારું.
- વાળને કાપવા.
મહિલાઓ વાળનો ગ્રોથ કરવા માટે વાળ કપાવવાનું બંધ કરી દેતી હોય છે પણ વાળને તમે કાપવાનું બંધ કરો તો વાળનો ગ્રોથ અટકી જશે. આ વાત વાંચી તમને નવાઈ લાગશે પણ આ વાત બિલકુલ સાચી છે. વાળને છેડેથી કાપવાથી વાળનો ગ્રોથ વધારે થાય છે. તેનું કારણ છે, નીચે બે મોઢા વાળા વાળ હોય છે તેને કાપવા ખુબજ જરૂરી છે જેથી સારા વાળનો ગ્રોથ અટકે નહિ. જ્યારે માથામાં બે મોઢા વાળા વાળ વધારે થવા લાગે છે તો, બીજા વાળનો ગ્રોથ ઘટી જાય છે અને વાળની લંબાઈ વધતી અટકે છે. વાળને નીચેથી કાપતા રહેવું જોઈએ. પણ થોડા જ કાપવા.
- ખોરાક.
ખોરાક એટ્લે વાળનો ખોરાક નહીં પણ તમારે સેવન કરવાના ખોરાકની વાત કરવામાં આવી છે. વાળને પોષણ મળવાનું તમે કેવું ભોજન કરો છો તેના પર નિર્ભર રહે છે. વધારે પ્રોટીન કે વિટામિન વાળો ખોરાક ખાવાથી વાળને મજબૂત કરવામાં મદદ મળે છે. નોનવેજ વસ્તુનું સેવન કરવા વાળી મહિલાઓને માછલી, ઇંડાનું સેવન વધારે કરવું જોઈએ. પણ નોનવેજ સેવન નથી કરતી તેવી મહિલાઓને પ્રોટીન વાળા કઠોળ ખાવા જોઈએ ચણા, મગ, સુકોમેવો વગેરે. તેમજ વિટામીન C, D અને E પણ વાળ માટે જરૂરી છે.
- વાળ ધોવા.
અત્યારે ઠંડીની સીજન ચાલી રહી છે તેમાં લગભગ બધી મહિલાઓ ગરમ પાણીથી વાળ ધોવાનું રાખે છે. પણ તે નથી જાણતી તે ભૂલ કરી રહી છે વાળને હંમેશા ઠંડા પાણીથી સાફ કરવા જોઈએ. અતિ ગરમ પાણીથી નવા બનતા વાળને નુકસાન કરે છે નવા વાળના મૂળ બળવા લાગે છે જેથી તે પાછા ક્યારે ઊગશે નહિ. વાળને ધોવા માટે ઉપયોગ કરતાં શેમ્પુને ને પણ ઓછું કરવું પડશે જેથી વાળને કુદરતી રીતે ઊગશે અને મજબૂત બનશે. વધારે શેમ્પુના ઉપયોગથી નવા વાળ ડેમેજ થાય છે. જો બહુ ઠંડી હોય તો તમારે હુંફાળું પાણી લેવું. અતિ ઠંડુ પાણી પણ ના લેવું.
- ઇલેક્ટ્રીક વસ્તુ.
ઇલેક્ટ્રીક વસ્તુને વાળથી જેટલી બને તેટલી દૂર રાખવી જોઈએ. ઇલેક્ટ્રીક વસ્તુ એટલે વાળ માટે ઉપયોગ કરાતા સાધન જેમ કે, હેરડ્રાઈ જેવા સાધન જેથી વાળમાં ગરમી લાગે છે અને તેથી નવા વાળને ડેમેજ કરે છે.ઉપર વાત કરી તેમાં જોયું વાળને ગરમ પાણીથી નહીં ધોવા તેમજ વાળને ગરમ કરતી વસ્તુને પણ દૂર રાખવી જોઈએ જેથી વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં અને અંદરથી મજબૂત બનશે. જો ક્યારેય પ્રસંગોપાત આવી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો કોઈ વાંચો નહિ પણ રોજરોજ તેનો ઉપયોગ ના કરવો. (પ્રસંગોપાત પણ આ વસ્તુ નુકશાન તો કરે જ છે. તે ધ્યાન રાખવું)
વાળના ગ્રોથ માટે આ વસ્તુ ખુબજ ઉપયોગી છે. ગામડાની મહિલાઓના વાળ શહેરમાં રહેતી મહિલાઓ કરતાં વધારે મજબૂત રહે છે તેનું કારણ પણ આ વસ્તુ છે. ગામડાની કોઈ મહિલા વાળ પર ખરાબ અસર કરતી ઇલેક્ટ્રિક વસ્તુ ઉપયોગ કરતી નથી જેથી તેમના વાળ મજબૂત, સ્મૂથ અને સિલ્કી રહે છે. જયારે શહેરની સ્ત્રીઓને યુવાનીમાંથી જ આ વસ્તુ વાપરવાની ટેવ હોય છે.
- ભીના વાળ.
વાળ ધોઈને સુકાઈ નહીં ત્યાં સુધી વાળને ઓળવામાં ધ્યાન રાખવું જોઈએ અને વાળને સુકવવા માટે હેરડ્રાઈનો ઉપયોગ બિલકુલ કરવો નહીં. ઘણી મહિલાઓ ભીના વાળને ઓળવાની ભૂલ કરે છે જે ખુબજ નુકસાન કરે છે. જે મહિલાને ખબર નથી તેને વાળ ઓળવવામાં ખાસ ધ્યાન રાખવું કે, વાળને ઉપરથી ઓળવાનું ચાલુ ના કરો પહેલા નીચેથી વાળમાં થયેલી ગૂંચ કાઢવી પછી ઉપરની બાજુથી વાળ ઓળવા જોઈએ. જેમને વાળ ઓળવાની કોઈ કારણોસર જરૂર પડે છે તેને વાળ ઓળવવા માટે મુલાયમ દાંતિયાનો ઉપયોગ કરવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.