આજના સમયમાં વાળની સમસ્યા નાના બાળકો, મોટા વ્યક્તિઓ અને મહિલાઓને ખુબ જ પરેશાન કરે છે. વાળ ખરવાના ઘણા કારણો રહેલા હોય છે. તેના વિષે તમને થોડી માહિતી જણાવીશું સાથે તે સમસ્યાને કેવી રીતે દૂર કરવી તેના વિષે પણ થોડી વાત તમને જણાવીશું. વાળ ખરવાના ઘણા કારણો હોય છે. વાળ શારીરિક સમસ્યા અથવા માનસિક તણાવના કારણે પણ ખરે છે. શરીરમાં લોહી ઘટવું, પોટેશિયમ, ઝીંક, ઉજાગરો, બ્લડ પ્રેશર ઘટવું, વધારે એસિડિટી, અનિયમિત ભોજન, પ્રેગ્નેન્સી અને વધારે ટેન્શન લેવાના કારણે પણ ખરે છે.
ટેસ્ટેસ્ટેરોન હોર્મોન્સની માત્રામાં ઘટાડો થાય છે ત્યારે પુરૂષોને માથાના આગળના ભાગના વાળ ખરવા લાગે છે. પુરૂષોને આ સમસ્યા પોતાના વારસામાં પણ મળે છે. વધારે મોટાપો પણ વાળ ખરવાનું કારણ હોય છે. શરીરમાં રહેલું કોલોસ્ટ્રોલ સૌથી વધારે વાળ ખરવા માટેનું કારણ હોય છે. વાળને બહારથી પણ નુકસાન થઈ શકે છે. વાળમાં વધારે અલગ અલગ કેમિકલ વાળા શેમ્પૂ ઉપયોગ કરવા, સમયસર તેલ નહીં નાખવું, હેર સ્પ્રે, વારંવાર વાળમાં હિટ લગાવવી જેવા કારણો પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.
વાળ ખરવાનું શરૂ થાય ત્યારથી થોડું ધ્યાન રખવાનું શરૂ કરો. વાળને કાળજી કરવાના સામાન્ય ઉપાય વિષે માહિતી જાની લો.
માથાનું તેલ- માથામાં હંમેશા સમયસર અને પોષણ વાળું તેલ જ ઉપયોગમાં લેવું. કોપરેલ, બ્રાંહી, આમળા, ભાંગરો જેવી વસ્તુ મિક્સ કરીને બનાવેલું તેલ માથામાં નાખવાથી વાળને ખૂબ જ પોષણ અને ગુણ મળે છે. આ તેલને માથામાં હળવા હાથે માલિશ કરીને નાખવું.
બાળકોને માથામાં પડતી ઊંદરી- આ નાની ઉમરના બાળકોને વધારે થતી સમસ્યા છે. જ્યારે માથામાં ઊંદરી પડવાનું શરૂ થાય છે ત્યારે, થોડું તેલ અને સાથે રસવંતીની રાખને મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને ઊંદરીની જગ્યા પર લગાવી રાખો. ઊંદરીની જગ્યાએ નવા વાળ જલ્દીથી ઉગવા લાગશે. આ કાર્ય નિયમિત રાત્રે કરવું અને સવારે ઠંડા અને સાફ પાણીથી સાફ કરી લેવું. સાથે નિયમિત રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગાયના દૂધનું સેવન કરવાનું ચાલુ કરવું. ગાયના દૂધના કારણે વાળને વધારે પોષણ મળે છે.
વાળ ધોવા- વાળમાં આવતી ખંજવાળ કે, વાળમાં ખોડા જેવા સમસ્યા દૂર કરવા માટે જેઠીમધ, સમન્વય અને શિકાકાય જેવી વસ્તુથી બનેલા ક્લીનસરથી વાળ સાફ કરવા જેથી ઉપર કહેલી સમસ્યા જલ્દીથી દૂર થવા લાગે છે. વાળનો ગ્રોથ વધારવા માટે લઘુવસ્ન્ત માલતી, સપ્તામૃત લોહ, અગ્નિતુંડી, સહજ શુદ્ધિ, ગોંદતી ભસ્મ, સુવર્ણ વસંત માલતી, વગેરે વસ્તુનો ઉપયોગ કરી વાળ ધોવાથી વાળનો ગ્રોથ, વાળ ચમકીલા અને મજબૂત થવા લાગે છે.
