લવિંગ એક બળવાન દવા ગણાય છે. લવિંગ તેલ અને તેની સૂકી કળીઓનો ઉપયોગ ઔષધીય માટે થાય છે. તે ઘણા પ્રકારના રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. લવિંગમાં એન્ટી માઇક્રોબાયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ, એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. આ કારણે ઘરેલુ ઉપચારોમાં તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. લવિંગના તેલના જાદુઈ કેટલાક ફાયદા છે તેના વિશે જાણીશું, તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. ચાલો જાણીએ લવિંગના તેલના ફાયદા.
દાંતને મજબૂત બનાવે- દાંત માટે ફાયદાકારક લવિંગ દાંત માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તમે જોયું કે સાંભળ્યું હશે કે લવિંગ ટૂથપેસ્ટમાં વપરાય છે. જે દાંતમાં છુપાયેલા કીટાણુ સામે લડે છે. એટલું જ નહીં દાંત અને મોઢામાં પડતા ચાંદાથી રાહત આપે છે. તે દાંતમાંથી જંતુ દૂર કરે છે. તેમાં રહેલા એન્ટી ફ્લેમેટરી ગુણ પેઢામાં સોજો આવવાથી જે તકલીફ થાય છે, તેમાં આરામ આપે છે.
તે સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબ્સ ગુણ રહેલો છે જે બેક્ટેરિયા સામે લડે છે. માટે દાંતનો દુખાવો થતો હોય તો લવિંગના તેલના થોડા ટીંપા પાણીમાં નાખી કોગળા કરવાથી દુખાવો ઓછો થાય છે. નાના બાળકોને દુખાવો થતો હોય તો આ પ્રયોગ કરવો નહીં.
માથાના દુખાવો- જ્યારે પણ માથાનો દુખાવો થાય ત્યારે તમે આ તેલ લગાવો જરૂર રાહત આપશે. લવિંગના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જે નસોને આરામ આપે છે. લવિંગના તેલથી સ્કેલ્પ પર માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જેથી મગજ શાંત બનશે. તમે માથાનો દુખાવો થતાં આ તેલમાં મીઠું નાખીને પણ લગાવી શકો છો. તે સિવાય પણ લવિંગ અને નારિયેળના તેલને મિક્સ કરીને માથામાં માલિશ કરવાથી દુખાવામાં આરામ મળશે.
સ્નાયુનો દુખાવો- માથાના દુખાવાની જેમ સ્નાયુઓના દુખાવામાં પણ આ તેલ ઉપયોગી છે. શરીરના જે ભાગ પર દુખાવો થતો હોય ત્યાં તમે આ તેલ લગાવશો તો વધારે રાહત મળશે. કેમ કે તેલમાં કેલ્શિયમની માત્રા હાજર હોય છે. જે સ્નાયુઓનો દુખાવો ખેંચશે સાથે એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ સોજો આવ્યો હોય તો ઓછો કરવાનું કામ કરશે.
સંક્રમણ- લવિંગના તેલમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલો છો. જે ઇન્ફેક્શનનો ખતરો ઓછો કરે છે. કંઈ વાગ્યુ હોય, ખંજવાળ, કરડવાથી કે ડંખ મારવાથી લવિંગનું તેલ લગાવવાથી તરત જ આરામ મળે છે.
તાવ અને શરદી- ઘણા લોકોને શરદી તાવ વારંવાર થઈ જતી હોય છે. તે સમયે મોઢામાં આખું લવિંગ રાખવાથી રાહત મળે છે. તે સિવાય આ તેલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ રહેલો છે. તો શરદી મટાડવા માટે ખૂબ જ લાભકારી મનાય છે. શરદી કે તાવ આવે ત્યારે માથામાં દુખાવો થાય, ગળામાં બળતરા દુખાવો, નાકની નળીમાં પણ રાહત આપે છે. તો લવિંગના તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક, એન્ટી ફ્લેમેટરી જેવા ગુણ રહેલા છે. જેથી શરદી-તાવ જેવી બીમારીમાં તમને ઝડપથી રાહત આપશે.
