📱દોસ્તો, આજના આ ઝડપી યુગમાં ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ચૂકી છે ત્યારે આપણને તેનો ઘણો લાભ મળે છે. દુનિયા ભરની તમામ માહિતી આપણે ઘરે બેઠા જ મિનિટોમાં મેળવી શકીએ છીએ. તે વાતનો આનંદ છે. પરંતુ આ સુવિધા ની સાથે-સાથે આપણે તેનું ઘણું જ નુકશાન પણ ઉઠાવવું પડે છે.
📱આજના સમયમાં નાના-મોટા સૌ આ સ્માર્ટ ફોન અને કમ્પુટરનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. બાળકો ભણવામાં ભલે સાવ નબળા હોય, પરંતુ તે સ્માર્ટ ફોનને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી લેતા હોય છે. એ વાત ને આપણે નકરી ના શકીએ કે આજના બાળકો કમ્પુટર અને સ્માર્ટ ફોનના ઉપયોગથી ખૂબ જ કલેવર બની ચૂક્યા છે. પરંતુ તેના વધારે પડતાં ઉપયોગથી તે ખૂબ જ નુકશાન પણ પહોંચાડે છે. આથી હવે જરૂર એ છે કે આપણે આપણા બાળકોને આ નુકશાન કરતાં એવી ટેકનોલોજીના વ્યસનથી બચાવી લઈએ.
📱એ વાત તો સાવ સાચી જ છે કે આજના આ સમયમાં સોશિયલ નેટવર્કની મદદથી સેકંડોમાં આપણે કોઈ પણ નો કોન્ટેક કરી શકીએ છીએ. આથી જ દરેક પેરેન્ટ્સ પોતાના સંતાનોને બાળપણથી જ મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણોનો ઉપયોગ કરતા શીખવે છે. આજના પેરેન્ટ્સ બન્ને વર્કીંગ હોય છે. આથી પોતાના સંતાનની સેફટી માટે બાળકને પોતાનો જ પ્રાઇવેટ મોબાઈલ અપાવેલો હોય છે કે જેનાથી તે પોતાના બાળકનો કોન્ટેક કરી શકે. અને આમ પોતાના પ્રાઇવેટ મોબાઇલના યુગથી આ બાળકોને તેની હેબિટ (વ્યસન) પડતી જાય છે.
📱આ તો થઈ વર્કીંગ લોકોના બાળકોની વાત પરંતુ આજની ઘણી માતાઓ પોતાના સંતાનને પારણિયામા હોય ત્યારથી જ આ મોબાઈલમા સોંગ સાંભળવી ને સુવડાવતી હોય છે.અને એ ધીરે ધીરે તે મોબાઈલનું વ્યસની બનતું જાય છે. બાળકને ચૂપ કરાવવા માટે જ તેને કલાકો સુધી મોબાઈલ ક્યારેય ના આપો. એ ખૂબ જ ખરાબ વાત છે. આમ પોતાના બાળકોને તમે ખરાબ આદતો તરફ ધકેલી રહયા છો. આગળ જતાં તેના અભ્યાસને પણ અસર પહોંચાડી શકે છે.
📱આજના સમયમાં આપણે આ ટેક્નોલોજી વિના તો ચાલે તેમજ નથી. તે આજના સમયની તાતી જરૂરિયાત છે. અને આનાથી આપણા ઘણા કામો સરળ બન્યા છે. પરંતુ દોસ્તો આ જરૂરીયાત જ્યારે હદથી વધારે સમય લે ત્યારે તે આપણને નુકશાન પહોંચાડે છે. જ્યારે તમે સોશિયલ નેટવર્કિંગ માં ઓવરલોડ ટાઇમ વિતાવો ત્યારે તમને એ ટેક્નોલોજી નું Addict( વ્યસન ) છે તેવું કહેવાય.
📱 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનના એક રિસર્ચ મુજબ એવું જાણવા મળેલું છે કે આ એડિક્ટનો શિકાર મોટા ભાગે નાના બાળકો વિશેષ બનતા હોય છે. અને આ બાળકો પર મોબાઈલ કે ઈન્ટરનેટના રેડીએશનની અસર પણ ખૂબ જ થતી હોય છે. આજના માતા -પિતા પોતાના બાળકોને ખૂબ જ નાની વયથી જ આ મોબાઈલની દુનિયામાં મોકલી દે છે જેમાં બાળક ઈન્ટરનેટ, સોસિયલ નેટવર્કિંગ અને ઓનલાઇન ગેમ્સને જ પોતાની દુનિયા માણી બેસે છે. તો આવા માતા-પિતાએ પોતાના વહાલ સોયા બાળકના હાથમા મોબાઈલ આપતા પહેલા એનાથી થતી માઠી અસાર વિશે પણ જાણી લેવું ખૂબ જ જરૂરી છે.
