વાળ ખરવાની સમસ્યા યુવાનોમાં પણ વધારે જોવા મળી આવે છે. આપણી આ ફાસ્ટ લાઇફ ખાવા પીવાની બદલાઈ ગયેલી આદત ફાસ્ટફૂડ, રાત્રે ઉંધ સમયસર ના કરવી આ બધા વાળ ખરવાની સમસ્યામાં મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે આપણાં શરીરને જરૂરી પોષણ તત્વો જરૂરી માત્રામાં નથી મળતા ત્યારે તેનું પરિણામ સૌથી પહેલા આપણાં વાળ પર પડે છે.
આપણું શરીર વાળનું એટલા મહત્વના નથી સમજતું જેટલા શરીરના બાકી અંગને સમજે છે. બાકીના અંગ જેવાકે, કિડની, લીવર, હાર્ટ વગેરે, આપણું શરીર વાળને બસ એક બાહરી મેકેપની વસ્તુ સમજે છે. તે માટે જ્યારે આપણું શરીર ઉમર લાઈક થાય ત્યારે સૌથી પહેલા આપણાં વાળ સફેદ થાય છે. તેવું નથી કે, ઉમર થાય ત્યારેજ વાળ સફેદ થાય પણ શરીરમાં કોઈ પણ વિટામીન્સ કમી થાય છે ત્યારે પહેલા વાળ પર અસર શરૂ થાય છે.
આજના આ આર્ટિકલમાં આપણે વાળને ખરતા અટકાવવા માટે કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ તે જાણીશું. ઘણા લોકો અમને કોમેન્ટમાં જણાવે છે કે, અમે રોજે પોષણ વાળું ભોજન ખાઈએ છીએ. રોજે હેલ્દી ભોજન કરીએ છીએ તો પણ વાળ ખરવાનું બંધ નથી થતું. તો તેને જણાવી દઈએ કે જે પણ તમે રોજે ભોજન કરો છો તેમાં પોષણ તો મળે છે પણ તે બધુ પોષણ તમારા શરીર માટે જરૂરી છે. કેમકે, મે પહેલા કીધું કે વાળને તમારું શરીર એટલૂ મહત્વ નથી આપતું તે માટે જે પણ તમે ભોજન કરો છો તેનું પોષણ શરીર તમારા બોડીના ભાગને આપે છે. જો તેમાથી થોડું પોષણ વધે તો તે વાળ સુધી પહોચે છે. નહિતો પહેલા પોષણ બીજા અંગોને આપે છે.
તે માટે જે પણ તમે પોષણ વાળું ભોજન ખાઓ તે વાળ સુધી પહોચતુંજ નથી અને તેના કારણે વાળ વધારે ખરવાની સમસ્યા વધે છે. અને બીજા જે નવા વાળ આવે છે તે કમજોર ઊગે છે અને તે પણ જલ્દીથી ખારવા લાગે છે. તે માટે તમે જે ભોજા કરો છો તેમાં વધારે પોષણ હશે તો વાળને પણ પોષણ મળશે અને નવા વાળ બનવાની ક્ષમતા વધશે. આપણાં શરીરને યોગ્ય માત્રામાં વિટામીન્સ, કાર્બોટ્રેટ, ફેટ, પ્રોટીનની ખુબજ જરૂર છે અને આપણાં વાળોને જે વિટામીન્સ જોઈએ છે. વિટામિન A, E, B તે વાળ માટે ખુબજ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે આપણાં ભારતના મુખ્ય ભોજનમાં તે પોષણ તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. ઉપર આપેલા બધાજ પોષણ તત્વો આપણાં રોજના ભોજનમાં મળી રહે છે. તો ચાલો જાણીએ કેવું ભોજન રોજે ખાવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જશે.
સૌથી પહેલા છે, પાલક- પાલક ની અંદર આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. પાલકમાં ઝીંક, વિટામીન્સ E, C, જે વાળના ગ્રોથ માટે મહત્વનુ છે. વાળને જલ્દીથી વધારવા માટે પાલકનું સેવન રોજિંદા જીવનમાં અપનાવવું જોઈએ. બીજી વસ્તુ છે, શકરિયા.- શકરિયામાં બીટકેરોટિન, વિટામીન્સ, આયર્ન, ઝીંક, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ વધારે માત્રામાં મળે છે. જેનાથી નવા વાળ બનવાની પ્રક્રિયા વધી જશે.
ત્રીજી વસ્તુ છે, પનીર- પનીર હેલ્દી પણ ખૂબ હોય છે અને પ્રોટીનનું ભરપૂર મળી રહે છે. આ વસ્તુ તો વેજીટેરિયન લોકોની છે. પનીર વાળને ખરતા અટકાવા માટે જરૂરી છે. પણ વધારે માત્રામાં શરીરમાં બીજા નુકસાન પણ કરે છે તેથી તેનો ઉપયોગ યોગ્ય માત્રમાં કરવો.
ચોથું વસ્તુ છે, સોયા- આ વેજીટેરિયન લોકો માટે પ્રોટીન માટે એક મહત્વની વસ્તુ છે. તેની અંદર વિટામીન્સ, મિનરલ, ફાઈબર જેવા જરૂરી પોષણ તત્વો પણ ભરપૂર માત્રમાં મળી રહે છે. જે વાળને નાના નાના ખતરાથી બચાવે છે. પાંચમી વસ્તુ છે, દાળ- બધીજ પ્રકારની દાળ જેવી કે તુવેર, મગ, અડદ, મસૂર દાળની અંદર ભરપૂર પ્રોટીન, ઝીંક રહેલું છે. આ વસ્તુ વેજીટેરિયન લોકો માટે મહત્વની છે. તેનાથી વાળનો ગ્રોથ જલ્દીથી થવા લાગે છે.
છઠ્ઠી વસ્તુ છે, ગાજર- ગાજર આપણાં વાળ અને શરીરની બધીજ સમસ્યા માટે કામ કરે છે. ગાજરમાં રહેલું વિટામિન A જે આપણાં શરીરમાં સિબમની પ્રોડકશને કંટ્રોલ કરે છે તેનાથી વાળનો ગ્રોથ વધે છે. ગાજરના સેવનથી વાળ શાઈની અને કાળા બને છે. ગાજર થોડી હદે આપણાં વાળને સફેદ થતાં પણ અટકાવે છે.
સાતમી વસ્તુ છે, મીઠી મરી- મીઠી મરીમાં વિટામિન A, લ્યુટેન, વિટામિન, B6, C ની સારી માત્રામાં મળી આવે છે અને આ વિટામીન્સ વાળોને હેલ્દી રાખવા માટે અને વાળનો ગ્રોથ કરવા માટે ખુબજ ઉપયોગી છે. આઠમી વસ્તુ છે, ટામેટાં- ટમેટામાં લઇકોપીનની વધારે માત્રા મળે છે. ટમેટામાં વિટામિન C મળે છે જે વાળને ડેમેજ થતાં અટકાવે છે. અને ડેમેજ થયેલા વાળને રીપેર કરવામાં મદદ કરે છે. દેશી ટમેટા હોય તો વધુ સારું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.