☕ દોસ્તો, મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત જ ચાની ચૂસકીથી થતી હોય છે. પરંતુ જો ચા વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેના કારણે ઘણી બીજી પણ તકલીફ થતી જોવા મળે છે. તો જે લોકોને આ ચા એસિડિટી કે અન્ય તકલીફ આપે તેઓના માટે આપણા વડીલો એક સુંદર ઉપાય જણાવે છે તે મુજબ જો ચા પીવામાં આવે તો તે નુકશાન નથી પહોંચાડતી. તો ચાલો જોઈએ તે ઉપાય શું છે.
☕ ઘણા લોકો પોતાનું કામ કરતાં થોડા થોડા સમયે ચા પીવાનું પસંદ કરે છે અને તેનાથી તેને પોતાના કામમાં વધારે મજા આવે છે. આ ચામાં એક પ્રકારનો એન્ટિ- ઓક્સીડેન્ટ રહેલો હોય છે. ચા માં ફલેવેનોઈડ પણ હોય છે. ચા શરીરમાં રહેલા ફ્રી રૈડિક્સને સંપૂર્ણ ખતમ કરે છે. જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે ઉત્તમ છે.
☕ ચા પીવાંથી ફાયદા ખૂબ જ ઓછા પરંતુ તેના નુકશાન ઘણા જ વધારે છે તો પણ લોકો આ ચા પીવાનું છોડી શકે તેમ નથી, તો તેના માટે એવું શું કરી શકાય કે ચા પણ પિય શકાય અને તેનું નુકશાન પણ ના થાય. તો તેના માટે તમે ચા પીધા પછી તુરંત જ એક ગ્લાસ પાણી પીવાનું રાખો. જો આમ કરવામાં આવે તો ચા નુકશાન નહીં પહોંચાડે. તો ચાલો જોઈએ તેનાથી થતા ફાયદા વિશે.
☕ એસિડિટી ઓછી કરવા માટે : જે લોકો વધારે ચા પીવે છે અને તેઓને એસિડિટી જેવી તકલીફ રહે છે તેમના માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક બની રહે છે. તેથી ચા પીધા પછી અચૂક એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
☕ અલ્સર થવાથી છુટકારો મળે : ચા જો વિશેષ કડક પીવાની આદત હોય તે લોકોને ચા પીધા પછી એસિડિટી થાય છે અને એસિડિટી થવાના કારણે પેટમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. તેથી કડક ચા ના શોખીન લોકોએ ખાસ ચા પીધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી ચોક્કસ પીવું.
☕ શરીરને હાઇડ્રેટ કરવા માટે : ઘણા લોકોને સવારમાં જાગીને બેડ ટી લેવાની આદત હોય છે. જો સવારે ખાલી પેટે ચા પીવામાં આવે તો તે ઘણું જ નુકશાન પહોંચાડી શકે છે પરંતુ જો એ લોકો ચાના પહેલા એક ગ્લાસ પાણી પીવે તો તે તેના શરીર માટે પોષક તત્વનું કામ કરી શકે છે.
☕ દાંતની સફેદી જાળવવા માટે : જે લોકોને દિવસમાં 5 થી 6 કપ જેટલી ચા પીવાની ટેવ હોય છે તે લોકોને આ વાત પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ચામાં ટેનિન નામક એક રસાયણ હોય છે જે દાંતની ઉપર પીળી પરત બનાવી દે છે તેથી દાંતની સફેદી નષ્ટ થાય છે, તો દાંતની સફેદી બનાવી રાખવા માટે ચા પિયને એક ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઈએ.
☕ સાઈડ ઇફેક્ટ દૂર કરે : એ વાત આપણે સૌ જાણીએ જ છીએ કે ચા કે કોફી આપણી હેલ્થ માટે નુકશાન કરતાં જ છે પરંતુ આપણે કોઈને કોઈ લીધે જે આ ચા પીવાની આદત બની ચૂકી છે તેના નુકશાનથી બચવા માટે આ ચા બાદ એક ગ્લાસ પાણી પીવાની સારી ટેવને બનાવવી જ પડશે. કે જેથી ચા પીવાના ખરાબ પરિણામથી એ એક ગ્લાસ પાણી આપણને બચાવે.
જો ચા પીવાના નુકશાન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.