જો તમારી ફેન્ડ્ કોઈ કંપનીની ક્રિમ લાવી જેનાથી તેના ચહેરા પર રહેલા ડાઘ અથવા ડાર્ક સર્કલ દૂર થઈ ગયા તો જરૂરી નથી કે તમને તે કંપનીની ક્રિમ શૂટ થાય. ઘણી વખત તે જ ક્રિમથી તમને સાઈડ ઈફેક્ટ પણ થતી હોય. તો નેચરલ ક્રિમનો ઉપયોગ કરી સ્કિનને લગતો જે કોઈ પણ પ્રોબ્લેમ છે, તેને સરળતાથી દૂર કરી શકો છો.
તેમાંથી એક છે નાગરવેલના પાંદડા. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ પાનના પત્તાથી સ્કિનને લગતી ઘણી સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ આ પાંદડાં આપણી સ્કિન માટે કેવી રીતે ફાયદાકારક છે.
- ખીલના કારણે આવતો સોજો-
ચહેરા પર અમુક સમયે નાની-નાની ફોડલી અથવા ખીલ થતાં ચહેરા પર થોડાં સોજા જેવું દેખાવા લાગશે. ત્યાં હાથ મૂકીએ ત્યારે આપણને સામાન્ય દુખાવો પણ થતો હોય છે. આર્યુવેદમાં તેના ઘણાં ગુણ રહેલા છે. નાગરવેલના પત્તામાં એન્ટિ-ઈંફ્લેમેટરી, ફ્લેવોનોઇડ્સ જેવા ગુણ રહેલા હોવાથી ચહેરા પર સોજા જેવું લાગતા તેના પર લગાવવાથી તમને સોજો ધીમેધીમે ઓછો થતો જણાશે.
- દેખાતી ઉંમર અને વધતી ઉંમરને અટકાવશે આ પાન.
કોઈપણ વુમન હોય તે મોટી ઉંમરની થતાં તેના ચહેરા પર કરચલી અને કેટલીક સ્કિનની સમસ્યા થતી જોવા મળે છે. ઘણી વુમનને તો નાની ઉંમરમાં ચહેરા પર ઘણી કરચલી થતી હોય છે અને તે નાની ઉંમરમાં આધેડ દેખાવા લાગે છે. ચહેરા પર કરચલી થવાનું કારણ સ્કિનની ઈલાસ્ટિસિટી ઓછી થવી. તેના માટે પણ તમે નાગરવેલના પાંદડાનો ઉપયોગ કરી શકશો. જે ત્વચાને બ્યુટીફૂલ બનાવશે.
- ડાર્ક સ્પોર્ટ્સને દૂર કરવા માટે કરો આ પાનનો ઉપયોગ
કામનો સ્ટ્રેસ, ખાવા-પીવાનું સમયસર ન લેતા, અપૂરતી ઉંઘના કારણે, અથવા ફોડલી કે ખીલ ફૂટી જાય તે જગ્યા પર ડાર્ક સ્પોર્ટ્સ થતાં હોય છે. જેને દૂર કરવામાં નાગરવેલના પત્તા ખૂબ જ મદદ કરશે. કારણ કે તેમાં એન્ટિ બેક્ટેરિયલ એજન્ટ રહેલા હોય છે. જેના કારણે ચહેરા પર પડેલા દાગ ધબ્બા ગાયબ થવા લાગશે.
- એલર્જી થવી, ખંજવાળ આવવી અને સ્કીન પર થતી બળતરા-
તમારી સ્કીન સેન્સેટિવ છે અને કોઈ પણ વસ્તુની તમને જલદી એલર્જી થઈ જાય છે તો. આ નાગરવેલના પત્તા જરૂર તમને રાહત આપશે. પાનના થોડા પત્તા લઈ તેને ગરમ પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ તેનાથી સ્નાન કરવું. તેનાથી હાથ-પગ પર ખંજવાળ આવતી બંધ થઈ જશે. કારણ કે તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિનમાઈક્રોબિયલ ગુણ રહેલા છે.
જેના કારણે શરીર પર વારંવાર થતાં ચકામા, એલર્જી અને ખંજવાળ જેવી તકલીફમાં રાહત આપશે. ગરમીની સિઝનમાં અમુક જાતના કપડાં પહેરવાથી પણ શરીર પર લાલ ચકામા અથવા ઝીણી ઝીણી ફોડલી થતી હોય છે. તે લોકો માટે આ પત્તા અકસીર ઈલાજ માનવામાં આવે છે. શરીરમાં જે જગ્યા પર એલર્જી કે રેશિશ થયા હોય ત્યાં પાંદડા ઘસવાથી આરામ મળશે.
- આ રીતે ઉપયોગ કરો નાગરવેલના પાનના પાંદડાનો
1- આ પાંદડાની સૂકવણી કરી તેનો પાઉડર બનાવી એક બોટલમાં ભરી લો. જ્યારે જરૂર પડે ત્યારે આ પાઉડરને એક ચપટી હળદર અને મધ સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો.
2- ઉનાળામાં મોટા ભાગના લોકોને ખીલની સમસ્યા થતી હોય છે, તેમાં ખાસ કરીને જેની ઓઈલી સ્કિન હોય તેને વધુ પ્રોબ્લેમ હોય છે. તેના માટે એક કપ પાણીમાં થોડા પાન ઉકાળવા પાણી ગ્રીન કલરનું થાય પછી ગાળી લેવું. અને તે પાણીથી ચહેરો સાફ કરવો. આમ કરવાથી ખીલની સમસ્યા ઓછી થઈ જશે.
3- તમે આ પાંદડાથી ફેસ પેક પણ બનાવી શકો છો. તેના માટે પાંદડાનો પાઉડર, મુલતાની માટી, ગુલાબ જળ અને ચણાનો લોટ આ બધી વસ્તુ મિક્સ કરી પેક બનાવો. ત્યારબાદ ફેસ પર લગાવવી. ચણાનો લોટ ન હોય તો તેના બદલે હળદર પણ યુઝ કરી શકો છો.
4- શરીર પણ ખંજવાળ આવતી હોય તો આ પાંદડાના પાણીથી સ્નાન કરવાથી રાહત અનુભવશો.
- નાગરવેલના પાનનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો-
1. નાગરવેલના પાનનો ઉપયોગ કર્યા પછી અચૂક મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો.
2.જો તમારી સ્કિન સંવેદનશીલ છે તો તેનો ઉપયોગ પહેલા હાથના થોડા ભાગ પર કરો અને ત્યાર બાદ જ ચહેરા પર કે અન્ય જગ્યા પર લગાવો.
3.જો તમે પાનનું પેક લગાવ્યું હોય અથવા કોઈ બીજી રીતે ઉપયોગ કર્યો છે અને તેનાથી એલર્જી થાય છે. તો તેને યુઝ કરવાનું બંધ કરી દો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.