દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ અને સુંદર દેખાય. તેના માટે પોતાના વાળ પર અલગ-અલગ પ્રયોગ કરતા હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે તેમના વાળનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. દરેક મહિલાના વાળ લાંબા અને જાડા હોય તો સુંદર લાગે છે. તેના માટે દરેક મહિલા વિશેષ ધ્યાન આપતી હોય છે. વાળ સુંદર હોય તો મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. નાની છોકરી હોય કે મોટી ઉંમરની મહિલા તેને લાંબા વાળ વધારે પસંદ હોય છે.
જો વાળની યોગ્ય સંભાળ રાખવામાં ન આવે તો સ્થિતિ ખરાબ થઈ જાય છે. અંતે વાળ ખરવા, ખોડો થવો, ગ્રોથ ઓછો થવો જેવી ઘણી સમસ્યા થવા લાગતી હોય છે. તો આજે તમને જણાવીશું વાળની કેર કરી રીતે કરવી અને અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ. જેથી વાળ સાફ રહે અને ગ્રોથ થાય. એક સ્ત્રી માટે આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.
વાળ ધોવાની આ સાચી રીત- અઠવાડિયામાં કેટલી વાળ વોશ કરવા એ જાણતા પહેલા તે કેવી રીતે ધોવા જોઈએ એ જાણવું જરૂરી છે. વાળ ધુઓ તે પહેલા વાળમાં તેલ નાખેલું હોવું જોઈએ. જેથી વાળને એક સુરક્ષા લેયર મળી રહે. જો તમારે આજે માથું ધોવું હોય તો આગલા દિવસે માથામાં થોડું તેલ જરૂર લગાવી લેવું. આમ કરવાથી વાળમાં મોઇશ્ચરાઝર થઈ જશે અને ચમકવા પણ લાગશે. અથવા તો વાળ ધોતા પહેલા 10 મિનિટ નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે અન્ય તેલથી માલિશ કરવી જોઈએ. તે માલિશ કર્યા પછી જ વાળ થોડા હુંફાળા પાણીથી સાફ કરવા.
શેમ્પૂ પણ આ રીતે લગાવું- વાળ ધોતા પહેલા બધા પાણીથી પલાળી લેવા જોઈએ. વાળના મૂળ સુધી શેમ્પૂ લગાવવું. જો વાળના સ્કેલ્પ સુધી તેલ લગાવેલું હોય તો હળવા હાથે ત્યાં સુધી શેમ્પૂ લગાવવું. હવે શેમ્પૂ બરાબર લાગી ગયું હોય તો હાથ વડે 3થી 4 મિનિટ સુધી સ્ક્રબ કરતા હોય તેમ ઘસવું. જેથી છેક મૂળ સુધી વાળ સાફ થઈ જાય. પછી વાળને ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈ નાખવો. યાદ રહે વાળમાંથી બરાબર શેમ્પૂ નીકળી જાય એ રીતે પાણી રેડવું જોઈએ.
કંડિશનર કરો ત્યારે- વાળ કોરા હોય ત્યારે જ કંડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ સિલ્કી બને છે. પરંતુ તે વાળ ધોવાના 2થી 3 મિનિટ પહેલા જ લગાવવું. અને પછી પાણી વડે ધોઈ નાખવા. કંડિશનર ક્યારેય વાળના સ્કેલ્પ સુધી લગાવું નહીં. વાળના થોડા ભાગમાં જ કંડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગના લોકો કહેતા હોય છે કે વાળ ઠંડા પાણીથી ધોવા જોઈએ. કેમ કે ગરમ પાણી વાળને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ તમને વધારે ઠંડું પાણી ફાવતું ન હોય તો થોડું હુંફાળું પાણી પણ લઈ શકો છો. પણ બહુ ગરમ લેવું નહીં.
