આ વાળ શરીરના કોઈપણ ભાગ પર જેમ કે દાઢી પર, ગળા પર, હાથ, પગ, મુછ પર જોવા મળે છે. ખાસ કરીને જયારે આ વાળ ચહેરા પર આવે છે ત્યારે ખુબ જ ખરાબ લાગે છે. આ સમયે તમે હેયર રીમુવ, વેક્સિંગ, અથવા વાળને ખેંચીને કાઢો છો. તે છતાં પણ વાળ ફરી ઉગી જાય છે. તેમજ નવા વાળ પણ ખુબ જાડા અને કાળા આવે છે. આ પરેશાની તમને ખુબ હેરાન કરે છે.
આવા સમયે તમે કોઈ ડોકટર પાસે સલાહ લો છો. તે સમયે તે ડોકટર તમને laser થી હેયર રીમુવ કરવાની સલાહ આપે છે. પણ આ laser હેયર રીમુવ કરવું કેટલું સારું છે, તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થશે, વાળ ફરી ઉગશે, ઉગશે તો કેવા વાળ આવશે વગેરે પ્રશ્નો તમને થતા હશે. તો આજે તમને આ સવાલોના જવાબ આ આર્ટીકલ દ્વારા આપીશું.
- શા માટે જરૂર પડે છે લેઝર હેયર રીમુવલની ?
લેઝર હેયર રિડકશન એક આધુનિક પદ્ધતિ છે જેને તમે વૈજ્ઞાનિક રીત પણ કહી શકો છો. જેમાં વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા તમારા શરીરના વધારાના વાળ કાઢવામાં આવે છે. આ હેયર રીમુવલનો ઉપયોગ એ લોકો કરી શકે છે જેમને શરીરમાં હોર્મોનલ ના કારણે શરીરના અમુક ભાગોમાં ખુબ વાળ ઉગતા હોય છે.
હવે આ વધારા વાળ શા માટે ઉગે છે તેનું કારણ જાણીએ. જે લોકોના શરીરમાં પોલીસીસ્ટીક ઓવરી ડીજીજ અને થાયરોઈડ હોય છે તેના કારણે ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં વાળ વધુ હોય છે. આવા લોકોને વારંવાર વેક્સિંગ કરાવવું પડે છે, તેમજ જન્મથી તેમને વાળ વધુ ઉગે છે. તેમજ ઘણી વખત મેડીકલ સ્થિતિ ને કારણે પણ ચહેરા પર અને શરીર પર વાળ ઉગે છે. આવા લોકોએ લેઝર હેયર રીમુવલ કરાવવું પડે છે. આ સિવાય જે લોકોને શેવ કર્યા પછી સ્કીન લાલ થઈ જાય છે તેમને પણ આની જરૂર પડે છે.
- લેઝર હેયર રીમુવલ ના ફાયદાઓ
આ હેયર રીમુવલમાં જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં વાળને જડથી ખત્મ કરવામાં આવે છે. એટલે કે, વાળની જડમાં સ્થિત પીંગમેન્ટ મેલાનીનને ગરમીથી ખત્મ કરવામાં આવે છે. આના કારણે વાળ પાતળા થઈ જાય છે અને ફરી પાછા જલ્દી ઊગતા નથી. જયારે તમે વેક્સિંગ કરો છો તો તમારે દર મહીને વેક્સ કરાવવું પડે છે. આમ લેઝર હેયર રીમુવલ કરાવવાથી તમારા વાળ સમયે સમયે પાતળા અને ઓછા થતા જાય છે. તેના લગભગ 7 થી 8 સેશન કર્યા પછી વાળ લગભગ 70 થી 80% ઓછા થઈ જાય છે.
- સાઈડ ઈફેક્ટ
સામાન્ય રીતે તો લેઝર હેયર રીમુવલ ની કોઈ સાઈડઈફેક્ટ નથી પણ તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય ડોકટરની સલાહ અનુસાર કરવામાં આવે તો. પણ જો તમે કોઈ સલુન અને બ્યુટી પાર્લરમાં કરાવો છો તો ધ્યાન રાખવું જરૂરી છે. પાર્લર અથવા સલૂનમાં કોઈ યોગ્ય ડોક્ટર નહીં હોવાથી સાઈડઇફેક્ટ થઈ શકે છે.
- કેવી રીતે કરવામાં આવે છે લેઝર હેયર રીમુવલ
તમારે શરીરના જે ભાગમાંથી વાળ રીમુવ કરવાના હોય તે જગ્યા પર માર્ક કરવામાં આવે છે. તે ભાગને લેઝરથી સ્કેન કરવામાં આવે છે પછી ત્યાં એક કુલ જેલ લગાવવામાં આવે છે. ત્યાર પછી મશીનનું સેટિંગ તમારી સ્કીન, કલર અને વાળની સાઈજ જોઈને કરવામાં આવે છે. પછી લેઝરથી નીકળતી ગરમીને તે ભાગ પર આપવામાં આવે છે. આમ લેઝર હેયર રીમુવલમાં કોઈપણ ભાગ માટે લગભગ 6 થી 7 સેશનની જરૂર પડે છે. ત્યાર પછી એવી આશા રાખવામાં આવે છે કે વાળનો ગ્રોથ 70 તહજી 80% ઓછો થઈ જાય.
- સૂચનાઓ
લેઝર હેયર રીમુવલ કરાવવા માટે તેના એક અઠવાડિયા અગાઉ વેક્સિંગ, હેયર રીમુવલ ક્રીમ અથવા બ્લીચ ન કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બ્રેસ્ટ ફીડ કરાવો છો તો આ પ્રયોગ ના કરવો જોઈએ. તમારી સ્કીન પર ટેટુ હોય, મસો હોય, સ્કીન બર્ન થયેલી હોય તો તે સ્કીનને બચાવીને લેઝર કરાવો.
સ્કીન બીમારી જેવી કે, સોરાઇસીસ, વીટીલીગો, અથવા હર્પીજ હોય તો ધ્યાન રાખીને લેઝર રીમુવલ કરાવો. લેઝર કરાવ્યા પછી તડકે ન નીકળવું જોઈએ. સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ. લેઝર કરાવ્યા પછી એક અઠવાડિયા સુધી ફેશિયલ અથવા બ્લીચ થી બચવું જોઈએ. લેઝર કરાવ્યા પછી જે વાળ આવે છે તે એકદમ પાતળા આવે છે. પહેલા સેશન પછી વાળ દોઢ થી બે મહીને આવે છે. આમ ધીમે ધીમે વાળ ઓછા થતા જાય છે.
- ખર્ચ
લેઝર હેયર રીમુવલના ખર્ચની વાત કરવામાં આવે તો તે એ વાત પર નિર્ભર કરે છે કે શરીરના ક્યાં ભાગ પર તમે લેઝર કરાવવા માંગો છો. તે તમારી અપરલીપ્સ થી લઈને દાઢી, હાથ પગ બધી જગ્યાએ કરાવી શકાય છે. હોઠની ઉપર કે બગલ (અન્ડર આર્મ્સ) ની વાત કરીએ તો તેના દરેક સેશનનો ખર્ચ 1 થી 2 હજાર રૂપિયા સુધીનો છે અને જો આખા શરીરની વાત કરીએ તો તે શરીરના વિભિન્ન ભાગના આધારે ખર્ચ થાય છે. જો કે તેને તમે વેક્સિંગ સાથે સરખામણી કરો છો તો તમને આ ખર્ચ વધુ લાગશે.
જો લેસરથી વાળ દૂર કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.