શીયાળામાં જો ખાનપાનનું વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે તો તમે શિયાળાની ઠંડીથી શરીરને બચાવી શકો છો. તમે બધા સવારમાં અંકુરીત ચણાના સેવનના ફાયદા વિશે તો જાણતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે શરદીની ઋતુમાં ચણાના સુપનું સેવન તમને ઠંડી તેમજ તેનાથી થતી સમસ્યાથી બચાવે છે!
કાળા ચણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.ખાસ કરીને શીયાળામાં કાળા ચણા વધુ લાભદાયી સાબિત થાય છે. કાળા ચણાની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં કાળા ચણાનું સેવન શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત કાળા ચણામાં ઘણા પોષક તત્વો રહેલા છે.
એવામાં શિયાળાની ઋતુમાં કાળા ચણાનું સૂપ પીવામાં આવે તો તે તમને અનેક રીતે ઉપયોગી બને છે અને ઠંડીના દુષ્પ્રભાવથી પણ બચાવે છે. આ સૂપ ખુબ જ સ્વાદિષ્ટ રહે છે જેના કારણે બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ આવે છે.
- કાળા ચણાનું સૂપ બનાવવા માટે જરૂરી સામગ્રી
અડધો કપ ઉકાળેલા ચણા, 1 કપ ચણાનું વધેલું પાણી, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી શુદ્ધ દેશી ઘી, અડધી ચમચી સેંકેલા જીરાનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર
- કાળા ચણાનું સૂપ બનાવવાની રીત
રાત્રે ચણાને ધોઈને ગરમ પાણીમાં પલાળી દેવા. ત્યાર બાદ બીજા દિવસે તે ચણાને ઉકાળી લેવા. હવે ચણામાંથી પાણી અલગ કરી લેવું. ઉકાળેલા ચણાને મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાવી લેવી. ચણાના બચેલા પાણીને ફરીથી ઉકાળવું. એક ઉકાળો આવે ત્યાં સુધી આ પાણીને ઉકાળવું. ત્યાર બાદ તેમાં મિક્સરમાં પીસેલા ચણાની પેસ્ટ ઉમેરી દેવી.
હવે એક પેન અથવા તપેલીમાં 1 ચમચી દેશી ઘી ગરમ કરવા માટે મુકવું. ઘી ગરમ થયા બાદ તેમાં કાળા મરીનો ભૂકો અને જીરું ઉમેરવા. ત્યાર બાદ તેમાં ચણાના પાણી અને પેસ્ટના મિશ્રણને ઉમેરવું. તેને એક મિનીટ સુધી બરાબર હલાવી ઉકાળવું. હવે ગેસ બંધ કરવો અને શીયાળામાં ગરમા ગરમા સુપની મજા લેવી.
(1) લોહીની ઉણપ નથી થતી – કાળા ચણામાં ખુબ જ આયરન હોય છે જેના કારણે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ થતી નથી. આ સાથે જ કાળા ચણાના સુપનું સેવન તમને લોહીની ઉણપથી થતા એનીમિયા જેવા ગંભીર રોગથી પણ બચાવે છે.
(2) ડાયાબીટીશ માટે – ડાયાબીટીશના દર્દીઓ માટે કાળા ચણાનું સૂપ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કાળા ચણાના સુપનું સેવન શરીરમાં સુગર લેવલને સંતુલિત રાખે છે. જેથી ડાયાબીટીશના દર્દીઓને રાહત મળે છે.
(3) કોલેસ્ટ્રોલ ઘટાડે છે – ચણામાં રહેલા લો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ અને ફાયબર હોય છે. તેથી કાળા ચણાનું સૂપ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.
(4) સાંધાના દુઃખાવામાં રાહત – આ ઉપરાંત કાળા ચણાનું સૂપ સાંધાના દુઃખાવા અને ગઠીયાના દુઃખાવા માટે પણ લાભદાયી છે. તેમજ કાળા ચણાનું સૂપ પીવાથી કમર, પીઠ અને માંસપેશીઓના દુઃખાવા આરામ મળે છે.
(5) વજન ઘટાડે છે – કાળા ચણામાં ફાયબર ભરપુર માત્રામાં રહેલું છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જેનાથી તમે ઓવર ઇટીંગથી પણ બચી જશો. માટે જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગે છે તેમણે પોતાની ડાઈટમાં કાળા ચણાના સૂપનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.