તેવી જ રીતે સફેદ વાળની સમસ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. નાની ઉંમરમાં બિચારો હોય કે બિચારી વાળ સફેદ થવા લાગે છે. શરૂઆતમાં એક કે બે વાળ આવતા હોવાથી તે તોડી નાખતા હોય છે. ધીમેધીમે તે વધતા જાય છે. બહાર નીકળે ત્યારે સફેદ વાળ દેખાય નહીં તેની બીકમાં હેર કલર અથવા ડાઈ કે લાલ મહેંદી કરવા લાગે છે.
તેના સફેદ વાળ છુપાવવા અવનવા પ્રયોગ કરતાં બજારમાં મળતી કેમિકલ વાળી વસ્તુનો ઉપયોગ વધારે છે. કારણ કે બહાર જે પણ પ્રોડક્ટ મળે છે તે એમોનિયા અને અન્ય કેમિકલ્સની બનેલી હોય છે. જેના લીધે બાકી કાળા બચેલા વાળને પણ નુકશાન થાય છે. એકવાર જો વાળ સફેદ થવાના શરૂ થઈ જાય તે પછી દિવસેને દિવસે વધતા જાય છે.
જેથી તેની યોગ્ય સમયે ટ્રિટમેન્ટ કરાવવી જોઈએ. અને તેના માટે પાર્લરમાં કે સલૂનમાં જવાની જરૂર હોતી નથી. તમે ઘરેલું ઉપચાર કરીને પણ વાળને સુંદર, મજબૂત બનાવી શકો છો. જાણો તેની રીત નીચે મુજબ વાળ ઘરે જ કાળા અને લાંબા આ રીતે કરો.
- પહેલા જાણીએ સફેદ વાળ કેમ થાય છે-
વાળ સફેદ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. મોટાભાગે વાળ સફેદ મેલાનિનને કારણે થાય છે. મેલાનિન રંગદ્રવ્ય આપણા વાળના મૂળના કોષોમાં જોવા મળતું હોય છે. અને તે આપણા વાળને કાળા કરવાનું કામ કરે છે. પ્રદૂષણ, અપૂરતો ખોરાક વગેરેને લીધે મેલાનિનનું ઉત્પાદન ઘટવા લાગે છે, ત્યારે વાળ સફેદ થવાના શરૂ થાય છે.
- આમળા કેન્ડી બનાવવાની રીત- અને તેનું સેવન કરવાની રીત.
પહેલા આમળાને ચોખ્ખા પાણી વડે સાફ કરી લો. બીજી બાજુ એક વાસણમાં પાણી ગરમ થવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં આમળા નાખી દો. બરાબર પરપોટા થવા લાગે એટલે ગેસને બંધ કરી દો. થોડી વાર આમળાને બફાવા માટે ઢાંકીને મૂકી દો.
5 મિનિટ પછી આમળાને ગરમ પાણીમાંથી કાઢી લેવા. થોડી વાર પછી ઠંડા થાય એટલે તેમાં ચપ્પા વડે ઠળિયા કાઢી લો. એક આમળાના 4 ભાગ થાય એ રીતે કાપી લો. ત્યાર બાદ તેને આમળાને એક ખાલી વાસણમાં ભરી લેવા. જો તમે એક કિલો આમળા લીધા હોય તો તેમાં 500-600 ગ્રામ ખાંડ નાખવી, અમુક સમયે ખાંડ મોળી હોય છે. તો તેમાં થોડી વધારે લેવી. બીજી 50 અથવા 25 ગ્રામ જેટલી ખાંડનો પાઉડર બનાવી લો. અને તે આમળાની ઉપર નાખો.
હવે આમળાને ઢાંકીને મૂકો દો. બીજા દિવસે જોશો તો બધી ખાંડ સારી રીતે ઓગળી ગઈ હશે અને આમળાના ટુકડા ચાસણી વાળા થઈ ગયા હશે. 2-3 દિવસ આ રીતે આમળા ચાસણીમાં રહેવા દો. દિવસમાં એક વાર જરૂર હલાવવા. ત્યાર બાદ ચાસણી નીતારી આમળાને એક ડિશમાં કાઢી તડકે સૂકવવા માટે મૂકી દો.
