ખરાબ આહાર અને જીવનશૈલીના કારણે વાળનું સ્વાસ્થ્ય પણ બગડે છે. એ સિવાય ગરમ પાણીનો ઉપયોગ, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ વગેરેના કારણે પણ વાળની ગુણવત્તા બગડે છે. જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. એના કારણે પણ ઘણી વાર વાળનો વિકાસ અટકી જતો હોય છે. સાથે ખૂબ જ પ્રમાણમાં વાળ ખરવા લાગે છે. જો તમે વાળની સમયસર કાળજી લેશો તો આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે ઉનાળામાં લીચી ખાવાનું પસંદ કરે છે. લીચીના સેવનથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે સાથે વાળને તંદુરસ્ત રાખે છે. માટે જો તમે લીચીને વાળની સંભાળનો ભાગ બનાવીને ઉનાળામાં લીચી વડે તેની સંભાળ રાખશો તો વાળને લગતી તમામ સમસ્યામાંથી તમને છુટકારો મળશે. તો ચાલો જાણીએ લીચી કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે વાળ માટે અને લીચીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.
વાળને ઘટ્ટ બનાવે લીચી- ઘણી સ્ત્રીઓને વાળ આછા હોય છે. તેના માટે બને તેટલા પ્રયત્નો કરતા હોય છે. મોંઘા શેમ્પૂ અને તેલ લાવતા હોય છે. માટે જો તમે હેરનો ગ્રોથ કરવા ઇચ્છતા હોવ તો લીચીના હેર પેકનો નિયમિત ઉપયોગ શરૂ કરી શકો છો. તમારા વાળ લાંબા અને ઘટ્ટ થશે, વાળમાં હેર માસ્ક લગાવવાથી, પરંતુ તેનો ઉપયોગ અઠવાડિયામાં અથવા રોજ પણ કરી શકો છો.
વાળ ખરતા રોકે- આજકાલ દરેક સીઝનમાં મહિલાઓના વાળ ખરતા હોય છે. જેના કારણે ઘણી સ્ત્રીને પરેશાની થતી હોય છે. જો તમે લીચીના હેર માસ્કનો ઉપયોગ કરશો તો તમારા વાળ જડમાંથી મજબૂત થશે અને ખરતા પણ અટકી જશે. લીચીને હેરમાં કેવી રીતે લગાવવી તે નીચે જણાવેલું જ છે. જડમાંથી મજબૂત થતા વાળ ઝડપથી તૂટતા કે ખરતા નથી. તેથી ગ્રોથ પણ સારો થશે.
મુલાયમ બનાવે- વધારે પડતા પ્રદૂષણને કારણે આજકાલ હેર રફ અને શુષ્ક થઈ જતા હોય છે. તેથી આપણે બજારમાં મળતા કંડિશનરનો વધારે પડતો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. અને આ બધી વસ્તુમાં વધારે પડતું કેમિકલ આવતું હોવાથી વધારે નુકસાન પહોંચે છે. દિવસો જતા વાળમાં શુષ્કળતા દેખાવા લાગે છે. આમ જો સિલ્કી અને મુલાયમ વાળ જોઈતા હોય તો લીચીના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. કેમ કે કુદરતી રીતે કંડિશનરનું કામ કરે છે. ખાસ કરીને આ હેર પેક ઉનાળામાં વધુ નાખો જેથી તમારા વાળ નરમ દેખાશે.
હેર વોશ- જે લોકો નોકરી કરતા હોય તેમને રોજ બહાર નીકળવું જ પડતું હોય છે. અને તેના કારણે સૂર્યનો પ્રકાશ, વધારે પડતો તાપ, વરસાદ, પ્રદૂષણનો સામનો કરવો પડે છે. તેની અસર વાળ પર થતી હોય છે. તેનાથી બચવા લોકો દુપટ્ટા અને પુરુષ હોય તો રૂમાલનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી જોઈએ એવું રક્ષણ મળી શકતું નથી.
તે સિવાય પર રસ્તા પર ઉડતી ધૂળથી પણ તમારા વાળ ગંદા થાય છે. અને ધીમેધીમે ખરાબ થવા લાગે છે. ઉનાળામાં ઘણા લોકોને ગરમીમાં ફરવાનું થતું હોવાથી માથામાં પરસેવો પણ થતો હોય છે. તેથી વાળ વધુ ડેમેજ થાય છે. જો તમારા વાળને પોષણયુક્ત અને ડેમેજ થતા બચાવવા હોય તો લીચીના હેર માસ્કને સ્કલ્પમાં લગાવો. જેથી તમારા બેજાન વાળમાં જાણે નવું પોષણ મળશે. અને તમારા વાળ ગંદા થતા અટકી જશે.
ગ્રોથ બનાવશે- મોટાભાગે દરેક સ્ત્રીને લાંબા વાળ પસંદ હોય છે જેના કારણે બ્યુટી પાર્લરમાં જઇ ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ તેના ખર્ચ કર્યા વગર તમે ઘરેલું ઉપચારથી વાળનો ગ્રોથ કરી શકો છો. લીચીનું હેર પેક બનાવો અને તેનો રેગ્યુલર વાળમાં યુઝ કરો જેથી પોષણ મળશે. અને તમારા વાળ ધીમેધીમે કાળા અને લાંબા બનાવતા કોઈ નહીં રોકી શકે.
વાળને શાઇની બનાવે- વાળ લાંબા ન હોય તો ચાલે પરંતુ જો વાળ બરછટ અને શુષ્ક લાગે તો આપણને પોતાને ગમતા હોતા નથી. તેથી વાળને શાઇની એટલે કે ચમકદાર બનાવવા માટે લીચીના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. કેમ કે લીચીમાં એવા ઘણા વિટામિન્સ રહેલા છે જે વાળને કુદરતી રીતે ચમક આપી શકે છે.
- ચાલો જાણી લીચી હેર પેક કેવી રીતે બનાવશો- નીચે મુજબ હેરપેક બનાવો
7-8 અથવા તેનાથી વધારે લીચી પણ લઈ શકો છો. જો વાળ લાંબા હોય તો. લીચી છોલી લેવી તેના બી અલગ કરવા. હવે લીચીનો રસ એક બાઉલમાં કાઢી લેવો. આ રસમાં તમે થોડું એલોવેરા જેલ ઉમેરીને મિક્સ કરી વાળમાં અને તેના સ્કલ્પમાં (માથાની ચામડી એટલે કે ખોપરી) લગાવો.
માથામાં તેનાથી થોડો સમય માલિશ પણ કરવી ત્યાર બાદ થોડું સૂકવા દો. લગભગ 1 કલાક પછી તેને વધુ કેમિકલ ન હોય તેવા ઓર્ગેનિક શેમ્પૂ વડે વોશ કરો. આ રીતે હેર માસ્ક બનાવી ગરમીની સીઝનમાં તેને વાળમાં નાખી શકો છો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.