👉 હિન્દુ ધર્મ અનુસાર દરેક દેવ-દેવીઓની પૂજા અર્ચના કરવા માટે જુદી-જુદી સાધન સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે. પૂજાની દરેક સામગ્રીનું પોતાનું જ મહત્વ હોય છે. પૂજા પાઠમાં સોપારી સૌથી મુખ્ય હોય છે. અમુક પૂજાતો સોંપારીના વગર અધૂરી જ ગણાય છે.
👉 પૂજાની સોપારી અને જે લોકો પાન-માવામાં સોપારી ખાય છે તે બંને અલગ-અલગ હોય છે. લોકો ખાવામાં જે સોપારી લે છે તે મોટી અને ગોળ હોય છે જ્યારે પૂજાની વિધિની સોપારી થોડી નાની અને લાંબી હોય છે. આ વાતથી લોકો કદાચ અજાણ હોય છે કે પૂજાની સોપારીને પૂજા બાદ કયા મૂકવી જોઈએ. તો ચાલો સાચી માહિતી જોઈએ. જે તમને આગળ ખૂબ જ ઉપયોગી બની શકે છે.
👉 જે પૂજાની સોપારી હોય છે તે પૂજા બાદ વિશેષ બની જાય છે. તેથી આવી પૂજાની સોપારીને પૂજા બાદ ક્યારેય કોઈ જેવી તેવી જગ્યાએ ના મૂકવી જોઈએ. પૂજાની સોપારીને તમે ચાહો તો તમારા પૂજન ઘરમાં રાખી શકો છો અથવા તો આવી સોપારીને તમે તમારી તિજોરીમાં પણ મૂકી શકો છો. જો તમારે પૂજા કરેલી સોપારી ઘરે નથી રાખવી તો તેને તમે વહેતા જળમાં પણ પધરાવી શકો છો.
👉 સોંપારીનું મહત્વ : હિન્દુ ધર્મ અનુસાર પૂજા-પ્રાર્થનાનું ખૂબ જ મહત્વ છે. પંડિતજી કોઈ પણ પૂજા કરાવે તે પહેલા દેવ-દેવીઓનું અહવાહન કરે છે મંત્રોનું ઉચ્ચારણ કરીને ભગવાનને બોલાવે છે અને તે આ સોંપારીમાં જ અદ્રશ્ય રૂપે બિરાજમાન હોય છે. હિન્દુ ધર્મમાં સોપારીને વિશેષ પુજન સામગ્રી માનવામાં આવે છે તેને જ ઈશ્વરનું રૂપ મનાય છે.
👉 ગ્રહશાંતિની પૂજામાં : જો ઘરમાં ગ્રહશાંતિ પાઠ કરવામાં આવી રહ્યો છે તો તેની તમામ પૂજાની સામગ્રીમાં સોપારીની પૂજા મુખ્ય હોય છે તેમાં જ ગ્રહશાંતિના દેવ એવા સુર્ય, મંગળ, ગુરુ અને કેતુ હોય છે. તેનું અહવાહન કરીને તેની પૂજા કરાય છે. પરંતુ જો પૂજામાં કોઈ મુખ્ય પાત્ર હજાર ના હોય તો તેના સ્થાને સોપારીને મૂકીને પૂજા કરવામાં આવે છે. આમ પણ પૂજાને પરિપૂર્ણ જ મનાય છે.
👉 ઘણી વખત કોઈ મોટી પૂજા કે યજ્ઞનું આયોજન હોય તે સમયે પૂજામાં સજોડે જ બેસવાનો શાસ્ત્રીય નિયમ છે તે મુજબ પૂજાની વિધિમાં પતિ-પત્ની બંને એ બેસવું પડે છે. પરંતુ જો કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામી છે તો તે પોતાની પત્નીની જગ્યા પર સોપારીને પણ સ્થાપિત કરી શકે છે. આમ કરીને તે પોતાની પૂજા સંપન્ન કરી શકે છે. આવી રીતે કરેલી પૂજાથી પણ યજમાનને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
👉 પૂજા કર્યા પછી તે સોપારીને કયા મૂકવી જોઈએ : આ વાતને લઈને સૌ કોઈ કનફયુઝ હોય છે. આ વાત માટે એવું કહી શકાય છે કે પૂજાની જે સોપારી છે તેને યોગ્ય જગ્યાએ જ રાખવી જોઈએ. કેમ કે આ સોપારી કોઈ સામાન્ય સોપારી નથી. તેને કોઈ પવિત્ર એવી જગ્યા પર જ રાખી શકાય જો તમે તેને મંદિરમાં રાખવા ઈચ્છો તો તેના જેવુ ઉત્તમ બીજું કંઇ નથી.
👉 તમે પૂજાની સોપારીને તિજોરીમાં કે જળમાં પણ પધરાવી શકો છો. આ સોપારી જો તિજોરીમાં મૂકવામાં આવે તો ધનના દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે છે. પૂજાની સોપારી કદાપી ખાવાના ઉપયોગમાં ના લેવી જોઈએ. પૂજાની સોપારી ખાવાથી તે પૂજાનું ફળ તમે ગુમાવો છો. આ સોપારીને તમે કોઈ ભૂદેવને આપી શકો છો અથવા કોઈ મંદિરમાં પણ ચડાવી શકો છો.
જો આ પૂજાની સોપારી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.