વ્યક્તિના જીવનમાં શું થવાનું છે તેની જાણકારી આપણે હાથની રેખાઓ જોઈને સરળતાથી જાણી શકીએ છીએ. જો કે હાથની રેખાઓ જોવી તે દરેકની વાત નથી હોતી. તે વિદ્વાનો દ્વારા જ જાણી શકાય છે. હથેળીની રેખાઓ શુભ અને અશુભ સંકેતો આપતી હોય છે. હાથની રેખાઓ દ્વારા માણસનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે.
હથેળીની સૌથી નાની આંગળીની નીચે હૃદય રેખા હોય છે. હૃદય રેખા બંને હથેળીમાં સમાન હોય છે. જ્યારે બંને હથેળીઓને એક સાથે જોડવામાં આવે છે. ત્યારે હૃદય રેખા મળવાથી અર્ધ ચંદ્ર બને છે. પરંતુ જરૂરી નથી કે બધાના હાથમાં અર્ધ ચંદ્ર બનતો હોય. કેટલાકના હાથમાં આ અર્ધ ચંદ્ર બનતો હોતો નથી. જો તમારા હાથમાં અર્ધ ચંદ્ર બની રહ્યો છે, તો આજે તમને તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું તે તમારા જીવનમાં જરૂરી બનશે.
જે લોકોના હાથમાં અર્ધ ચંદ્ર- તેવા લોકોનો અમુક ખાસ બાબત
તે લોકો આકર્ષક સ્વભાવના હોય છે. જીવનસાથી પ્રત્યે ખૂબ જ ભાવુક હોય છે. અને જીવનની બધી જ ખુશી તેમને આપવા માંગે છે. આવા લોકો તેમની ભાવના છુપાવવાની કોશિશ કરતા હોય છે.
તેમને ખાસ કરીને વિદેશમાં વસવાનું પસંદ કરે છે. પોતાની લાગણીઓ બને ત્યાં સુધી કોઈની સામે વ્યક્ત કરતા હોતા નથી. તે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. કોઈપણ વસ્તુ ખૂબ જ જલદી સમજી લેતા હોય છે.
કોઈપણ પરિસ્થિતિ હોય તે લોકો સકારાત્મક સ્વભાવ અપનાવતા હોય છે. બંને હાથની હૃદય રેખા મળવાથી જે સીધી રેખા બને છે તેવા લોકો ખૂબ જ શાંત અને દયાળુ સ્વભાવના હોય છે. તેમને બધા જ કામ ખૂબ જ આરામથી કરવાનું વધારે પસંદ હોય છે. સોએ એક વ્યક્તિ એવો હોય છે. જેમને આ રેખા સીધી હોય છે.
જેમને અર્ધ ચંદ્ર નથી બનતો- તેવા લોકોનો અમુક ખાસ બાબત
જે લોકોની બંને હાથની હથેળીઓ જોડીને જે અર્ધ ચંદ્ર બનવો જોઈએ તે નથી તો એટલે કે હૃદયની રેખા એકબીજા સાથે જોડાયી દેખાતી નથી તો તેવા લોકો બેદરકાર હોય છે. હથેળી મળવાથી જે રેખા વાંકી ચૂકી દેખાય છે. તેમને કોઈપણ જાતનો ફરક પડતો નથી કે સામેનું વ્યક્તિ તેમના માટે શું વિચારે છે.
-તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમની હસ્ત રેખા બંને હાથ ભેગા કરવાથી થોડી ઉપર નીચે થઈ જતી હોય. તેવા લોકો એવો જીવનસાથી પસંદ કરશે જે તેમના કરતાં ઉંમરમાં થોડો મોટો હોય. તેમને સમાજની કે દુનિયાની કોઈપણ જાતની પરવાહ હોતી નથી.
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પુરુષોના હાથમાં અર્ધ ચંદ્ર બનતો હોય છે. તે પરિવારની જવાબદારી સારી રીતે નીભાવે છે. તેઓને એમના પરિવારમાં ક્યારેય ઝઘડો પસંદ હોતો નથી.
આ રીતે વ્યક્તિના હાથમાં નસીબ હોય છે. આપણા ભાગ્યની રેખાઓ હાથની રેખાઓ સાથે સંબંધિત હોય છે. હાથની રેખાઓની સાથે આપણે પણ કેટલાક અંશે મહેનત કરીએ ત્યારે ફળ પ્રાપ્ત થતું હોય છે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.