કોથમીર વગર જાણે ગુજરાતી વાનગી હોય કે સાઉથ ઇન્ડિયન કોઈપણ વાનગી અધૂરી લાગતી હોય છે. તેમાં પણ દાળ-શાકમાં કોથમીર ન નાખીએ તો જાણે આપણને ટેસ્ટ જ નથી આવતો હોતો. લીલી કોથમીરને કેટલાક લોકો ધાણા પણ કહેતા હોય છે. કોથમીરના ઘણા ફાયદા છે. જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે, પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ રહેલા હોય છે. જે આપણા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.
તેમાં રહેલા વિટામિન્સ- વિટામિન-એ, વિટામિન-સી, કેલિશ્યમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ વધારે લાભદાયી સાબિત થાય છે. વિટામિન-એ અને સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
કોથમીર ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, યુરિન, કબજિયાત, માસિક સંબંધિત, કિડની, પાચનશક્તિ વગેરે જેવી બીમારી સામે આપણને ફાયદો આપે છે. કોથમીરમાં વિટામિન્સ ઉપરાંત કાર્બોહાઈડ્રેડ, ફોસ્ફરસ, આર્યન, કેરોટીન, થિયામિન, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીરને ઉપયોગી બની રહે છે.
વજન ઘટાડવા માટે- કોથમીરના બીજ મેદસ્વિતામાં ઘટાડો કરવામાં મદદ કરે છે. કારણ કે તેની અંદર રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ તત્વો સારા પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. તે કોલેસ્ટ્રોલ લેવલમાં પણ ઘટાડો કરે છે. તેના બીજનું સેવન પાણીમાં આખી રાત રાખવા પછી સવારે નરણાં કોઠે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.
વાળમાં કરે વધારો- કોથમીરમાં વિટામિન અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. જેથી વાળને પોષક તત્વો મળે છે. નવા વાળ પણ ઉગે છે. જો તમારે વાળ ખરવાની સમસ્યા હોય, તો કોથમીરનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. તે સિવાય કોથમીરના પાંડદા પાણીમાં ઉકાળવા અને તે ઠંડુ થાય એટલે પાણીથી વાળને સારી રીતે ધોઈ નાખવા જોઈએ. તમને થોડા દિવસમાં ફાયદો થતો જણાશે.
માસિક ધર્મમાં- પીરિયડ્સ વખતે વધારે લોહી વહી જતું હોય તો તેના માટે આ રામબાણ ઇલાજ છે. ધાણાને વાટી તેમાં દેશી ખાંડ નાખવી સાથે ઘી પણ મિક્સ કરવું જેથી આરામ મળશે. યાદ રહે કે આ ત્રણેની માત્રા એક સરખી રાખવી જોઈએ. તે ઉપરાંત પણ માસિક ધર્મ વખતે એક મોટા ગ્લાસ પાણીમાં બે ચમચી જેટલી કોથમીર નાખી ઉકાળવું જોઈએ. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં સાકર નાખવી પછી તેને ગાળીને પી જવું. થોડા દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.
યુરિન- ગરમીમાં પાણી ઓછું પીવાથી ઘણા લોકોને પેશાબની સમસ્યા વધી જતી હોય છે. તે સમયે તમારે કોથમીરના પાંદડાની ચટણી અથવા સૂકી કોથમીરનો ઉપયોગ કોઈપણ રીતે કરવો યુરિન સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.
ડાયાબિટીસ- ડાયાબિટીસના દર્દી માટે કોથમીર રામબાણ ઈલાજ સાબિત થાય છે. તેના સેવનથી સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. જેનાથી ડાયાબિટીસ વધતો નથી. નિયમિચ કોથમીરનું સેવન કરશો તો બ્લડમાં ઇન્સ્યુલિનની માત્રા કંટ્રોલમાં રહે છે. ઘણી લાભદાયી છે કોથમીર.
પાચનશક્તિ વધારે- ઠંડીમાં લીલી ધાણા કોઈપણ સ્વરૂપે સેવન કરવાથી પેટને લગતી તમામ સમસ્યાનો અંત આવી શકે છે. જો તમારા પેટમાં દુખાવો થતો હોય તો અડધા ગ્લાસ પાણીમાં કોથમીર પાઉડર નિયમિત પીશો તો પેટમાં થતો દુખાવો મટી જશે. કોથમીર તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે. તેમાં રહેલા ફાઈબર અને અન્ય પોષક તત્વો ખોરાક પચવામાં મદદ કરે છે. જેથી આંતરડામાં ચોંટેલી ગંદકી મળ દ્વારા બહાર કાઢી નાખશે.
આંખોના સંરક્ષણ– જો તમે કોથમીરના પાણી વડે આંખોની સફાઈ કરો, તો તેનાથી રોશની વધે છે, કારણ કે કોથમીરમાં એન્ટીબેક્ટેરિયાના ગુણો અને વિટામિન એ વિપુલ પ્રમાણમાં હોય છે. જે આંખોનું ઇરિટેશન, આંખનું લાલ થવું, આંખમાં સોજો આવવો અને આંખને લગતી અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેનો રસ પણ તમે પી શકો છો. ઘણો ફાયદાકારક છે.
એનિમિયાની સારવાર માટે- જે લોકોને એનિમિયાની સમસ્યા છે, તેમના માટે આયર્નનું સેવન વધારે કરવું જોઈએ. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થાય છે. ત્યારે કોથમીરમાં રહેલા આયર્ન લોહી બનાવવામાં મદદ કરે છે. માટે કોથમીરનું સેવન રોજ કરવું જોઈએ.
સ્કીન માટે- કોથમીરના જ્યૂસમાં હળદર મિક્સ કરી ચહેરા પર લગાવવાથી દાગ, ધબ્બા, ખીલમાંથી છુટકારો મળે છે. જો ચહેરા પર વધારે પ્રમાણમાં ખીલ હોય તો આ લેપ તમે દિવસમાં બે વાર લગાવી શકો છો. સૂકાય જાય એટલે પેસ્ટને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવી.
શરદી અને કફ- ધાણાના બીજમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો તથા વિટામિન-સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરના સેવનથી સીઝન ચેન્જ થતા જે શરદી-ખાંસીની તકલીફ પડે છે. તે સમસ્યા દૂર થઈ જશે.
આપણે લીલા ધાણાનો તો ઉપયોગ કરતાં જ હોઈએ છીએ. પરંતુ મસાલામાં આખું વર્ષ ધાણાજીરું વાપરીએ છીએ જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને શરીરની ગરમીને પણ દૂર કરે છે. તમે છાશમાં ધાણાજીરું નાખીને પીશો તો અગણિત ફાયદા જોવા મળશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.