💁♀️ આજના મોર્ડન યુગમાં બધાને સુંદર દેખાવું હોય છે. તેના માટે લોકો બજારમાં મળતા મોંઘા પ્રોડકટનો યુઝ કરતાં હોય છે. પરંતુ આ પ્રોડક્ટસમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે. જેનાથી તમારી સ્કીનમાં નુકશાન થઈ શકે છે. તેથી આજે અમે તમને એવી વસ્તુ વિશે જાણકારી આપશુ જે તમારા ઘરમાં સરળતાથી મળી આવે છે. તેને બજારમાં લેવા જવું પડતું નથી અને આ વસ્તુ સ્કીન અને બીજી ઘણી વસ્તુ માટે ફાયદાકારક છે.
💁♀️ મિત્રો, આપણા આયુર્વેદમાં ઘણી એવી વસ્તુ વિશે કહેવામાં આવ્યું છે જે તમારા શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. જો આ વસ્તુને સ્કીન પર લગાવવામાં આવે તો સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે અને તમારો ચહેરો સુંદર થઈ જશે. આવો જાણીએ શું છે આ વસ્તુ. આયુર્વેદ અનુસાર નમક આપણી સ્કીન માટે પણ ફાયદાકારક છે. જેનાથી ચહેરાની સ્કિનન સુંદર અને મુલાયમ થઈ જાય છે. નમકના ઉપયોગથી ચામડીના રોગો પણ દૂર કરવામાં આવે છે. તો આવો જાણીએ નમકના ફાયદા.
👉 નખની સમસ્યા દૂર કરે છે :- ઘણા લોકોને નખ ખરાબ થઈ જવા અથવા તેમાં સડો થઈ જવાની તકલીફ હોય છે અને દવાઓ લેવા છતાં આ તકલીફમાંથી છુટકારો મળતો નથી તેથી આ સમસ્યાને દૂર કરવા માટે એક સરળ ઉપાય છે.
👉 જેમાં સૌપ્રથમ અડધો ગ્લાસ પાણી લો. તેમાં 2 ચમચી નમક ઉમેરો અને બંને એકબીજામાં સરખી રીતે ભળી જાય ત્યાં સુધી હલાવો. હવે તમારા નખ આ પાણીમાં ડૂબી જાય તે રીતે 10 મિનિટ પાણીમાં ડૂબાળી રાખો. ત્યાર બાદ હાથને નોર્મલ પાણીથી સાફ કરી નાખવા. આ પ્રયોગ કરવાથી નખની બીમારી દૂર થાય છે.
👉 ખીલ અને ઓઈલી સ્કીન દૂર કરવા :- ઘણા લોકોને ઓઈલી સ્કીન અને ખીલની તકલીફ હોય છે. તેને દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. બજારમાં મળતા મોંઘા પ્રોડક પણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી. પરંતુ આયુર્વેદમાં આ સમસ્યાનો પણ ઉપાય દર્શાવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર નમકના પ્રયોગથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો.
👉 આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક નાના પાત્રમાં 2 ચમચી નમક અને 1 ચમચી મધ બંને મિક્સ કરવું. હવે હળવા હાથે પૂરા ફેસ પર આ વસ્તુ લગાવવી. ધ્યાન રાખવું કે આંખમાં આ પેસ્ટ ન જાય. ત્યાર બાદ આ પેસ્ટને 20 મિનિટ સુધી ચહેરા પર રહેવા દઈ પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં 4 વખત કરવો જોઈએ. જેથી તમારો ચહેરો એકદમ ખીલ અને ઓઈલી સ્કીનથી મુક્ત થઈ જશે.
👉 ચામડી પરના દાગ દૂર કરે છે :- અમુક લોકોને ગળાની અને કોણીની સ્કીન કાળી થઈ ગઈ હોય છે. જેને ગમે તેટલું ઘસવાથી પણ આ કાળી સ્કીન જતી નથી. તેના માટે નમકનો ઉપાય કરવો એ ઘણું કારગર સાબિત થાય છે. તેના માટે સૌપ્રથમ એક નાના પાત્રમાં ઓલિવ ઓઇલ અને 1 ચમચી નમક બંને મિક્સ દેવું હવે જ્યાં ચામડી પર કાળા દાગ છે ત્યાં હળવા હાથે આ મિશ્રણને લગાવવું અને તેને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ તેને કોટનના મુલાયમ કાપડથી સાફ કરી લેવું. આ પ્રયોગ 10-15 દિવસ સુધી કરવાથી ચામડી પરના દાગ એકદમ દૂર થઈ જશે.
👉ડ્રાઈ સ્કીન :- નમક બીજી વસ્તુમાં ફાયદો તો કરે જ છે સાથે ડ્રાઈ સ્કીનમાં પણ ફાયદો કરે છે. જે લોકોને ડ્રાઈ સ્કીન હોય તેમને શિયાળાની ઋતુમાં ચામડી ફાટી જાય છે અને બળવા લાગે છે. તેને દૂર કરવા નમકનો ઉપાય કરવો જોઈએ. તેના માટે સૌપ્રથમ એક પાત્ર લેવું અને તેમાં 1 ચમચી બદામ તેલ, 1 ચમચી ઓલિવ ઓઇલ, 2 ચમચી નમક, 1 ચમચી રોઝમેરી ઓઇલ આ બધુ સરખી રીતે એકબીજામાં ભળી જાય એવી રીતે હલાવો. હવે તેને સ્કીન પર હળવા હાથે લગાવવું અને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ નોર્મલ પાણીથી મોઢું ધોઈ નાખવું. આ પ્રયોગ કરવાથી ડ્રાઈ સ્કીન દૂર થાય છે.
👉 ખોડો દૂર કરવા :- અમુક લોકોને માથામાં ખોડો થવાની પ્રોબ્લેમ હોય છે. તેને પણ મીઠાના પ્રયોગથી દૂર કરી શકાય છે. આ પ્રયોગ કરવા માટે જ્યારે પણ તમે સ્નાન કરવા જાવ તેની 20 મિનિટ પહેલા મીઠું નાખી આખા માથામાં લાગી જાય એવી રીતે મસાજ કરવી અને 20 મિનિટ બાદ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું. આવું અઠવાડિયામાં 3 વાર કરવું, જેથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
👉 ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :- આ પ્રયોગ કરતાં સમયે ધ્યાન રાખવું કે મીઠનો પ્રયોગમાં દર્શાવેલ માત્રાથી વધુ ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે, તેનાથી નુકશાન થઈ શકે છે. ઉપરાંત જો તમને મીઠુ ચામડી પર લગાવવાથી કોઈ પ્રોબ્લેમ અથવા તેની એલર્જી હોય તો આ પ્રયોગ ન કરવો જોઈએ.
જો નમકના ઉપયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.