થોડા દિવસ આમળાના ટુકડા તડકે રાખી સૂકાઈ જાય એટલે ખાંડનો બનાવેલો પાઉડર હતો તે નાખી રીતે મિક્સ કરી લેવું. તૈયાર છે આમળા કેન્ડી. તેને એક ડબ્બામાં ભરીને મૂકી દો. આખું વર્ષ તમે આમળા ખાઈ શકો છો. દિવસમાં 4-5 ટુકડા ખાવા. તેનો સ્વાદ તમને ભાવશે. આ ગળ્યા આમળા ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક છે. આમળાનું સેવન રોજ ઓછી માત્રામાં કરશો તો નુકસાન થશે નહીં પણ વધારે પડતું સેવન ના કરવું.
આ આમળા કેન્ડી વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આના સેવન બાદ તમે જોઈ શકશો થોડા સમયમાં વાળમાં જરૂર તમને ચેન્જ આવતો જણાશે. અને લાંબા સમય સુધી આનું સેવન તમને આવશ્ય ફાયદો કરાવશે. એક બીજી ટિપ્સ પણ નીચે છે તે જાણી લો.
- વાળ માટે આમળાનો લેપ અને તેનો રસ આ રીતે લગાવો.
આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે આમળામાં ભરપૂર ઔષધિય ગુણો રહેલા હોય છે. તો આમળાનો રસ તમે માથામાં અઠવાડિયામાં બે વાર લગાવો સફેદ વાળ અટકી જશે. સાથે તેનાથી ગ્રોથ પણ થવા લાગશે. જો તમને આમળાનો શુદ્ધ રસ ન મળે તો તેનો પાઉડર બજારમાં સરળતાથી મળી રહેશે. તેનો પ્રયોગમાં પણ અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
આમળા જ નહીં તેના ઠળિયા પણ એટલો જ ફાયદો આપે છે. તેના ઠળિયાને ક્રશ કરીને લેપ તૈયાર કરો. આ લેપને એક મોટા વાસણમાં કાઢી લો અને તેમાં થોડું લીંબું એડ કરો. બરાબર મિક્સ કરી વાળમાં લગાવો. થોડી વાળ રાખી હૂંફાળા પાણીથી વાળ ક્લીન કરી લો.
સૂકા આમળા પણ વાળ માટે ઘણા સારા હોય છે. બજારમાં અથવા તમે ઘરે બનાવેલા પાઉડરમાં મેથીના દાણા મિક્સ કરી ગ્રાઈન્ડરમાં પીસી લો. જેનાથી એક પેસ્ટ તૈયાર થશે. આ પેસ્ટમાં બે ચમચી પાણી ઉમેરો. ત્યાર બાદ તેને વાળમાં લગાવો અને આખી રાત તમે રાખી સવારે હૂંફાળા પાણી સાથે શેમ્પૂનો ઉપયોગ કરી ધોઈ લો. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે, મેથીના દાણા પણ વાળની ગુણવત્તા સુધારવા માટે ઘણા ફાયદાકારક છે. તે ઘણા બધા પોષકતત્વોથી ભરેલા હોય છે. બંને એક સાથે વાળનો વિકાસ કરશે અને વાળને અકાળે સફેદ થવાનું અટકાવી શકશે.
- આમળા અને કોપરેલનું તેલ.
આમળાનું તેલ ખૂબ જ ગુણકારી હોય છે. અને તેમાં જો કોપરેલ ઉમેરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. થોડા આમળાના ટુકડા કરો તેને કોપરેલના તેલમાં બરાબર ઉકાળો. ત્યાં સુધી ઉકાળવા કે આમળાનો રંગ કાળો થાય. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરી શકો છો. જેથી વાળનો રંગ બહુ જલ્દી સફેદ નહીં થાય.
આમળાનો પાઉડર તેનું તેલ વાળ માટે ઘણું ઉપયોગી છે. એ જ રીતે મુરબ્બો, અથાણું અને ગળ્યા આમળાનું સેવન તમે રોજ કરશો તો શરીર માટે તો લાભદાયી છે જ. આ કામ આમળની સિજ્ન માં કરશો તો વધુ સસ્તું અને વધુ સારા આમળા મળી શકશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.