આજે તમને એવી એક ઔષધી વિશે જણાવીશું કે જેનાથી થશે ચોકાવનારા ફાયદા આ ઔષધી લગભગ બધા રસોડામાં રહેલી હોય છે. જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. અમે વાત કરીએ છીએ કાળામરી ની જેના ઉપયોગ થી થશે મોટી-મોટી બીમારીઓ દુર.. આવો જાણીએ કાળામરી ના ઉપયોગ વિશે થોડી માહિતી. કાળા મરી પેટની સમસ્યાની સાથે સાથે શરીરમાં આવનારી મોટી બીમારી માટે પણ ફાયદાકારક થાય છે.
કાળામરી થી અપચા, કબજિયાત જેવી નાની બીમારી તો દુર થાય જ છે પણ કેન્સર જેવી મોટી બીમારી પણ દુર થાય છે. જો તમે કાળામરી નો ઉપયોગ રોજે કરવા લાગો તો તમારા શરીરમાં ફેરફાર જરૂર જોવા મળશે. પેટને લગતી સમસ્યા દૂર કરવા મરીનો ઉપયોગ કરવો જોઈએ ચાલો જાણીએ મરીના બીજા શું શું ફાયદા થાય છે.
બે ચમચી દહીં લઈ અને તેમાં અડધી ચમચી મરી પાવડર નાખવો આ બન્નેને મિક્સ કરી અને ચહેરા પર એક મિનીટ સુધી હળવા હાથે મસાજ કરવું અને પછી ઠંડા પાણી થી ચહેરો ધોઈ લેવો આ સ્ક્રબ તમારી ડલ સ્કીન દુર કરશે અને બ્લડ સરક્યું લેશન વધારશે તેનાથી તમારા નિખારમાં વધારો થશે. આ સ્ક્રબનો ઉપયોગ પહેલા હાથ પર કરવો અને જો થોડી બળતરા થાય તો બરફ ઘસવો જોઈએ. આ સ્ક્રબ આંખો અને નાકથી થોડું દુર રાખવું જોઈએ.
ઘણા લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા હોય છે, અથવા જીભમાં સ્વાદ આવતો નથી આવા લોકોને મરી ના બે દાણા ખાવા જોઈએ આમ કરવાથી તમારી ભૂખ ઉઘડશે. મરી ના દાણાનો ભુક્કો કરી અને ગોળ સાથે મેળવી અને ખાવાથી જીભનો સ્વાદ બદલશે અને ભૂખ પણ લાગવા માંડશે પણ આ ઉપાય તમારે 10 થી 15 દિવસ સુધી કરવો પડશે. એક ગ્લાસ પાણીમાં લીંબુ અને અડધી ચમચી મરી પાવડર નાખી પીવાથી પણ ભૂખ લાગવા માંડશે.
જે લોકોના દાતમાં કે પેઢામાં લોહી નીકળતું હોય તો મીઠું અને મરી પાવડર સરખા ભાગે લઈ અને તેમાં 3 થી 4 ટીપા પાણી નાખવું અને બરાબર મિક્સ કરી દાંત અને પેઢા માં ઘસવું આ પ્રયોગ કરવાથી લોહી નીકળતું બંધ થશે અને દાંત પણ ચોખ્ખાં થવા લાગશે. વધુ પ્રમાણમાં ના ઘસવું નહિ તો, પેઢા ઘસાઈ જશે. હળવા હાથે અને થોડી વાર જ ઘસવું.
કાળામરી ભૂખ વધારવાની સાથે-સાથે વજન પણ કંટ્રોલમાં રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભૂખ લાગે તો ખોરાક વધી જાય છે તો વજન કેમ ઓછો થશે. પણ એક રીસર્ચ માં આ સાબિત કરવામાં આવ્યું છે કે મરીનું જે બહારનું પડ હોય છે તે શરીરમાં ચરબી જમા થવા દેતું નથી અને મરીથી ખોરાકનું બરાબર પાચન થાય છે. આથી ખોરાક ભલે વધે પણ કાળામરી નું સેવન કરવાથી તમારા વજન ઉપર તમારો કંટ્રોલ રહેશે. કાળામરી નું સેવન જો રોજે સવારે ખાલી પેટે કરવામાં આવે તો માણસ માનસિક રીતે સ્ટ્રોંગ બને છે અને ટેન્શન ફ્રી રહે છે.
તમે ઘરે જે પણ ખાવાનું બનાવો જેમકે દાળ, શાક, સલાડ જેવી વસ્તુમાં મરી નાખવા જોઈએ પણ જયારે જમવાનું બની જાય પછી નાખવું જોઈએ આમ કરવાથી જમવાનું પચી જાય છે અને અપચા જેવી તકલીફ થતી નથી. જયારે તમે સલાડ બનાવો ત્યારે મીઠું નાખવાની જગ્યાએ થોડો મરી નો પાવડર નાખવો જોઈએ. કાળામરીના નાના-નાના દાણા આપણને કેન્સર જેવી મોટી બીમારીથી લાડવામાં મદદ કરે છે. મરીમાં મળતું પર્પરીન કન્ટેન્ટ કેન્સરને રોકવામાં મદદ કરે છે.
જેને તેનો અવાજ મીઠો બનાવવો હોય તેને થોડા મરીના દાણા લેવા અને તાવડી પર ધીમા તાપે શેકવા પછી તેનો પાવડર બનાવવો પછી એક ચમચી મધ અને અડધી ચમચી મરી પાવડર મિક્સ કરી રોજે જીભથી ચાટવું આમ કરવાથી અવાજ મધુર બનશે અને કફ જેવી સમસ્યા પણ દુર થશે.
જે લોકો ને કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં પ્રોબ્લમ થતી હોય તો તેને રેગ્યુલર મરી અને મધનું સેવન કરવું જોઈએ. મરીમાં રહેલી પર્પરીન કન્ટેન્ટ મગજમાં થતા કેમિકલ ને રોકે છે. એટલે આપણી યાદ રાખવાની ક્ષમતા વધે છે એટલે જે લોકો વાતને ભૂલી જાય છે તેવા લોકોને રોજે મરીનો ઉપયોગ કરવો જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.