હાલના સમયમાં નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના દરેકને વાળ ખરવાની સમસ્યા રહેતી જ હોય છે. ઘણાને તો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગતા હોય છે. તડકા અને પરસેવાના કારણે પણ વાળ નબળા કે પાતળા થવા લાગે છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમારા વાળની ચમક ઓછી થવા લાગે છે. જો તમારા વાળને કુદરતી રીતે સાચવવા માગતા હોવ તો શેમ્પૂમાં એક વસ્તુ ઉમેરવાની રહેશે. એ વસ્તુ છે દરિયાઈ મીઠું. (રીફાઇન્ડ નમક નહિ – રીફાઇન્ડ કાર્ય વગરનું દરિયાઈ મીઠું)
વાળમાં થતી ખંજવાળથી માંડીને તમારા વાળને બિચી વેવ્ઝ આપવા સુધી મીઠું તમામ પ્રકારના કામ કરી શકે છે. પણ આ ઉપરાંત તમે એ જાણો છો કે તમારા શેમ્પૂમાં આ મીઠું ઉમેરવાથી તમારા વાળને લગતી લગભગ બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે? તો ચાલો જાણીએ કે દરિયાઈ મીઠાનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે.
ખરતા વાળ- દરેકને લાંબા વાળ પસંદ હોય છે અને જેને વધારે લાંબા ગમતા હોય તેમને વાળનો ગ્રોથ અચાનક ઓછો થવા લાગે તો તેમને ગમતું હોતું નથી. અત્યારના સમયમાં એવું જ થવા લાગ્યું છે મોટાભાગના ઘરોમાં દરેક સ્ત્રીને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. તેના માટે તમે ઘરે જ ઉપચાર કરી શકો છો.
સી સોલ્ટને (દરિયાઈ મીઠાને) તમે સ્કલ્પ (ખોપરી) પર લગાવશો તો વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળશે. તેને તમે સ્કાલ્પ પર સોલ્ટને ઘસવું જેથી તેના પર જે પણ ધૂળ જામી હોય તે દૂર થઈ જાય છે. સ્કાલ્પ પર આ એકદમ જીણું મીઠું કરીને રગડવાથી તેના છિદ્રો ખૂલી જાય છે. જેના કારણે નવા વાળ આવે છે. અને તમારા વાળ પણ મજબૂત બનાવે છે. તમે આ પ્રયોગ કરતા રહેશો તો વાળ ખરવાના અટકી જશે અને ધીમે ધીમે બંધ થઈ જશે. (બહુ જોરથી અને વધુ વખત નામક ઘસવું નહિ, 15 દિવસે 1-2 વાર જ કરવું)
ઓઇલી સ્કાલ્પથી છુટકારો- શું તમારા વાળ વારંવાર ધોવા છતાં પણ ઓઈલી રહે છે તો તમારે એક જ વસ્તુ કરવાની જરૂર છે 2 ટેબલસ્પૂન મીઠું લઈ જે તમે શેમ્પૂ યુઝ કરો છો તેમાં મિક્સ કરી લો. તમે જ્યારે પણ માથું ધુઓ ત્યારે આ શેમ્પૂથી વાળ ધોવા. સી સોલ્ટ તમારા વાળમાં ડેડ સેલ્સ હશે તેને રિમૂવ કરશે અને વાળમાં વધારાનું ઓઈલ ઘટાડશે પણ ખરા. આ સોલ્ટને તમે પાણીમાં નાખીને પણ વાળ સાફ કરી શકો છો. આમ ઓઈલી વાળમાંથી તમને ઝડપથી છુટકારો મેળવી આપશે આ સી સોલ્ટ.
ડેન્ડ્રફથી આ રીતે છુટકારો અપાવશે- ચોમાસાની સીઝન અને શિયાળામાં માથામાં ડેન્ડ્રફથી ઘણા લોકો પરેશાન થઈ જતા હોય છે. ઘણા લોકોને ડેન્ડ્રફ એટલો બધો વધી જતો હોય છે. પોપડી જેવું ઉખડવા લાગે છે. તેનાથી બચવા માટે સારો ઉપાય છે સી સોલ્ટ. મૃત ત્વચાના કારણે ડેન્ડ્રફ થતો હોય છે. તે ઓછા રક્ત પરિભ્રમણના કારણે તે થતા હોય છે. સી સોલ્ટનો ઉપયોગ વાળ સાફ કરવા માટે કરવામાં આવે તો તે લોહીનું પરિભ્રમણ વધારે છે, જે એક સ્વસ્થ તાળવાની નિશાની છે. અને તેનાથી ડેન્ડ્રફ પણ દૂર થઈ જતો હોય છે.
તમે જ્યારે પણ માથું ધુઓ ત્યારે સી સોલ્ટનો ઉપયોગ કરશો તો તે વાળની ડ્રાઈનેસ દૂર કરશે અને ડેન્ડ્રફને પણ ઓછો કરવામાં મદદ કરશે. એ સિવાય પણ જો તમે વાળને કેટલાક ભાગમાં વહેંચી તેમાં એકદમ જીણા મીઠાનો છંટકાવ કરશો. હવે તેમાં હળવી આંગળીઓ વડે મસાજ કરો 5-10 મિનિટ આ મસાજ ચાલુ રાખો, ત્યાર બાદ નિયમિત જેમ વોશ કરતા હોવ તેમ વાળ વોશ કરી નાખો. આમ કરવાથી માથાની ચામડીને રક્ષણ મળશે અને કોઈ પણ જાતની ફુગ નહીં વળે.
બ્લડ સર્ક્યુલેશન- સી સોલ્ટમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, સલ્ફર, બ્રોમાઈડ જેવા ઘણા ખરા મિનરલ્સ રહેલા છે. જેના કારણે માથાના જે સ્કાલ્પ હોય તેમાં બ્લડ સર્ક્યુલેશન કરવામાં મદદ કરે છે. આથી જો તમે સી સોલ્ટ ઓગાળીને અથવા શેમ્પૂમાં સી સોલ્ટ એડ કરી હેર વોશ કરશો તો અચૂક ફાયદો થશે.
વાળનો ગ્રોથ વધારશે- સી સોલ્ટ એટલે કે દરિયાનું મીઠું અસરકારક રીતે તમારા વાળનો ગ્રોથ વધારે છે. જે લોકોને વાળ ખરી જવાની સમસ્યા રહેતી હોય તેમને હંમેશાં સી સોલ્ટની ટ્રીટમેન્ટ કરાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કુદરતી રીતે જ તમારા વાળ વધવા લાગે છે. પણ વાળનો ગ્રોથ વધારવા માટે મીઠાનો વપરાશ કરવો.
તમે સામાન્ય રીતે જેમ તમારા વાળ ધોતા હોવ તેમ જ ધૂઓ. ત્યાર બાદ એક ટેબલ સ્પૂન ચમચી મીઠું લો અને તેનાથી તમારા માથામાં 10 મિનિટ સુધી મસાજ કરો. હવે તમારા વાળ ફરી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર રિપિટ કરો અને તમે જોઈ શકશો કે માત્ર એક જ મહિનામાં તેનું પરિણામ જોવા મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.