સાંધાનો દુખાવો તો જાણે ઘરેઘરે જોવા મળી રહ્યો છે. જેને પણ પૂછો સાંધામાં દુખાવો થાય છે. આપણા ખાવા પર આ બીમારીનો આધાર રહેલો છે. સાંધાનો દુખાવો એક વાર થયા પછી મટવાનું નામ લેતો હોતો નથી.
શરૂઆતમાં આ દુખાવો ઓછો હોય છે. જેના પર ઘણા લોકો ધ્યાન આપતા નથી પણ દિવસ જતાં તે શરીરના બીજા અંગોમાં થવા લાગે છે. અને અંતે એટલો વધી જાય છે કે તમને પથારીવશ પણ કરી નાખે છે. માટે શરૂઆતથી જ આ દુખાવાનો ઇલાજ કરશો તો બીમારી આગળ નહીં વધે અને મોટી ઉંમરે પણ તમે બિન્દાસ્ત હરી ફરી શકશો.
ઘણા લોકો દવા અને ઓપરેશનના સહારાથી દુખાવો દૂર થાય તેવા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ તેનાથી લાંબાગાળે કોઈ સારો ફાયદો થતો હોતો નથી. આજે તમને એક એવી ઔષધી વિશે જણાવીએ જે ઔષધિય વનસ્પતિ છે. તે છે આકડો. આપણે તેને નકામો ગણીને ઘણી વાર નાખી દેતા હોઈએ છીએ. પણ તે સાંધાના દુખાવા માટે ઘણો ફાયદાકારક છે. આકડા બે પ્રકારના હોય છે. એક સફેદ ફૂલ વાળા અને બીજા આછા જાંબુડી રંગના ફૂલવાળો. આકડામાં ઘણા રોગ મટાડવાની શક્તિ રહેલી છે. તેમાંથી એક છે સાંધાનો દુખાવો.
- આંકડાના પાનથી સાંધાના દુખાવામાં રાહત મળશે-
નાના-મોટા દરેકને જોઈન્ટ પેનની સમસ્યા રહે છે. ઘણા લોકોને શરીર વધવાના કારણે પણ જોઈન્ટનો દુખાવો થવા લાગે છે. તેમના માટે અકસીર ઈલાજ છે આકડાના પાન. જો તમને આ તકલીફ વધારે રહેતી હોય તો આ પાનનો ઉપયોગ જરૂર કરો. આકડાના પાન તમને સરળતાથી મળી રહે છે. તો થોડા પાનને ગરમ કરી જે જગ્યા પર દુખાવો થતો હોય ત્યાં બાંધી લો. થોડો સમય એમ જ રહેવા દેવું. ઘણો ફરક લાગશે. આ રીતે રોજ તમારે પાનને ગરમ કરી જ્યાં દુખાવો હોય ત્યાં લગાવા થોડા સમય બાદ કાઢી નાખવા.
ખાસ ધ્યાન રાખવું કે રાત્રે સૂતી વખતે આ પાનને કાઢીને સૂઈ જવા. જેને સાંધાનો દુખાવો થાય તેનું શરીર નબળું પડી જતું લાગે છે. માટે દવાનું સેવન આપોઆપ વધી જતું હોવાથી લાંબાગાળે તે નુકશાનકારક સાબિત થાય છે. એટલે દેશી ઉપચાર કરીને સાંધાનો દુખાવો મટે તેવા પ્રયોગ કરવા જોઈએ. આકડો એક ઔષધી જ છે માટે તેને સાંધાના દુખાવા માટે રામબાણ ઈલાજ કહે છે.
- આકડાના પાનના લેપ નો આ રીતે કરો ઉપયોગ
સાંધાનો દુખાવો એવું નથી કે માત્ર પગમાં જ થાય છે. ઘણા લોકોને હાથ, કમર, પગ, ઘૂંટણ વગેરે જેવી જગ્યા પર થતો હોય છે. શરીરમાં જ્યાં જોઈન્ટ હોય તેવી જગ્યા પર વધુ થાય છે. જેના કારણે રોજિંદા કામમાં પણ મુશ્કેલી પડવા લાગે છે. તેમાં ડોક્ટરે આપેલી ટ્યૂબ પણ ઘણી વાર કામ કરતી હોતી નથી. તેવા સમયે તમે આકડાના પાનનો લેપ લગાવો ઘણી રાહત મળશે.