કરચલી દૂર કરે- લવિંગના તેલનો ઉપયોગ ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. રોજ રાત્રે સૂતા પહેલાં લવિંગના તેલની માલિશ કરવાથી ત્વચામાં નરમાશ આવે છે અને કરચલીઓ દૂર થાય છે. લવિંગના તેલને કોઈપણ ફેસપેકમાં નાખીને વાપરવું વધારે યોગ્ય મનાય છે, કારણ કે તેનું તેલ ગરમ હોય છે. તે ઉપરાંત તમે આખી રાત આ તેલ ચહેરા પર લગાવી સૂઈ જશો તો સારી રીતે ઉંઘ પણ આવી જશે અને ચહેરા પર થતી કરચલી અટકી જશે.
ડ્રાય સ્કીનમાં રાહત- ચહેરાના દાગ-ધબ્બા કે પછી શ્યામ ત્વચાને નિખારવા માટે પણ લવિંગ લાભકારી છે. લવિંગના પાઉડરને કોઈ ફેસપેક કે પછી બેસન સાથે મિક્સ કરીને લગાવાથી ફાયદો થાય છે. પણ લવિંગનું તેલ નેચરલ સુંદરતા માટે ઘણું ઉપયોગી છે. આ તેલ ત્વચાના રોમ છિદ્રોને અંદરથી સાફ કરે છે. જેથી ત્વચા સુંદર બને છે.
તે સિવાય પણ ઓક્સિજનની તકલીફને દૂર કરે છે. સ્કીન પર આ તેલની માલિશ કરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી તમારી ડ્રાય સ્કીન રહેતી નથી. આ રીતે નેચરલ બેલેન્સ થવાથી ત્વચા હેલ્દી બને છે.
ખીલ અટકાવશે- ખીલ દૂર કરવા માટે લવિંગના તેલનો ઉપયોગ કરવો જોઈએ. એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણના કારણે ખીલ સરળતાથી મટાડે છે. તે મૂળમાંથી પેદા થતા કિટાણુંઓનો નાશ કરી ચહેરો સ્વસ્છ અને ચમકદાર બનાવે છે. તમને બીજી વાત પણ જણાવીએ કે જે પણ ખીલ દૂર કરવાની પ્રોડક્ટ બજારમાં મળે છે તેમાં લવિંગનું તેલ થોડા અંશે મિશ્રિત હોય છે.
લવિંગના તેલથી થતા નુકસાન- નાના બાળકો માટે આ તેલ નુકસાનકારક સાબિત થાય છે. તેલમાં ઇયુગોનેલ રહેલું હોય છે. જેથી બાળકોનું લીવર ડેમેજ થવાનું જોખમ રહેલું છે. તેથી બાળકોને તેલનો ઉપયોગ ન કરવા દેવો. ઘણા ખરા લોકોને લવિંગના તેલથી ત્વચા પર બળતરા થવા લાગતી હોય છે. તો તેનો વપરાશ બંધ કરી દેવો.
ગર્ભવતી મહિલાએ ખાસ કરીને આ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે ઘણી વખત કોમ્પ્લિકેશન થઈ શકે છે. જો ગર્ભવતી સ્ત્રીને લવિંગના તેલથી એલર્જી થતી હોય તો હાનિકારક રિએક્શન થતું હોય છે. તેનો વધારે ઉપયોગ પ્રીમેચ્યોર ડિલીવરી થવાની પણ સંભાવના રહેલી છે. કોઈ કારણસર ઉપયોગ કરવો હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરને પૂછો- જો તમને કોઈ પ્રકારની એલર્જી થતી હોય તો આ તેલનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરને પૂછવું જોઈએ. અથવા કોઈ બીજી બીમારીની દવા લેતા હોવ ત્યારે પણ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો કોઈ વાર ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. માટે શરીરને નુકશાન ન થાય તે માટે એક વાર ડૉક્ટરને જરૂર પૂછો.