👉 સંચળ એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં સરળતાથી મળી રહે છે. તેને આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબજ ગુણકારી માનવામાં આવે છે. રોજ સંચળનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. કહેવાય છે કે સંચળમાં 80 પ્રકારના ખનીજ હોય છે. તેના સેવનથી તમે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બીપી, ડિપ્રેશન, પેટને લગતી કોઈપણ તકલીફ સહેલાથી દૂર કરી શકો છો.
👉 તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ પણ રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં એક ચપટી સંચળ નાખીને તેનું સેવન કરશો તો સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થશે.
👉 સંચળમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. જે સાદા મીઠા કરતાં વધુ ગુણ કરે છે. તો ચાલો નજર કરીએ તેના સંચળનું પાણી પીવાથી થતાં ફાયદા પર.
👉 ડાયાબિટીસ- ડાયાબિટીસના દર્દીને ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે જો તમે સંચળનું સેવન કરશો તો ડાયાબિટીસને સારી રીતે કંટ્રોલ કરી શકશો.
👉 વાળ માટે- જો તમારે વાળને સ્વસ્છ રાખવા હોય તો સંચળનો ઉપયોગ કરી શકો છો. કાળા મીઠામાં ક્લીન્ઝિંગ અને એક્સફોલીયેટિંગ રહેલું હોય છે. તેનાથી વાળમાં ખોડો અને ખરતા વાળની સમસ્યા દૂર કરી શકાય છે. જો તમે સંચળ અને ટામેટાનો રસ મિક્સ કરીને અઠવાડિયામાં એક વખત માથામાં લગાવશો તો જરૂર ફાયદો થશે. એટલું જ નહીં ખોપરી અને વાળ બંને સાફ રહેશે.
👉 એસિડીટી- મોટાભાગના લોકોને બેઠાળું જીવનના કારણે સહેજ પણ તળેલા ખોરાકનું સેવન કરે તો તરત છાતીમાં બળતરા થવા લાગતી હોય છે. જેને આપણે એસિડીટી કહીએ છીએ. પરંતુ જો તમે રોજ સવારે સંચળવાળું ગરમ પાણી પીશો તો આ તકલીફમાં તમને જરૂર રાહત મળશે.
👉 અનિદ્રા- સંચળના સેવનથી ઉંઘ સારી આવતી હોય છે. ઘણી વખત કામના લોડના કારણે આપણે અનિદ્રાનો સામનો કરતા હોઈએ છીએ. તે સમયે સંચળવાળું પાણી પીવું ફાયદાકારક ગણાય છે. કારણ કે સંચળમાં કોર્ટીસોલ અને એરલાઈન જેવા બે તત્વો રહેલા છે. જે સ્ટ્રેસ હોર્મોન ઓછું કરવાનું કામ કરે છે.
👉 પાચનતંત્ર- રોજ સવારે ખાલી પેટે સંચળવાળું પાણી પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે. પેટની અંદર કોઈ પ્રકારની તકલીફ રહેતી નથી. તમને ભૂખ વધારે લાગે છે અને જે પણ ભોજન લેશો તેનું યોગ્ય રીતે પાચન પણ થઈ જશે. જેના લીધે ગેસ, એસિડીટી, ઉલ્ટી કે કબજિયાત જેવી કોઈ બીમારી રહેતી નથી.
👉 હાડકાં- સંચળના સેવનથી તમારા હાડકાં મજબૂત બનશે. સંચળવાળું પાણી પીવાથી શરીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી રહે છે. જે હાડકાને નબળાં પડવા દેતાં નથી.
👉 વજન ઘટાડે- વજન ઓછું કરવા માટે સંચળ બેસ્ટ ઉપાય છે. વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. કેમ કે સંચળમાં સ્થૂળતા વિરોધી ગુણ છે. સંચળ માટે એવું કહેવાય છે કે વજન વધારે હોય તો રોજ સવારે ખાલી પેટે એક ચપટી કાળું મીઠું લેવું. તેને નવશેકા ગરમ પાણીમાં નાખી પીવો. તેનાથી ઝડપથી વજન ઘટશે કેમ કે કાળા મીઠામાં એન્ટી ઓબેસિટીનો ગુણ રહેલો છે.
👉 સ્નાયુ- ઘણી વખત આપણા સ્નાયુઓ નબળાં પડી જતાં હોય છે. તેનું કારણ છે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ કેલ્શિયમ વિટામિનની ઉણપ. જેના લીધે મસલ્સમાં દુખાવો થવા લાગે છે. પરંતુ જો તમે સંચળનું સેવન કરશો તો તકલીફ દૂર થઈ જશે. કારણ કે કાળા મીઠામાં ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી સ્નાયુઓ ઓછા ખેંચાય છે.
👉 લોહી પાતળું- સંચળ લોહી પાતળું બનાવે છે. જેથી આખા શરીરમાં લોહી સરળતાથી પહોંચી શકે છે. તેનાથી કોલેસ્ટ્રોલ ઓછો થાય છે અને હાઈબીપીની તકલીફ રહેતી નથી. આમ, સંચળ અનેક રીતે ગુણકારી સાબિત થાય છે.
જો આ સંચળના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.