કાળા, લાંબા અને જાડા વાળ પ્રત્યેક સ્ત્રીનું ઘરેણું હોય છે. પણ આજકાલ અકાળે જ સ્ત્રીઓના વાળ નબળા પડી રહ્યા છે. દરેક મહિલા તેના વાળ સુંદર અને લાંબા હોય તેવું ઇચ્છતી હોય છે. અને તેના માટે કેમિકલયુક્ત ઓઇલનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી તમારા વાળ વધારે ખરાબ થતા હોય છે. પણ આ સમસ્યાનું નિવારણ આસાનીથી લાવી શકીએ છીએ. તેના માટે કેવો આહાર લેવો, એ અને તમને જણાવીશું, કેવા પ્રકારના તેલ અને પેકનો ઉપયોગ કરવો જેનાથી તમારા વાળનો ગ્રોથ પણ વધશે સાથે, કાળા, લાંબા વાળ પણ થશે.
- વાળ વધારવા માટે આટલું કરો નીચે મુજબ –
(1) પહેલા તો દિવસમાં 2-3 વાળને સરખી રીતે ઓળવા જોઈએ. વાળ ન ઓળવાથી તેની વિપરિત અસર પડતી હોય છે. વાળ ખરવા લાગે છે અને હેર ગ્રોથ અટકી જતો હોય છે. (2) જેવી રીતે તડકામાં જાવ ત્યારે ત્વચાને કવર કરતા હોવ છો, એવી જ રીતે વાળને પણ દુપટ્ટા વડે કવર કરીને બહાર નીકળવું.
(3) પૂરતી ઉંઘ શરીર અને હેર ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. જો તમે પોતે સ્વસ્થ હશો તો હેર ગ્રોથ સારો થશે. (4) ખોરાકમાં બને તો વિટામિન- એ, બી, અને ઇનું વધારે માત્રામાં લેવું જોઈએ.
(5) અઠવાડિયામાં એક વાર વાળમાં હેર માસ્ક નાખવું જોઈએ, જેથી તમારા વાળને જરૂરી પોષક તત્વો મળી રહે. જે વાર વધારવામાં મદદ કરે છે. (6) બની શકે તો અઠવાડિયામાં એક વાર ગરમ તેલથી માલિશ કરવી. જેથી ગરમ તેલથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જે વાળ વધારશે.
- ખરતા વાળ માટે નીચે મુજબનો ખોરાક લો –
(1) લીલા શાકભાજી ખોરાકમાં વધારે લેવા જોઈએ. જેથી વાળ ખરતા ઓછા થઈ જશે. (2) દાળમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. જેથી વાળનો ગ્રોથ વધારવા માટે તમારે બધા જ પ્રકારની દાળનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ.
(3) વિટામિન, ઝીંક, સલ્ફર, વાળા પોષકતત્વો અને રેસા વાળા શાક પણ ખોરાકમાં લેવા જોઇએ. (4) દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે અને વાળ બંને માટે સારું છે. (5) એક્સપર્ટ પણ માને છે કે વાળને સ્વસ્થ રાખવા માટે ખોરાક જરૂરી છે. માટે તમારે વિટામિન્સ અને પોષણથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ.
- વાળ વધારવા માટે કેવો ખોરાક ન લેવો-
(1) વધારે પડતા ક્ષાર વાળા પાણીથી વાળને બચાવા જોઈએ, તે સિવાય જો વધારે પડતું ક્લોરિન વાળું પાણી પણ નુકસાન પહોંચાડી શકે છે. સ્વીમિંગ કરતી વખતે તમારે કેપનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. (2) વાળમાં રોજ શેમ્પૂ ન કરો. વીકમાં એક કે બે વાર વાળ ધોવા અને બને તો નેચરલ શેમ્પૂનો યુઝ કરવો જેથી તમારા વાળ ડ્રાય નહીં થાય. જેથી બગડશે નહીં.
(3) ભીના વાળમાં ક્યારેય કાંસકો ન ફેરવવો જોઈએ. તે વાળને મૂળમાંથી નબળા બનાવે છે અને હેર ફોલિકલ પણ નબળું પાડે છે. માટે હેર ગ્રોથ અટકી જાય છે. (4) વધારે પડતો તણાવ પણ વાળને અસર કરે છે. જો તમારે કોઈ વાતનો તણાવ રહેતો હશે તો તરત વાળ ખરવા લાગશે. માટે માનસિક તણાવથી દૂર રહેવું જોઈએ. (5) વારંવાર વાળમાં ટ્રીમિંગ ન કરાવું, તેનાથી વાળ વધતા હોતા નથી. તે ખોટી માન્યતા છે. માત્ર બે મોઢાના વાળ જ દૂર થતા હોય છે.
- આ નીચેના હેર પેક નાખી શકો છો ..
કેળા- આપણે જાણીએ છીએ કે કેળાં હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેવી જ રીતે વાળને પણ મજબૂત બનાવે છે. કેળાને ક્રશ કરીને વાળમાં લગાવવું. વાળ મૂળમાંથી મજબૂત બનશે.
મેથી- વાળમાં મેથી લગાવાથી પણ ઘણા લાભ થાય છે. મેથીના દાણા આખી રાત પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ તૈયાર કરી વાળમાં મહેંદીની જેમ લગાવી દેવી. 2 ચમચી જેટલા મેથીના દાણા આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પીસી તેમાં દહીં મિક્સ કરીને પણ વાળમાં લગાવી અડધો કલાક પછી હેર વોશ કરી નાખવા.
મીઠો લીમડો- જમવાનો સ્વાદ તો વધારે છે. સાથે સાથે વાળને પણ શાઈની અને કાળા બનાવશે. લીમડાની ચટણી જેવી પેસ્ટ બનાવી લો. અને હેરમાં લગાવી લો. વાળને સ્વસ્થ બનાવશે આ હેર પેક. 1-1ચમચી લીમડાના પાનની પેસ્ટ બનાવી, તેમાં દહીં મિક્સ કરીને રેગ્યુલર વાળમાં અને સ્કેલ્પમાં લગાવાથી વાળનો ગ્રોથ સારો થશે.
આ રીતે તમે બજારમાં મળતા હેર પેક અને માસ્કનો ઉપયોગ કરીને તમારા વાળની સંભાળ રાખી શકો છો. જો બજારમાંથી ખરીદવા ન હોય તો ઘરે પણ માસ્ક બનાવી શકો છો. વાળને સ્વસ્થ અને નરમ બનાવવા માટે, નાળિયેર તેલથી વાળની માલિસ કરો અને પછી તેને શેમ્પૂ વડે ધોઈ નાખો.
વાળ ખરતા અટકાવવા માટે, લસણની બેથી ત્રણ કળીઓને ક્રશ કરો અને તેમાં નાળિયેર તેલ મિક્સ કરીને 1-2 મિનિટ સુધી ગરમ કરો. અડધા કલાક પછી વાળ ધોઈ નાખો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાળ કરવાથી ખરતા બંધ થઈ જશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.