વાળને ખરતા અટકાવવા માટેના ઉપાયો.
1- જે લોકોને વધારે વાળ ખરવા લાગ્યા છે તેને નિયમિત વધારે ખરતા વાળની જગ્યા પર એક લીંબુની નાની નાની ચીર કરી અને ઘસવી રાત્રે આ કાર્ય કરવું અને સવારે ખાલી ઠંડા પાણીએ માથું સાફ કરી લેવું જેથી થોડા સમયમાં વાળ ખરવાનું ઓછું થઈ જશે.
2- જે લોકોને ટાલ પાડવાનું શરૂ થાય છે તેને સૌથી પહેલા અડદની દાળને પાણીમાં 5 કલાક જેટલી પલાળી રાખવી પછી તેનો પેસ્ટ બનાવી લેવો અને રાત્રે માથામાં તે લેપ લગાવી સૂઈ જવું. સવારે પેલા તેને પાણી વડે સાફ કરી લેવું અને પછી થોડું ઘી માથામાં લગાવી 15 મિનિટ કુણા તડકામાં બેસો અને પછી તે ઘી પણ ઠંડા પાણી વડે સારી રીતે સાફ કરી લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર જ કરવો. ધીરે ધીરે ટાલની જગ્યાએ વાળ આવવા લાગશે.
3- મહિલાઓને વાળની લંબાઈ વધારવા માટે આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મહેંદીના પાનનો પાવડર લેવો જે બજારમાં તૈયાર પણ મળી રહે છે પણ જો તમે તમારી હાથે પાન સૂકવી અને તેનો પાવડર બનાવો તો વધુ સારું રહેશે. તે પાવડરને થોડા પાણીમાં મિક્સ કરી લેપ તૈયાર કરો અને વાળમાં લગાવો 10 મિનિટ પછી તેને ઠંડા પાણી વડે સાફ કરી લો. જ્યારે પણ માથું ધોવાનું હોય તે પહેલા આ પાવડરનો લેપ વાળમાં જરૂર લગાવી દેવો. વાળની લંબાઈ વધવા લાગશે.
4- વાળને ધોવા માટે લીમડાનું ઉકળેલું પાણી પણ વધારે ગુણ કરે છે. વાળને સાફ કરવા માટે થોડો લીમડો પાણીમાં મિક્સ કરી તે પાણીને ઉકાળો અને થોડી વાર ઠંડુ થવા દેવું અને પછી તેનાથી માથું હળવા હાથે માલિશ કરી વાળને ધોવો. બીજો ઉપાય છે મહેંદી, હા મહેંદીનો ઉપયોગ કરવાથી પણ વાળને મજબૂત અને ચમકીલા બનાવી શકો છો. વાળ ભીના હોય ત્યારે વાળમાં દાંતિયો ફેરવવો નહીં. આ કાર્ય કરવાથી વાળ ખરવાનું શરૂઆત થાય છે.
5- એડિયું વાળ માટે સૌથી ઉતમ તેલ માનવમાં આવે છે. અર્ધી વાટકી એડિયું અને તેની અંદર અર્ધી ચમચી કરતાં ઓછું મીઠું મિક્સ કરી થોડું ગરમ કરી વાળમાં હળવા હાથે માલિશ કરો. વાળમાં જ્યારે પણ તેલ લગાવો ત્યારે તે તેલને થોડું ગરમ કરી લગાવવું જોઈએ જેથી સારા પરિણામ મળે છે. ઉપર જણાવેલી વાત છે કે, હેરડ્રાયર કે હિટનો વધારે ઉપયોગ કરવો નહીં વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે.
આ ઉપર આપેલા તમામ કારણો અને ઉપાયો વાળની સમસ્યા માટે ઉપયગો થાય છે. આ બધા ઉપાયો તમને તમારા વાળ મજબૂત અને ચમકીલા બનાવવા માટે ઉપયોગી સાબિત થશે. વાળને બચાવવા માટે રાત્રે સૂતા સમયે હંમેશા વાળમાં લગાવેલું રબર કાઢી લેવું. વાળ ખુલા રહેવાથી ખરવાની સમસ્યા ઓછી થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.