આપણાં ભારતમાં આયુર્વેદનો ખજાનો રહેલો છે જેની અંદર અલગ અલગ દવાઓ અલગ અલગ રોગ માટે કામ કરે છે. બધી આયુર્વેદી દવાઓ કોઈના કોઈ રોગ માટે કારગર સાબિત થતી હોય છે. આજે આપણે તેવી એક ઔષધિ વિષે વાત કરીશું જેના ઉપયોગથી કેટલી સામાન્ય સમસ્યા દૂર થશે અને કેટલીક મોટી સમસ્યા પણ દૂર કરી શકે છે. આજનો આ દોડતો યુગ તેની સાથે કેટલી નવી નવી બીમારી લાવ્યો છે. આ બધી જ સમસ્યાને દૂર કરવાની ક્ષમતા આપણાં આયુર્વેદમાં મળી આવે છે.
આપણે જે ઔષધિ વિષે વાત કરીશું તે ઘણા વષોથી દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઔષધિ વધારે પેટમાં થતી સમસ્યા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઔષધિને અરણીના નામથી જાણવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે, અરણીના પાન, ફળ, ફૂલ અને તેની ડાળીઓ દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અરણીના બે રૂપ હોય છે એક છે નાની અરણી અને બીજી છે મોટી અરણી. મોટી અરણી પહાડી વિસ્તારમાં વધારે જોવા મળે છે. પણ ગુજરાતમાં નાની અરણી વધારે જોવા મળે છે તેથી તેનો ઉપયોગ કરવો અને તેના ઉપયોગ વિષે પૂરી માહિતી આપીશું.
- કફની સમસ્યા-
થોડા અરણીના મૂળને 100ml પાણીમાં મિક્સ કરીને ગેસ પર ઉકાળો. થોડી વાર ઊકળે પછી તેની અંદર 30 થી 35 ગ્રામ ગોળ મિક્સ કરો. અને ગોળ ઓગળે પછી તેને ગાળીને તેનું સેવન કરવો. આ કાર્ય નિયમિત સાત દિવસ સુધી સવારે નાસ્તો કર્યાના એક કલાક પછી કરવું થોડા દિવસમાં કફ નીકળવા લાગશે.
- વજન ઓછો કરવા-
અરણીમાં રહેલા ગુણ વજન ઘટાડવા માટે ખાસ કામ કરે છે. અરણીના મૂળ અને તેની છાલ બંને વજન ઓછો કરવામાં મદદ કરે છે. અરણીના મૂળમાં રહેલી છાલ અને મહેંદીના મૂળની છાલ બંને 2 થી 3 ગ્રામ લેવી અને મિક્સ કરી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી ઉકાળો. 5 થી 7 મિનિટ ઉકાળી તેને એક ગ્લાસમાં ગળી લેવું. તે ઠંડુ પડે પછી તેની અંદર એક ચમચી મધ મિક્સ કરવું. સવારે કઈ પણ ખાધા પીધા વગર ધીરે ધીરે આ ઉકાળાનું સેવન કરવું. ધીરે ધીરે ચરબી ઘટવા લાગશે અને વજન પણ ઓછો થશે.
- સોજો મટાડવા-
શરીરના બહારના ભાગમાં કોઈ પણ જગ્યાએ સોજો છે તો, તેની માટે અરણી વધારે ફાયદાકારક રહે છે. અરણીના પાનને વાટીને પીસી લેવા પછી તેને સોજા વાળા ભાગ પર લગાડી તેની ઉપર પટ્ટી બાંધી દેવી થોડા દિવસમાં સોજો ઉતારવા લાગશે અને દુખાવો દૂર થવા લાગશે. અરણીના થોડા મૂળ લઈ તેને 100ml પાણીમાં મિક્સ કરી તેને ગેસ પર ઉકાળો. તે ઉકાળો થોડો ઠંડો પડે પછી તેને દિવસે અને રાત્રે એક વાર પીવો. તેનાથી પેટનો દુખાવો, પેટનો સોજો મટાડવામાં મદદ કરે છે.
- કબજિયાતની સમસ્યા-
જે લોકોને કબજિયાતની સમસ્યા વધારે સમયથી છે તેની માટે આ ઉકાળો ખુબજ ફાયદાકારક રહે છે. સૌથી પહેલા અરણીના પાન 4 ગ્રામ 4 ગ્રામ હરેડ અને 300ml પાણી લેવું આ બધી વસ્તુ મિક્સ કરીને ગેસ પર ગરમ કરવા રાખો. આ પાણીને 5 થી 8 મિનિટ ઉકાળો પછી તેને ગાળીને એક બોટલમાં ભરી લો, પછી તેમાથી 25 થી 35ml ઉકાળો સવારે અને સાંજે પીવું. થોડા આ ઉકાળો નિયમિત દિવસમાં બે વાર પીવો થોડા દિવસમાં કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી જશે.
આવી રીતે 30 થી 40 ગ્રામ અરણીના મૂળને 700ml પાણીમાં મિક્સ કરી 10 મિનિટ જેટલો સમય ઉકાળો. પછી તે ઉકાળાને એક બોટલમાં ભરી લેવો અને તેમાથી સવારે અને સાંજે 25 થી 35ml ઉકાળો પીવો. નિયમિત આ કાર્ય કરવાથી પણ કબાજીયાતની સમસ્યાથી રાહત મળવા લાગશે.
- કિડનીમાં રહેલી પથરી-
પેશાબના માર્ગમાં થતી બધી સમસ્યા માટે અરણીનો ઉપયોગ સૌથી બેસ્ટ માનવમાં આવે છે. પથરીની સમસ્યા માટે અરણી સૌથી કારગર રહે છે. પથરી રહેલી હોય તો, નિયમિત સવારે અને સાંજે એક ગ્લાસ તાજી છાશની સાથે અરણીના બી નું બનેલું ચૂર્ણ પોણી ચમચી મિક્સ કરીને પીવી. થોડા દિવસમાં પથરીથી રાહત મળી જશે અને પેશાબના માર્ગેથી પથરી બહાર આવી જશે. આગળ ક્યારે પણ પેટમાં પથરીની સમસ્યા થશે નહીં.
અરણી બીજા ઘણા રોગ માટે કારગર સાબિત થાય છે તેની માહિતી જાણવા માટે અમને કોમેન્ટમાં જણાવો. અરણીના બીજા ફાયદાઓ જાણવા માટે આ આર્ટીકલનો “ભાગ-2” લખી અમને કોમેંટમાં જણાવો. અમે જરૂર તેનો બીજો ભાગ લખીને આપ સમક્ષ રજુ કરીશું. (ઉપરના તમામ ઉપયોગો ઈન્ટરનેટ અને બુક્સની માહિતી લઈને લખેલી છે.)
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.