વાળને કેમ રોજ ન ધોવા- આપણે બધા જાણીએ છીએ કે શેમ્પૂમાં કેમિકલ ભેળવવામાં આવે છે. તેથી જો આપણે દરરોજ શેમ્પૂ વડે વાળ ધોઈએ તો લાભને બદલે નુકશાન થવા લાગે છે. વારંવાર શેમ્પૂનો ઉપયોગ કરવાથી આપણા માથાની સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે. અને તેના કારણે વાળ નિર્જીવ દેખાવા લાગે છે. આ સાથે દરરોજ વાળ ધોવાથી માથામાં ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. જેના કારણે વાળ રફ બને છે. અને વાળનો ગ્રોથ અટકી જતો હોય છે.
ક્યારે ધોવા જોઈએ વાળ-વાળની કાળજી લેતી વખતે આ પ્રશ્ન દરેકને થતો હોય છે. તેથી આપણે આગળ જાણ્યું કે રોજ વાળ ધોવાથી નુકસાન થાય છે. તો અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ તે જાણીએ. જેમાં કેટલીક વાર વાળ પર નિર્ભર હોય છે કે કેટલીવાર ધોવા જોઈએ.
સ્ટ્રેટ હેર- મોટા ભાગના લોકોને સીધા વાળ વધારે પસંદ હોય છે. તે ચમકીલા અને મુલાયમ હોય છે. પરંતુ તેમને ખ્યાલ નહીં હોય કે આ વાળની વધારે કાળજી રાખવી પડતી હોય છે. આ વાળ ઝડપથી ચીકણા અને ઓઈલી થઈ જતા હોય છે. માટે અઠવાડિયામાં બે વાર અથવા બે દિવસે વાળને ધોવા જોઈએ. અમુક સમયે તો આ પ્રકારના વાળ એક દિવસમાં જ ચીકણા થઈ જતા હોય છે. આ વાળમાં તમે ડ્રાય શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો.
બરછટ હેર- આ પ્રકારના વાળનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે. વધારે પડતું શેમ્પૂ યુઝ કરવાના કારણે વાળ સૂકા થઈ જતા હોય છે. જેના લીધે બે મોઢા વાળા વાળની સમસ્યા થાય છે. કેટલીક વાર કલર, હીટ, કેમિકલ ટ્રીટમેન્ટના કારણે ઘણી વખત ફ્રીજી વાળને નુકશાન થાય છે. તેથી આ પ્રકારના વાળ હોય તેમણે અઠવાડિયામાં બે કે ત્રણ વાર નેચરલ શેમ્પૂથી હેર વોશ કરવા જોઈએ.
વાંકડિયા હેર- ઘણા લોકો ઘણા પ્રયત્નો કરવા છતાં વાળ વાંકડિયા જ રહે છે. પરંતુ તેમને એક ફાયદો એ થાય છે કે આખું અઠવાડિયું તેમના હેર ઓઇલ ફ્રી રહે છે. માથાની જે ત્વચા હોય છે ત્યાં સુધી તેલ પહોંચતું હોતું નથી. તેમણે અઠવાડિયામાં એક કે બે વાર હેર વોશ કરવા જોઈએ. આ વાળ ધોતા પહેલા તેલ જરૂર લગાવવું જોઈએ. જેથી તમારા હેર ખરાબ ન થાય. કેટલીક વખત આ હેર વાળા લોકો અઠવાડિયે એક વાર માથું ધોતા હોય છે કેમ કે તે બેજાન દેખાતા હોતા નથી.
ધ્યાન રાખવું- લાંબા સમય સુધી વાળ ધોવામાં ન આવે તો વાળનાં ટેક્સચર પર ખરાબ લાગે છે. લાંબા સમય સુધી વાળ ધોવામાં ન આવે તો ઘુંચ પણ બનવા લાગે છે. જો વાળમાં ઘૂંચ દેખાય તો શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. વાળને સૂકવા માટે ડ્રાયરનો ઉપયોગ ન કરવો. કુદરતી રીતે જ વાળ સૂકવવા જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.