આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ. ઋષિ મૂનિઓ પણ ગાયને માતા તરીકે પૂજતા હતા. ગાયના દૂધથી માંડીને તેનું છાણ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. ભારતના દરેક શાસ્ત્રોમાં ગાયનો અનંત મહિમા વર્ણવામાં આવ્યો છે. ગાયનું દૂધ હોય કે છાણ તેને સૌથી શુદ્ધ માનવામાં આવે છે.
જ્યારે પણ ઘરમાં કે મંદિરોમાં કોઈ મંગળ કાર્ય ત્યારે ગાયનું ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવી રીતે ગાયનું ગૌમૂત્ર માત્ર શુદ્ધિ માટે જ નહીં પણ બીજા ઘણા બધા કામ માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. જેમ ગાયનું દૂધ, ઘી, દહીં, છાણ જેવી વસ્તુ કામમાં આવે છે તેવી રીતે બહુ ઓછા લોકો જાણતાં હશે કે ગાયના મૂત્રનું પણ એટલું જ મહત્ત્વ છે. આયુર્વેદની દ્રષ્ટિએ તેને મહાઔષધી માનવામાં આવે છે. કારણ કે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન જેવા ઘણા બધા પોષક તત્ત્વો રહેલા છે. તો આવો જાણીએ ગૌમૂત્રના ફાયદા, તેમજ ચરબી કેવી રીતે ઓછી કરે
- રોગ પ્રતિકારક ક્ષમતા વધારે-
આયુર્વેદમાં ગૌમૂત્રનો પ્રયોગ દવાઓ બનાવવામાં આવે છે. ગૌમૂત્રના સ્વાદની વાત કરીએ તો ગરમ કડક અને ખારો લાગતો હોય છે. ગૌમૂત્રને નિયમિત પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે સાથે અનેક બીમારીઓથી શરીરને બચાવે છે.
- આંખની આસપાસ કાળા ડાઘને દૂર કરે-
આજની દોડધામ વાળી લાઈફ, વધારે પડતાં ઉજાગરા, સ્ટ્રેસ, કોમ્પ્યુટર પર વર્ક આ બધાના કારણે આંખની આસપાસ કાળા કુંડાળા થવા લાગે છે. જેનાથી ધીમેધીમે તમારી સુંદરતા ઓછી થતી જાય છે. તેના માટે અકસીર ઈલાજ છે ગૌમૂત્ર. દરરોજ સવારે જે જગ્યા પર કાળા ધબ્બા હોય ત્યાં ગૌમૂત્ર લગાવો. એનાથી તમારી આંખોની આજુબાજુના કાળા ડાઘા દૂર થઈ જશે અને ચહેરો સુંદર લાગવા લાગશે. જો તમને મૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકો છે.
- હૃદય માટે ફાયદાકારક-
આજકાલ દરેક વ્યક્તિ બહારનું જંકફૂડ ખાતો થઈ ગયો છે. જેના કારણે તેને હૃદયને લગતી સમસ્યા થવા લાગે છે. જંકફૂડના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ જેવા રોગોનું ઘર બની જાય છે. તેના માટે અમૃત સમાન માનવામાં આવે છે ગૌમૂત્ર. રોજ સવાર-સાંજ એક ચમચી ગૌમૂત્ર પીવાથી હૃદયને લગતી જે કોઈ પણ સમસ્યા છે તે દૂર થઈ જશે. કેમ કે ગૌમૂત્ર લોહીને શુદ્ધ કરે છે અને તે શુદ્ધ લોહી શરીરમાં પહોંચાડતું હોવાથી હૃદયની બીમારીમાં સુધારો આવે છે.
- સાંધાના દુખાવા માટે-
કોઈની ઉંમર 50ની હોય કે 40ની, ગમે તેને આજકાલ પગનો કે સાંધાનો દુખાવો થવા લાગ્યો છે. ડૉકટર પાસે જઈએ ત્યારે બસ એક વાત કે સાંધાનો ઘસારો થઈ ગયો છે. બસ દવા ખાવાની શરૂ થઈ જતી હોય છે. મોટી ઉંમરના લોકો તો કંટાળીને ઘૂંટણનું ઓપરેશન પણ કરાવે છે. પણ તે લાંબાગાળે ફાયદાકારક નથી.
તેવા લોકો માટે ગૌમૂત્ર આર્શીવાદ સમાન માનવામાં આવે છે. જે જગ્યા પર દુખાવો થતો હોય ત્યાં ગૌમૂત્રથી શેક કરવો. થોડા સમયમાં તમને આરામ મળતો જણાશે.
- જીવાણુઓનો નાશ કરે-
શરીરમાં પ્રવેશ કરી ગયેલા જીવાણુઓનો નાશ ગૌમૂત્ર કરે છે. આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણ દોષોના ગોટાળાને લીધે બીમારી ફેલાય છે. જે ગૌમૂત્ર પીવાથી દૂર થાય છે. શિયાળામાં તમે ગૌમૂત્ર સૂંઠ સાથે મિક્સ કરીને પીવો જરૂર ફાયદો થશે.
