આ વનસ્પતિનું નામ છે ભોરીંગણી. તેના બીજા અનેક નામ પણ છે. જેમકે કણટકારી,બૃહતી જેવા બીજા નામ પણ છે. ભોરીંગણી બધી જગ્યાએ આરામથી મળી આવતી વનસ્પતિ છે. ભીરીંગણી નો વેલો જમીન પર પથરાયેલો હોય છે. તેની ડાળી કાંટાળી હોય છે. પાન પણ કાંટાવાળા વાળા હોય છે. આ છોડ કાંટા હોવાથી તેને આસાનીથી અડી શકવું મુશ્કિલ છે. તેથી તેને દુરસ્પર્શી પણ કહેવામાં આવે છે. તેના પર જાંબલી રંગના ફૂલ આવે છે. આ છોડ પર સોપારી જેવા નાના-નાના ફળ આવે છે. જયારે ફળ કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકે ત્યારે પીળા રંગના થાય છે. ભોરીંગણી અનેક પ્રકારના ઔષધીય ગુણ ધરાવે છે.
ઉધરસ- 20 થી 25 મિલી ભોરીંગણી ઉકાળાનું સેવન રોજે કરવાથી શ્વાસને લગતી તમમાં બીમારીઓ દુર થશે. ભોરીંગણીના ફૂલને સુકવી તેનું ચૂર્ણ બનાવી લેવું પછી થોડા મધ સાથે તેને મિક્સ કરી અને ચાટવાથી જુનો કફ દુર થાય છે. જો બાળકોને પણ ચટાડવાથી તેની ઉધરસ દુર થાય છે. ભોરીંગણીના મૂળને ઉકાળી મધ સાથે પીવાથી પણ ઉધરસ દુર થાય છે.
ઉલ્ટી- જયારે બહારની વસ્તુ ખાવાથી પેટ ખરાબ થવાના લીધે ઉલ્ટી થાય છે. તેના માટે ભોરીંગણી એક ચમત્કારિક ઔષધી છે. ભોરીંગણી ના રસમાં થોડું મધ મેળવી પીવાથી ઉલ્ટી તરત જ બંધ થાય છે. ભોરીંગણી,ગાળો આ બન્ને વસ્તુનો ઉકાળો બનાવી લેવો તેમાં થોડું મધ મેળવી પીવાથી પણ ઉલ્ટી બંધ થાય છે.
તાવ- ભોરીંગણીના મૂળ,કડવું કરિયાતું અને સુઠાનો ઉકાળો પીવાથી તાવ ઓછો થવા લાગે છે. ભોરીંગણીના મૂળ,સુઠ,ગાળોના ઉકાળામાં થોડું મધ મેળવી પીવાથી પણ તાવ ઉતરવા લાગે છે. ભોરીંગણી છાલનું ચૂર્ણ બનાવી 2 ગ્રામ કે તેથી ઓછી માત્રામાં લેવાથી હદય સંબંધિત બીમારી દુર થાય છે. ભોરીંગણીના મૂળનો ઉકાળો દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી હેડકી દુર થાય છે.
અસ્થમા- ભોરીંગણી મુળ,આમળા,ધોળું જીરું મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવવું આ ચૂર્ણને મધ સાથે લેવાથી અસ્થમા દુર કરવામાં મદદ કરે છે. ભોરીંગણી ના ફળનો ઉકાળો બનાવવો તેમાં થોડી હિંગ અને સિંધાલુ મીઠું મિક્સ કરી પીવાથી પણ ભયંકર અસ્થમા દુર થાય છે.
વાળો- ભોરીંગણી ના મૂળને વાટીને ખંજવાળ આવતી જગ્યાએ આ લેપ લગાવવો તેનાથી આરામ મળે છે. ભોરીંગણી ના મૂળને પીપળાના પાન સાથે વાટી વાળાના ફોલ્લા પર લગાવવાથી વાળામાં આરામ મળશે.
કફ- ભોરીંગણી ના છોડને મૂળ સહીત ઉખાડી ને તડકામાં સુકવી દેવો સુકાય ગયા બાદ તેના નાના-નાના ટુકડા કરી લેવા આ ટુકડાને એક પોટલીમાં બાંધીને મગની સાથે બાફી લેવા તેનાથી તેના બધા ગુણ મગમાં આવી જશે પછી મગનો વઘાર કરી તેને ખાવાથી જૂનામાં-જુનો કફ પણ દુર થશે.
પેટનો દુખાવો- બહારનું ખાવાથી અથવા કાઈક આડું-અવળું ખાઈ લેવાથી પેટનો દુખાવો થાય છે. પેટના દુખાવાના બીજા પણ ઘણા કારણ છે. ભોરીંગણીના ફળ માંથી બીજ કાઢી તેને છાશમાં પલાળવા અને ઉકાળવા તેમાંથી કાઢીને તેને બરાબર સૂકવવા અને મીઠાના પાણીમાં આખી રાત પલાળવા ત્યાર બાદ તેને ઘી માં બરાબર તાળી લેવા અને જયારે પેટનો દુખાવો થાય ત્યારે ખાવા તેનાથી પેટના દુખાવામાં તુરંત ફાયદો જોવા મળશે.
માથાનો દુખાવો- આજકાલ બધા વ્યક્તિને કામના ટેન્શનના લીધે માથાનો દુખાવો સામાન્ય રીતે જોવા મળે છે. તેને દુર કરવા માટે ભોરીંગણી નો લેપ બનાવી માથા પર લગાવવાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે.
દાંતનો દુખાવો – દાંત દુખતા હોય અથવા પેઢા ચડી ગયા હોય કે મોઢામાં રસી થઈ હોય અથવા પાયોરિયા જેવી બીમારીને દુર કરવામાં પણ ભોરીંગણી એક મહત્વનો ભાગ ભજવે છે. ભોરીંગણી ના બીજ નો ઉપયોગ કરવાથી આ બધી સમસ્યા દુર થાય છે. ભોરીંગણીના ફળનું ચૂર્ણ બનાવી તેનો ધુમાડો કરવો તેને મોઢામાં હુકો પિતા હોય તેવી રીતે લેવાથી દાંતને લગતી બધી સમસ્યા દુર થાય છે. (આ ઉપાય કોઈ જાણકાર ની નિગરાની હેઠળ કરવો જેથી યોગ્ય રીતે થઇ શકે)
આંખોની બીમારી- ભોરીંગણી ના પાન લઈ તેનો લેપ બનાવવો તેને આંખ પર બાંધવાથી આંખો દુખવી,આંખો લાલ થવી કે આંખો માંથી પાણી આવવા જેવી આંખોને લગતી સમસ્યા દુર થાય છે. આ લેપ આંખમાં નથી નાખવાનો. તેનું ધ્યાન રાખજો.. આંખો પર લેપ લગાવવાનો છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં થેંક્યું કે ગુડ લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.