હવે આ પાનનો લેપ બનાવો હોય તો પહેલા પાનને પાણી વડે સાફ કરી તેને ખાંયણીમાં કે મિક્સરમાં વાટી લેવા. પરંતુ તેને જૂની રીત વડે વાટશો તો તેની અસર વધારે સારી થશે. તમને જ્યાં દુખાવો હોય ત્યાં આ લેપને લગાવો. એક વાતનું ધ્યાન રાખવું કે પાણી એડ કરવું નહીં.
લેપ લગાવી લીધા બાદ તેને ખુલ્લો ન મૂકવો. એક કપડાં વડે તેને ઢાંકી દેવો. જેથી માખી કે કોઈ અન્ય જંતુ તેની પર બેસે નહીં. આમ કરવાથી થોડા દિવસોમાં તમને રાહત મળશે. નિયમિત તમે આ પ્રયોગ કરશો તો જરૂર ફાયદો થશે.
- આકડાના પાનનું પાણી પણ છે ખુબ ઉપયોગી
જે રીતે આકડાના પાનનો લેપ લગાવાથી દુખાવામાં રાહત મળે છે. એ જ રીતે તેનું પાણી પણ એટલું જ ઉપયોગી સાબિત થાય છે. થોડા આકડાના પાન લો તેને ગરમ પાણીમાં નાખી ઉકાળો. તમને લાગે કે બરાબર ઉકળી ગયા છે ત્યારબાદ તેમાં મીઠું, અજમો, વરિયાળી નાખો અને તેને પણ સરખી રીતે પાનની જેમ ઉકાળી લો.
થોડી વાર ઠંડું થાય પછી તમને દુખતું હોય તે જગ્યા પર આ પાણી લગાવું જેથી તમને આરામ મળશે. દરરોજ તમારે આ પ્રયોગ કરવો જેથી દુખાવામાં રાહત મળશે અને ઘણા સમયથી સાંધાનો દુખાવો હશે તેમાં આરામ મળશે.
- આકડાના પાનને પાટાની જેમ બાંધો-
જે રીતે આકડાના પાનનું પાણી, લેપ ઘણો ઉપયોગી છે. તેમ પાનને પાટાની જેમ પણ બાંધી શકો છો. તેનાથી પણ રાહત મળશે. આકડાના પાનને શરીરના જે ભાગમાં દુખાવો હોય ત્યાં મૂકવાથી તમને રાહત મળશે. એ ઉપરાંત જો પાન લગાવ્યા પહેલા જે જગ્યા પર દુખાવો હોય ત્યાં હળદર અને સરસવનું તેલ લગાવો પછી તેના પર આકડાના પાન મૂકશો તો જલદી ફાયદો થશે. પાન લગાવ્યા બાદ તેની પર કપડું ઢાંકી દેવું અથવા કોઈપણ દોરો લપેટી લેવો. સૂતરનો દોરો હશે તો વધું સારું રહેશે.
-સાંધાના દુખાવાની જેમ આજકાલ ડાયાબિટીસની સમસ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. ઘર દીઠ એક વ્યક્તિ ડાયાબિટીસથી પીડાય છે તેમ કહીએ તો ખોટું નથી. તમારા ઘરમાં પણ જો કોઈને બ્લડ શુગર હોય તો આકડાના પાનનો ઉપયોગ કરો વર્ષો જૂની આ સમસ્યામાં રાહત મળશે. આકડાના પાનને તમે પગના તળીયે મૂકો અને પછી તેના પર મોજાં પહેરી લો. આ પ્રયોગ કરશો તો તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે અને તમે કોઈપણ વસ્તુ નિશ્ચિંત થઈને ખાઈ શકશો.
આખો દિવસ આકડાના પાન તળિયા નીચે રાખ્યા હોય તો રાત્રે અવશ્ય કાઢીને સૂઈ જવું જોઈએ. જેનાથી બીજી કોઈ તકલીફ ન થાય.
– ગરમીની સીઝનમાં શરીર પર ખંજવાળ અને એલર્જી થાય છે. ઘણી વખત કોઈને નવા કપડાં પહેરે તો પણ એલર્જી થતી હોય છે. તેના માટે આકડાના પાન લાભદાયી છે. આકડાના પાનના મૂળીયા સળગાવી લો અને તેમાંથી જે રાખ બને તેને સરસવના તેલ સાથે મિક્સ કરી જ્યાં એલર્જી અને ખંજવાળ હોય ત્યાં લગાવો. થોડા સમયમાં તમને ફરક પડી જશે.
– પરંતુ જો એલર્જીની સમસ્યા વર્ષો જૂની હોય તો ડૉક્ટરની સલાહ એક વાર અચૂક લેવી જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.