આજે આપણે એવા એક ફળ વિશે વાત કરીશું જે ભારતીય ચેરી તરીકે ઓળખાય છે. તે શરીરને તાકાતવર, મજબૂત બનાવે છે. ડૉક્ટરો પણ તેને ખાવાની સલાહ આપતા હોય છે. ગુજરાતીમાં તેને આપણે ગુંદા કહીએ છીએ. હિન્દીમાં તેને લસોડા નામથી ઓળખવામાં આવે છે. અને તેનું બીજું નામ લેસુગા પણ છે. આ રીતે અલગ અલગ ગુણના જેમ તેના નામ પણ અલગ અલગ છે.
ગુંદા કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. ગુંદા હાડકાં મજબૂત બનાવે, મગજનો વિકાસ સારો કરે, લોહીની ઉણપ દૂર કરે છે. કાચા ગુંદાનું ઘણા લોકો શાક પણ બનાવતા હોય છે. તેનું અથાણું, ચટણી, લાડુ જેવી વિવિધ વસ્તુ બનાવવામાં આવે છે.
ગુંદાનું સેવન અનેક રીતે કરતા હોય છે. ગુંદા જ શરીર માટે ફાયદાકારક હોય માત્ર એવું નથી તેની છાલ અને પાંદડા પણ એટલા જ ઉપપોગી હોય છે. તેના પાંદડાના રસથી ઉકાળો બનાવી શકાય છે. અને તેની છાલમાંથી પાઉડર બનાવી ઘણા રોગો માટે ઉપયોગ કરી શકાય છે. આજે તેના ફાયદા શું છે તેના વિશે નીચે જાણીશું અને જાણો કે, ગુંદા ઈંડા કરતાં 100 ગણું તાકાતવર કેમ છે.
શરીરને તાકાતવર બનાવે- ઘણા લોકોનું શરીર એકદમ નબળું હોય છે. તેમના શરીરમાં લોહીની ઉણપ હોય છે. અને કમજોરી દૂર કરવા માટે તમે ગુંદાના લાડું બનાવી સેવન કરો તો વધારે ફાયદો થશે. તેના સેવનથી શરીરને વધારે સ્ફૂર્તિ પ્રાપ્ત થશે. અને નવી ઉર્જા શરીરને મળી રહેશે.
ચહેરા પરના ખીલ દૂર કરવા- ઓઈલી ત્વચા જેની હોય છે. તે વ્યક્તિને ખીલનો પ્રોબ્લેમ રહ્યા કરતો હોય છે. ખાસ કરીને ઉનાળામાં અને બફારા વાળું વાતાવરણ હોય ત્યારે ચહેરા પર ખીલ ઉપસી આવતા હોય છે. અને ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં તે દૂર થતાં નથી. તો તમે ગુંદાના પાનનો ઉપયોગ કરો. તેના પાંદડાં પીસીને ચહેરા પર લગાવો. કોઈ જીવજંતુ કરડ્યું હોય અથવા શરીરમાં ખંજવાળ આવતી હોય તો પણ લગાવી શકો છો. જો તમે ખંજવાળ વાળી જગ્યા પર તેના બીજને ક્રશ કરી લગાવશો તો થોડા સમયમાં તે ખંજવાળ મટી જશે.
દાંતની સમસ્યા- નાની ઉંમરના લોકોને પણ અત્યારે તો દાંત દુખવા લાગે છે. અથવા વધારે પડતું ગળ્યું ખાવાના કારણે દાંતમાં સડો થઈ જતો હોય છે. તેનાથી બચવા માટે બેસ્ટ ઓપ્શન છે. ગુંદાની છાલનો પાઉડર બનાવો અને તેને રોજ બે કપ પાણી લઈ ઉકાળો. તે ઉકળી જાય પછી તેને પી જવું. મોઢાંમાં ચાંદા પડ્યા હશે અથવા પેઢામાં સોજો પણ આવ્યો હશે તો તે મટી જશે. સામાન્ય દાંતનો દુખાવો હશે તે આ ઉકાળાથી દૂર થઈ જશે.
મગજને તેજ બનાવે- આ ફળનું રોજ સેવન કરવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ફળમાં મળતા એન્ટિઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ફળમાં મળી આવતા આર્યનની માત્રા લોહીની કમીને દૂર કરે છે. જેનાથી ઘણી બીમારીઓને દૂર રાખી શકાય છે.
રક્તપિત્તના રોગ માટે રામબાણ- કેટલાક લોકોને રક્તપિત્ત નામનો રોગ થયેલો જોવા મળે છે. તેમના માટે ગુંદાનું ફળ ખૂબ જ ઉપયોગી છે. તે પિત્તશામકતા દૂર કરવામાં મદદ કરે છે. આ રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવી રોજ સેવન કરવું જોઈએ. જેથી રક્તગત પિત્તનું શમન થાય છે. અને રોગ મટી જતો હોય છે.
સાંધાનો દુખાવો- શરીરમાં કોઈ જગ્યા પર સોજો આવ્યો હોય અને તમે ગુંદાની છાલનો પાઉડર કપૂર સાથે મિક્સ કરી લગાવશો અચૂક ફાયદો થશે. એ ઉપરાંત જો કોઈને સાંધાનો દુખાવો રહ્યા કરતો હોય તો આ મિશ્રણ લગાવાથી આરામ મળશે. ગુંદાનું અથાણું પણ તમે ખાઈ શકો છો.
વાળ ખરવાની સમસ્યા- આજકાલ વાળ ખરવાની સમસ્યા મહિલા અને પુરુષ બંનેમાં જોવા મળે છે. નાની ઉંમર સફેદ વાળ પણ ઘણા લોકોને આવી જતા હોય છે. મહિલાઓ તો જાત જાતના હેરપેક લગાવી વાળને ખરતા અટકાવવાનું કામ કરે છે. પરંતુ ગુંદાનો ઉપયોગ કરીને તેને ખરતા વાળને અટકાવી શકો છો.
ગુંદાના ફળનો રસ વાળમાં લગાવી થોડો સમય રાખી વાળ ચોખ્ખા પાણીથી સાફ કરવા. તે સિવાય તેના રસને તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. જો તમને અવારનવાર માથું દુખતું હોય તો ગુંદાના પાનનો લેપ બનાવીને માથા પર લગાવવાથી ઘણા અંશે રાહત મળશે.
તાવ અને આંતરડા બનાવે મજબૂત- તાવ આવતો હોય અથવા ઝેરી મધમાખી કે વિંછી કરડ્યો હોય તો પણ ગુંદાનો પાઉડર કારગત નીવડે છે. પેટને લગતી કોઈપણ જાતની સમસ્યામાં તે રાહત આપે છે. ગુંદાના છાલના ઉકાળાને છાશ સાથે મિક્સ કરી દિવસમાં બે વાર પીવામાં આવે તો પાચનતંત્રમાં સુધારો થાય છે. આંતરડા મજબૂત બને છે.
આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. તેનું ચૂર્ણ બનાવી લાડવા બનાવીને ખાવામાં આ તો શરીરને તાકાત મળે છે. ગુંદાનું મોટું ઝાડ હોય છે. તેના પાંદડાં ચીકણા હોય છે. આદિવાસી લોકો હંમેશાં તેના પાંદડાને પાનની જેમ ખાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.