📱મોબાઇલના અતિ ઉપયોગથી થતી આડઅસર..📱
📱બાળકને પોતાનો બળપણનો મોટા ભાગનો સમય રમત-ગમતમાં વિતાવવો જોઈએ તેના બદલે તે માત્ર એક જ સ્થાને બેસીને મોબાઈલની નાની સ્ક્રીન પર પોતાની નાજુક આંખોને ખરાબ કરે છે અને પોતાના વિકાસને અટકાવે છે. મોબાઈલ પર કલાકો સુધી ગેમ રમવા કે વિડિઓ જોવાથી નાની સ્ક્રીન ખૂબ જ ફોકસ કરવું પડે છે. અને તેનાથી દ્રષ્ટિ નબળી પાડવા લાગે છે. નાની ઉમરમાં જ ખૂબ જ મોટા ચશ્મા, આંખોમાં બળતરા થવી અને માથાનો દુખાવો જેવી તકલીફો થવા લાગે છે.
📱વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનના એક રિસર્ચ મુજબ તો બાળકને આ ટેકનોલોજીના અતિ ઉપયોગથી બ્રેઇન ટયૂમર થવાની પણ પૂરી સંભાવના રહેલી છે. બાળકનું શાળામાં કોઈપણ પ્રવૃતિ કે અભ્યાસમાં ધ્યાન લાગતું નથી. ગમે તે સમયે માત્ર ઊંઘ આવે છે. અને જણે તેને મોબાઈલ વગર એક બેચેની અનુભવે છે.
📱ઘરના સદસ્યોની સાથે મળીને વાતો કરવાનું કે પોતાના દોસ્તોની સાથે આઉટડોર ગેમ રમવાનું તે ટાળે છ. વીડ્યો ગેમની લાલચમાં બાળક ઘણી વખત ખોટું બોલવાની ટેવની પણ વધારે છે. લોકોની સાથે તે જડપથી ભળી શકતું નથી. એક ખચકાટ તેનામાં જોવા મળે છે.
📱જ્યારે જ્યારે તેને મોબાઈલના મળે ત્યારે તેના સ્વભાવમાં ચિડિયા પણુ જોવા મળે છે. એક વિચિત્ર કહી શકાય તેવું વર્તન તેનામાં જોવા મળે છે. તે મોબાઈલથી થોડો પણ દૂર હશે તો પણ તેના જ વિચારો તેને આવતા હોય છે. આમ સમગ્ર રીતે બાળકનો વિકાસ અટકી પડે છે.
📱બાળકના સ્વાસ્થય પર જોવા મળતી અસર 📱
📱મોબાઇલના વિશેષ ઉપયોગથી તેની આંખો નબળી પડે છે. ખૂબ જ નાની વયમાં કમર અને પીઠમાં દુખાવો થાય છે. બાળકના ખભા અને ગરદનનો પણ દુખાવો થવાના ચાંસ રહે છે. બાળક ઓબેસિટી હાઇપરટેન્શનનો શિકાર બને છે. બાળક પોતાનું કોન્સન્ટ્રેશન ખોઈ બેસે છે.
📱માતા-પિતાએ પોતાના બાળકને આ આદતથી બચાવવા શું કરવું..📱
📱સૌથી પહેલા તો જો બને તો મોબાઈલ આપો જ નહીં. અને જો આપો છો તો તેના પર ટાઇમ લિમિટ રાખો. મોબાઈલને કે લેપટોપને લઈને તમે કેટલાક નીતિ નિયમો બનાવી લો, તે નિયમોને બાળક પાસે ફોલો કરાવો.બાળકની સામે તમે પોતે પણ થોડા અનુશાશનમાં રહો. તમે પોતે જો મોડી રાત સુધી મોબાઈલનો યુજ કરશો તો બાળક તમારા નિયમોને તોડશે જ.
📱જ્યારે તમે બાળકને મોબાઈલ આપો છો તો તેના પર પૂરી નજર રાખો કે તે તેમા કેવા પ્રકારના વિડિઓ જોવે છે. ઘણી વખત કોઈ એવા વિડીઓની બાળકના માનસ પર વિપરીત અસર પડે છે.
📱આજના આ હાઇટેક યુગમાં પોતાના બાળકોને સંપૂર્ણ રીતે આ ટેકનોલોજીથી દૂર ના રાખી શકાય. પરંતુ તેને તેની આદત ના થાય તેની તકેદારી તો ચોક્કસ રાખી જ શકીએ.
જો બાળકોને ફોન બતાવવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.