નારીયેળથી અને નારીયેળ પાણીથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. ભારતીય સંસ્કૃતિમાં નારીયેળને પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. નારીયેળ પાણી પીવાથી ઘણા રોગ દુર થાય છે. અને કોઈ પણ રોગ સામે લડવાની શક્તિ આપે છે. નારીયેળનું પાણી આપણા શરીરમાં શક્તિ અને ઉર્જા પૂરી પાડે છે. લોકોને નારીયેળના ફાયદા સમજાવવા માટે દર વર્ષે “વિશ્વ નારીયેળ દિવસ 2 સપ્ટેમ્બરના” દિવસે મનાવવામાં આવે છે.
આજકાલ યુવાનો પોતાને સ્માર્ટ દેખાડવા માટે અવનવા એનર્જી ડ્રિંક કે કોલ્ડ ડ્રિક્સ પિતા હોય છે, પણ એ ડ્રીન્કસમાંના 99.99% ડ્રીન્કસ શરીર ને ટેમ્પરરી એનર્જી આપીને બાદમાં શરીરને ડીહાઈડ્રેટ કરી નાખે છે. અને ઉપરથી શરીરમાં શુગર લેવલ પણ ખુબ વધારે છે. ટૂંકમાં તે બધા ડ્રીન્કસ તમારા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. એ માટે તમારે બચવું હોય તો એ ડ્રીન્કસ છોડીને કુદરતી નારીયેલ પાણી પીવાનું શરુ કરો. જે કોઈ પ્રકારે શરીરને નુકશાન નથી કરતુ.
આપણા દિવસની શરૂવાત નારીયેળ પાણી પીવાથી કરવી જોઈએ. તે આપણા શરીરને ફીટ રાખે છે. નારીયેળ પાણી આપણા શરીરના ઘણાં રોગ દુર થાય છે. જેમકે, ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યું. આપણા લોહીમાં એવા રક્ત કણો હોય છે જે આપણા માટે જરૂરી હોય તેના માટે નારીયેળ પાણી ખુબ મહત્વનું કામ કરે છે. જે લોકો રોજે નારીયેળ પાણી પીવે છે તેનાથી અનેક રોગ દુર રહે છે.
સ્કીન ને શાઈની અને ગ્લો બનાવવામાં પણ નારીયેળ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ખીલ, કરચલી, ત્વચાના દાગ તેમજ અનેક સ્કીનની પ્રોબ્લેમ્સ નારિયેળ પાણી પીવાથી દુર થઇ શકે છે. અનેક હિરોઈન પણ સવારે નિયમિત નારિયેળ પાણી પીયને પોતાનો દિવસ શરુ કરે છે. કારણ કે, તે આ પાણીના ફાયદા જાણે છે. કોઈ હિરોઈનને સવારમાં ઉઠીને એનર્જી ડ્રિંક કે કોલ્ડ ડ્રિંક પિતા જોઈ છે ક્યારેય? તો શા માટે તમે દેખાડો કરવા કોલ્ડ્રીક પર ઉતરી પડયા છો એ ખબર નથી પડતી.
નારીયેળ પાણી આપણા શરીરમાં ઇન્સ્યુલન્સ વધારવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબીટીસ હોય છે. તેને ડોકટર નારીયેળ પાણી પીવાની સલાહ આપે છે. મોટા ભાગના લોકો સવારે ઉઠીને ચા અથવા કોફી પીવે છે. ચા અને કોફી શરીરમાં એસીડ પેદા કરવાની કામ કરે છે. પણ જો સવારમાં નારીયેળ પાણી પીવામાં આવે તો તે શરીરમાં એલ્કેલાઈન નો માહોલ બનાવે છે. સાઉથ ઇન્ડિયન લોકોના વાળ વધારે નથી ખરતા અને તેના વાળ વધારે સમય સુધી કાળા રહે છે. કેમકે નારીયેળ આપણા વાળની ક્વોલિટી વધારે સુધારે છે. નારીયેળનું તેલ માથામાં નાખવાથી પણ વાળ લાંબા અને મજબુત બને છે.
નારીયેળ પાણીમાં મેગ્નેશિયમ,પોટાશીયમ હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને હાઈબ્લડપ્રેશર હોય તેને નારીયેળ પાણી પીવાનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. નાળિયર પાણી પીવાથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તાજા નારીયેળમાં વધારે ભાગ પાણીનો હોય છે. જેમાં ફાયબર, પ્રોટીન, એન્ટીઓક્સીડન્ટ અને થોડી માત્રામાં નેચરલ શુગર હોય છે. જે શરીરને જલ્દીથી એનર્જી દેવાનું કામ કરે છે. તેથી સ્પોટ્સ રમવા વાળા લોકોને નારીયેળ પાણી જરૂર પીવું જોઈએ.
અત્યારે બધા ચરબી ઓછી કરવા આને વજન ઉતારવા માટે દવા લેતા હોય છે. પણ દવા અમુક લોકોને અસર કરતી નથી અને તેની આડઅસર પણ થાય છે. તમને ખબર છે, નારીયેળ પાણી ચરબી ઓછી કરી વજન ઓછું કરવાનું પણ કામ કરે છે. નારીયેળ પાણી શરીરની અંદરની બીમારીઓ ને ધીમે-ધીમે દુર કરે છે. પથરી ને પણ તોડવામાં મદદ કરે છે. નારીયેળ પાણી પીવાથી કીડની ને પણ ફાયદો થાય છે.
ગરમીમાં નારીયેળ પાણી અમૃત સમાન માનવામાં આવે છે. જો તમે ડાઈટ કરવા માંગતા હોય તો તેની શરૂઆત સવારે નારીયેળ પાણી પીવાથી કરવી જોઈએ. તેનાથી નારીયેળના બધા ગુણ શરીરમાં આવી જાય છે. તેનાથી શરીરને તાકાત મળે છે અને એનર્જી લેવલ પણ વધવા લાગે છે.
નારીયેળ પાણી સવાર અને સાંજ અથવા તરસ કે ભૂખ લાગે ત્યારે પી શકાય છે. પણ તેના વધારે ફાયદા માટે સવારે ખાલી પેટે નારીયેળ પાણી પીવું જોઈએ. તે સવારની સુસ્તીને દુર કરી શરીર અને મનને તાજગી આપે છે. જો તમે કસરત કરતા હોય તો કસરત પહેલા અને કસરત પછી નારીયેળ પાણી પી શકાય છે. બન્ને રીતે શરીરને ફાયદો થશે. નારીયેળ પાણી સૌથી વધારે ફાયદો કરનારી સ્પોટ્સ ડ્રીન્ક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થતું નથી.
નાળિયર પાણીને એક યોગ્ય માત્રામાં પીવું જોઈએ જેનાથી શરીરને ફાયદો થાય છે. તે કારણે શરીરને તંદુરસ્ત રાખવા માટે નાળિયર પાણીના આ ઉપાયો જરૂરથી અપનાવા જોઈએ. આ લેખ શેર પણ જરૂર કરજો જેથી યુવાનો તેમજ યુવતીઓ કોલ્ડ ડ્રિંક છોડીને આ નારિયેળ પાણી પીવા માટે પ્રેરિત થઇ શકે.. ધન્યવાદ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.