વાનગીને સુગંધીત અને ટેસ્ટી બનાવવા માટે આપણે રસોડામાં દરેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરીએ છીએ. અને સામાન્ય રીતે આપણા કિચનમાં રહેતા મરી મસાલાઓ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેમાંથી એક વસ્તુ એવી છે કે જેમાં અદ્દભૂત ગુણો રહેલા છે. સાંધાના દુખાવાથી માંડીને પેટમાં થતા દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. તેનું નામ છે હિંગ.
હિંગ માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી શકે છે. હિંગ ઘેરા લાલ કે ભૂરા રંગની હોય છે. હિંગનો ઉપયોગ મસાલા રૂપે કરવામાં આવે છે પણ આજે અમે તમને આ જણાવિશું કે હિંગના માત્ર લેપ લગાવવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે અને લેપ કેવી રીતે ઘરે બેઠા બની શકે છે.
હિંગ અને ગરમ પાણીનો લેપ- ઘણા લોકોને વજન ઉચકવામાં આવે તો ઘણી વખત નાભિ ખસી જતી હોય છે. જેને આપણે નાભિ ખસી કહીએ છીએ. તે સમયે તમે હિંગ અને પાણીનો લેપ અસરકારક નીવડે છે. ગરમ પાણીમાં થોડી હિંગ મિક્સ કરીને તેનો એક લેપ તૈયાર કરવો અને તે લેપને નાભિ એટલે કે દૂંટી પર લાવવો. યાદ રહે કે નાભિની આજુબાજુ લગાવી તેના પર હળવા હાથે માલિશ કરવી. આ પ્રયોગથી તમને દુખાવો થતો હશે તેમાં પણ રાહત મળશે.
હિંગ અને ગરમ પાણીના ફાયદા- ઘણી વખત સારી રીતે દાંત સાફ કરવા છતાં દુખાવો થતો હોય છે. તેના માટે હિંગને ગરમ પાણીમાં નાખી થોડી ઉકાળી લેવી. પછી હુંફાળા પાણીના કોગળા કરવા. દુખાવામાં રાહત મળશે. હિંગમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી-બાયોટિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે. જેથી તે પેઢામાંથી નીકળતા લોહીને બંધ કરશે સાથે દાંત દુખવા પણ નહીં દે.
હિંગ અને દેશી ઘી- બાળક નાનું હોય ત્યારે તે બોલી શકતું નથી. માટે તેનો ઉપચાર કરવો પણ ઘણી વાર અઘરો પડી જતો હોય છે. પરંતુ આપણા દાદી-નાની કહેતા હોય છે કે નાના બાળકને વારંવાર ગેસ થવાની સમસ્યા રહેતી હોય છે. તેને દૂર કરવા માટે હિંગ પેટ પર લગાવામાં આવે છે.
ઘણી વાર થોડી હિંગને ગરમ કરી દેશી ઘી મિક્સ કરવું અને તેને પેટ પર લાગવવી તરત ગેસ ઓછો થઈ જશે. બાળક રમવા પણ લાગશે.
પેટ ફુલવાની સમસ્યા- ઘણાનું પેટ ફુલી જતું હોય છે. તેના માટે તમે હિંગમાં સરસવનું તેલ મિક્સ કરી આ મિશ્રણ ગરમ કર્યા બાદ પેટ પર લગાવું. પેટ પર માલિશ એ રીતે કરવી જેથી ગેસ નીચે ઉતરવા લાગે. ઉપરથી નીચેની તરફ માલિશ કરવી.
આ રીત જો તમને છાતીમાં પણ બળતરા થતી હોય તો તમે છાતીમાં પર લગાવી શકો છો. છાતી પર લગાવતા નીચેની સાઈડ એટલે કે પેટ તરફ આવવું. અને તેના પર લગાવવું. જેથી તમને બળતરા ધીમેધીમે ઓછી થતી જશે.
હિંગમાં સૌથી મોટો ગુણ રહેલો છે પેટમાં સોજો અથવા ગેસ થયો હોય તો મટાડવો. તે પેટમાં એસિડ પ્રોડક્શનને સારી રીતે કંટ્રોલ કરી શકે છે. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો હિંગને તમે ધીમેધીમે પેટ પર ઘસો તેનાથી ગેસ છુટો પડશે અને ગેસ પણ બેસી જશે.
મહિલાઓની સમસ્યા અને હિંગ- ઘણી મહિલાઓને માસિકધર્મ વખતે પેટમાં સખત દુખાવો થતો હોય છે. તો કેટલીક મહિલાના પીરીયડ્સ અનિયમિત હોય છે. તેના માટે હિંગ એક પ્રાકૃતિક બ્લડ થિનર હોય છે. જેનાથી લોહીના પ્રવાહને સરળ બનાવે છે. અને પેટમાં માસિક ધર્મના દુખાવામાં રાહત અપાવે છે. દરેક મહિલા આ નીચે કહેલો પ્રયોગ કરે તો ઘણો ફાયદાકારક સાબિત થશે.
મહિલાઓએ કરવાનો પ્રયોગ- એક ચપટી હિંગ લો. પછી દેશી ઘી ગરમ કરો, તેમાં એ હિંગ એડ કરો. બરાબર મિક્સ કરી તેની નાભિ પર માલિશ કરો. યાદ રહે કે હળવા હાથે માલિશ અને વધારે માલિશ ન કરવી. પીરિયડ્સ ની સમસ્યામાં થશે ખૂબ ફાયદાઓ.
આ રીતે પેટને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો હિંગ અને સરસવનું તેલ મિક્સ કરીને પેટ પર લગાવવું. તમારા પેટ માટે ઘણું લાભદાયક સાબિત થશે.
કેવી હિંગ વાપરવી – બજાર માં મળતી આજકાલ હિંગ ઓછી ગંધ વાળી અને ડુપ્લીકેટ હોય છે, માટે સારી કંપનીની અને સારી ગુણવત્તા વાળી જ હિંગ વાપરવી. તેનાથી પરિણામ ખૂબ સારું મળશે.