હનુમાનજીને સંકટમોચનના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે એ ભક્તોની પીડાને હરે છે. એમની કૃપાથી આપણા જીવનમાં ખુશાલી આવે છે. અને તેમના આશીર્વાદ મળે તે માટે ઘરમાં ફોટા અને મૂર્તિ ઘરમાં રાખતા હોય છે. આપણે સારા કામ માટે દરેક દેવી-દેવતાના ફોટા કે મૂર્તિ મંદિર કે ઘરમાં રાખતા હોઈએ છીએ. પરંતુ તેને સાચી દિશામાં ન રાખવામાં આવે તો આપણને ઘરમાં કેટલાક અંશે નુકશાન થતું હોય છે. સુખ-શાંતિ પણ મળતી હોતા નથી. તો ચાલો આજે જાણીએ કે હનુમાનજીનો ફોટો કે મૂર્તિ કઈ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.
આ દિશામાં રાખવો ફોટો- સાચી દિશામાં હનુમાનજીનો ફોટો રાખવામાં આવે તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો નથી. ક્યારેય ધન સંપત્તિ સાથે જોડાયેલી તકલીફ પણ જોવા મળતી નથી. તો હંમેશાં હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં રાખવાથી લાભ થાય છે. કેમ કે લંકા દક્ષિણ દિશામાં હતી, અને જ્યારે હનુમાનજી સીતા માતાને શોધ માટે નિકળ્યા હતા તે દિશા પણ દક્ષિણ જ હતી.
એટલું જ નહીં રામ-રાવણનું યુદ્ધ પણ દક્ષિણ દિશામાં જ થયું હતું. સાથે લંકાનું દહન પણ આ દિશામાં થયું હતું. માટે આ દિશા હનુમાનજી માટે વધારે સારી અને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હનુમાનજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. ત્યાં સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે. જે લોકો ઘરમાં રહે છે તેમને અન્નની ઉણપ રહેતી નથી.
ઉત્તર દિશામાં ફોટો રાખવાના ફાયદા- તે સાથે જો ઉત્તર દિશામાં હનુમાનજીની મૂર્તિ લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ખરાબ વસ્તુનો ઘરમાં પ્રવેશ થતો નથી. ઉત્તર દિશામાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી ઘરના માણસોનું સ્વાસ્થ્ય સારું રહે છે. એનાથી તમે ખરાબ નજરથી બચી શકો છો.
બેડરૂમમાં ન લગાવો જોઈએ- હનુમાનજીનો ફોટો કે મૂર્તિ ક્યારેય બેડરૂમમાં ન રાખવા જોઈએ. કેમ કે હનુમાનજી બ્રહ્મચારી હતા અને તે નિયમોનું જો પાલન ન કરવામાં આવે તો ઘરમાં શુભ કામ થતું નથી. અશુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે.
પંચમુખી હનુમાનજીનો ફોટો- માન્યતા છે કે ઘરના પ્રવેશ દ્વારા પર પંચમુખી હનુમાનજીનો ફોટો રાખવામાં આવે તો કોઈપણ જાતની મુશ્કેલી ઘરમાં આવતી નથી. પંચમુખી ફોટો લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સિવાય નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એટલું જ નહીં ઘરમાં રહેવાવાળા લોકોની તરક્કી થાય છે. ઘરમાં રહેનારા તમામ સભ્યોની તબિયત સારી રહે છે.
લાલ રંગનો હનુમાનજીનો ફોટો- દક્ષિણ દિશામાં તો હનુમાનજીનો ફોટો લગાવો શુભ છે પરંતુ લાલ રંગનો હનુમાનજીનો બેઠેલો ફોટો લગાવવો વધારો શુભ મનાય છે. તેનાથી નેગેટિવ એનર્જી ઘટી જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં સમૃદ્ધિ લાવવી હોય તો આ મુદ્રામાં રહેલા ફોટાની પૂજા કરવી શુભ ગણાય છે.
આ સ્વરૂપના હનુમાનજીની પૂજા કરવી- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પર્વત ઉઠાવેલા હનુમાનજીનો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે. જેમના ઘરના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસની ખામી હોય તેમની આ ફોટો ખાસ મદદ કરે છે.
ઘરમાં હનુમાનજી બેઠેલા કે હવામાં ઉડતા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ઘરમાં બેઠેલા રૂપની પૂજા કરવાથી ખુશાહાલી આવે છે. જે વ્યક્તિને નોકરી કે બિઝનેસમાં ઉન્નતિ જોઈતી હોય તેમણે ઉડતા હનુમાનજીની પૂજા કરવી જોઈએ. શુભ માનવામાં આવે છે.
ઘરમાં તેમના ફોટાની આ રીતે પૂજા કરવી- હનુમાનજીને શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે. એવી જ રીતે ઘરમાં પણ જો હનુમાનજીનો ફોટો હોય તો સિંદૂર ન ચઢાવી શકાય તેમને એક નાનો ચાંદલો જરૂર કરવો જોઈએ. રોજ ન કરી શકતા હોવ તો શનિવારના દિવસે ઘરના કોઈપણ સભ્યએ તેમને શનિવારના દિવસે ફોટાને સિંદૂર વાળો ચાંદલો કરવો જોઈએ. તેનાથી સંકટમોચનની કૃપા બની રહે છે.
રુદ્રાક્ષ ચઢાવવાથી- હનુમાનજીને બે રુદ્રાક્ષવાળી માળા ચઢાવવાથી કૃપા મળતી હોય છે. માણસનું મન સ્થિર રહે છે. સાથે ઘરમાં અને ઘરના સભ્યને મનની શાંતિ મળે છે.
આ દિવસે વિશેષ પૂજા કરવી- મંગળવારના દિવસે હનુમાનજીને ગોળથી બનેલા મીઠા પૌઆ ચઢાવાથી એમની કૃપા મળે છે. તે સિવાય વાસ્તુ અનુસાર ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર ઘરના લિવિંગ રૂમમાં લગાવવી જોઈએ. આ તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આ સિવાય ધાર્મિક ભાવનાઓ પણ જાગૃત થાય છે. લાલ કપડું મૂકીને તેમનો ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ. સીધા સિંહાસન પર ન મૂકવી જોઈએ.
હનુમાનજી એક ભગવાન છે. જે કળિયુગમાં પણ પૃથ્વી પર વિરાજમાન છે. ભગવાન હનુમાનજીની પૂજા આરાધના કરવાથી મનુષ્ય દરેક રીતે ભય મુક્ત થાય છે. હનુમાન ચાલીસાના પાઠથી પણ ફાયદો થાય છે. આ ટીપ્સ ગમી હોય તો “જય હનુમાનજી” કોમેન્ટમાં જરૂર લખજો.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.