કરમદાં તમારામાંથી ઘણા લોકોએ બોર જેવા નાનાં-નાનાં ફળનું નામ સાંભળ્યું હશે, તો કેટલાક લોકો માટે તો નામ પણ નવું જ હશે. સ્વાદમાં સહેજ ખાટાં કરમદાંના ઝાડ પર સફેદ ફૂલ આવે છે અને તેના ઝાડની એક ખાસ વિશેષતા એ છે કે, તેને એક કરતાં વધારે થડ હોય છે. આ કાંટાળા ઝાડને ગીરના માલધારીઓ ઢૂંવા નામથી પણ ઓળખે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે બધાં ઝાડ સૂકાઈ ગયાં હોય ત્યારે આ એકમાત્ર જ ઝાડ હોય છે, જે ગીરના સિંહને છાંયડો આપે છે.
કરમદાંમાં કેલરી, પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, શુગર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક અને કોપર જેવાં પોષક તત્વો વગેરે હોય છે. ઔષધિય ગુણો અને પોષકતત્વોથી ભરપૂર કરમદાંના ઘણા બધા ફાયદા છે.
મગજને પાવરફૂલ બનાવવા માટે કરમદાં ખૂબ જ ગુણકારી છે. આપણું મગજ એવું છે કે જે શૂન્ય થઈ જાય તો તેના વગર કોઈ પણ કામ કરી શકાતું નથી. એટલે જ તમારા મગજને વધારે તેજ બનાવું હોય તો આ નાનું એવું ફળ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તેના ઘણા બધા ઔષધિય ફાયદા પણ રહેલા છે. તો ચાલો જાણીએ કરમદાંના સેવનથી સ્વાસ્થ્યને થતાં લાભ વિશે.
ખરાબ કોલેસ્ટ્રોલ- શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘણી બધી બીમારીઓનું ઘર બની શકે છે. જેના કારણે જેટલું બને તેટલું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. કરમદાં ના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલમાં ફાયદો થતો જોવા મળે છે. અને લોહી ના પરિભ્રમણમાં વધારો થતો જોવા મળશે.
કરમદાં લોહીને શુદ્ધ કરી મગજ સુધી લોહીને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અને મગજમાં શુદ્ધ લોહી પહોંચતા મગજ ધીમે ધીમે તેજ બને છે. ડૉક્ટરો પણ કરમદાંનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. ઘણા લોકોને કરમદાંનો ટેસ્ટ ભાવતો નથી પરંતુ શરીર માટે ખૂબ જ ગુણકારી હોવાથી તે પીવો જરૂરી છે.
ઘણા ઓછા સમયમાં જોવા મળશે અસર- એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ કરમદાંના પાઉડરનું સેવન કર્યું છે. તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. 10-12 અઠવાડિયામાં જ તેમની યાદશક્તિ સારી થઈ ગઈ હતી. જેમને આ પાઉડર આપવામાં આવ્યો હતો તે લોકોની એમઆરઆઇ કરવામાં આવી અને તેમાં જોવા મળ્યું કે મગજના જે અલગ-અલગ ભાગ હોય છે, તેમાં લોહીનો પ્રવાહ બરાબર પહોંચવા લાગ્યો હતો. જેના કારણે તેમની યાદશક્તિમાં પણ વધારો થયો હતો. તેનું મુખ્ય કારણ એ છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ધીમેધીમે ઘટવા લાગ્યું અને પછી લોહીનું પરિભ્રમણ મગજના જે મહત્વના ગણાય તે ભાગમાં થવા લાગ્યું હતું.
માત્ર 100 ગ્રામ કરમદા હૃદયને રાખે મજબૂત- કરમદા એટલા બધા ફાયદાકારક છે કે તેના સેવનના થોડા સમયમાં જ તેની અસર ચાલુ થઈ જાય છે. કરમદા હૃદયને આ રીતે સ્વસ્થ રાખે છે. કરમદા શરીરમાં જે લાંબા સમય સુધી બળતરા થતી હોય અને તે કોષોને ડેમેજ થવા દેતા નથી અને તે ડેમેજથી બચેલા કોષો જ હૃદયને સ્વસ્થ બનાવે છે. અને આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.
સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે રોજ તમે કરમદાનું સેવન કરશો ખૂબ જ લાભ થશે. અને તેમાં જે લોકો રોજના 100 ગ્રામ કરમદા ખાતા હશે તેમનું હૃદય એક મહિનાની અંદર મગજની પાવરફુલ કામ કરા લાગશે. કેમ કે શરીરમાં જમા થયેલો કચરો કરમદા સારી રીતે સાફ કરે છે. અને હૃદયની નળીઓ સાફ થઈ જાય છે.
રિસર્ચ દરમિયાન- એક રિચર્સમાં 50-60 લોકોને લેવામાં આવ્યા હતા, હવે તે લોકોને 4.5 ગ્રામ કરમદાનો પાઉડર આપવામાં આવ્યો હતો અને બીજા કેટલાકને સામાન્ય પાઉડર આપ્યો. એવું નથી કે જે લોકો બીમાર હતા તે આ રિચર્સમાં જોડાયા હતા તેમાંથી એક પણ વ્યક્તિ એવી નહોતી કે તેમને કોઈ બીમારી હોય. કેટલાક જરાપણ ધૂમ્રપાન નહોતા કરતા તેવા પણ સામેલ હતા. આ લોકોના લોહીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ થોડા દિવસ પછી જાણવા મળ્યું કે જે લોકોએ સતત 12 અઠવાડિયા કરમદાંનો પાઉડર લીધો હતો તેમની યાદશક્તિમાં અચાનક સુધારો થવા લાગ્યો હતો. મગજના કેટલાક એવા ભાગ પણ હતા જેમાં લોહી પહોંચવા લાગ્યું હતું. આ રીતે સંશોધકોનું માનવું છે કે લાંબુ અને સારું જીવવું હોય તો કરમદાંનું સેવન કરવું જરૂરી છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.