- ચામડીની સમસ્યા માટે લાભદાયી-
ગૌમૂત્ર ચામડીને લગતી તકલીફને દૂર કરે છે. જો તમારી સ્કીન પર સફેદ ડાઘા હોય તો ગૌમૂત્રથી ચામડી પર માલિશ કરવી. તેનાથી સફેદ ડાઘા દૂર થઈ જશે. એ ઉપરાંત જો કોઈને દાદર, ખંજવાળની સમસ્યા હોય તો તે જગ્યા પર રોજ ગૌમૂત્ર ઘસવું. ધીમેધીમે તમને ફાયદો થતો જણાશે.
- ટીબીને જડમૂળથી કરે દૂર-
ટીબીના રોગી માટે આ ફળદાયી નીવડે છે. ડોટ્સની દવા સાથે તમે ગૌમૂત્ર પીવાનું શરૂ કરો તો થોડા મહિનામાં ટીબીનો દર્દી સાજો થઈ જતો હોય છે. એવું નથી કે ડોટ્સની દવા સાથે ગૌમૂત્ર ન લેવાય. તમે બંને સાથે લઈ શકો છો. જેની અસર વધુ જલદી થતી હોય છે.
- દાંતના રોગ-
પહેલા જેમ લોકોના દાંત પણ મજબૂત રહ્યા નથી. ગમે તેવી સારી કંપનીની ટૂથપેસ્ટ વાપરતા હોવ તો પણ નાની ઉંમર દાંતમાં સડો અથવા તો દાંત પડી જવાની સમસ્યા થતી જોવા મળે છે. જો કોઈ વ્યક્તિને દાંતમાં દુખાવો અથવા પાયોરિયા થાય તો ગૌમૂત્રનું સેવન કરવું. ગૌમૂત્રથી રોજ તમારે કોગળા કરવા જેથી દિવસ જતા તેમાં સુધારો થશે.
- શરીરની ચરબી ઓગાળે-
ગૌમૂત્રનો સૌથી મોટો ફાયદો છે કે તે શરીર પર જામેલી વધારાની ચરબી ઓગાળી નાખે છે. અત્યારે બેઠાળું જીવનના કારણે મોટાભાગના લોકોને શરીર પર વધારાની ચરબીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જતું હોય છે, માટે ગૌમૂત્રના 4-5 ટીપાં સાથે મધ અને એક ચમચી લીંબુંનો રસ મિક્સ કરી નિયમિત સવારે ખાલી પેટે સેવન કરવું. તમારા શરીર પર જામેલી ચરબીના થર ઘટવા લાગશે અને તમે સુંદર સ્લીમ બની જશો.
- તાવ જેવી અનેક બીમારીમાં આપે રાહત-
જો તમને શરીરમાં ઝીર્ણ તાવ રહેતો હોય તો તમે ગૌમૂત્રનું સેવન કરો ઘણું ફળદાયી નીવડશે. અથવા જો કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાતો હોય તો તે ગૌમૂત્રનું સેવન કરવાનું શરૂ કરે તો તે ઓછામાં ઓછા 3 મહિનામાં સાજો થઈ જાય છે. તેથી જ ગૌમૂત્રને અમૃત સમાન ગણવામાં આવ્યું છે.
- પેશાબ અને કીડનીને લગતી તકલીફ-
જો કોઈ વ્યક્તિને મૂત્રપિંડને લગતો રોગ હોય અથવા કિડની કામ કરતી બંધ થઈ ગઈ હોય, અથવા કિડનીને લગતી કોઈ અન્ય સમસ્યામાંથી છુટકારો મળશે ગૌમૂત્રના સેવનથી. દરરોજ સવારે ભૂખ્યા પેટે અડધો કપ ગૌમૂત્ર પી જવું. કિડનીના રોગ માટે અસરકારક સાબિત થશે.
- પેટને લગતી સમસ્યા-
બેઠાળું જીવન, અને વધારે પડતું મેંદા વાળી વસ્તુના સેવનથી ગેસ, એસિડિટી, કબજિયાત, અલ્સર, પેટમાં દુખાવો જેવી તકલીફ વારંવાર થાય છે. એમાં ગેસ, કબજિયાત, અને એસિડિટી જેવા રોગ તો કાયમી થઈ જતા હોય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે ગૌમૂત્ર તમને ફાયદો અપાવશે. ઘણા સમયથી જો કોઈ વ્યક્તિ ગેસની સમસ્યાથી પરેશાન હોય તો તેણે રોજ સવારે અડધો કપ ગૌમૂત્ર તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી સેવન કરવું. ઘણું અસરકારક સાબિત થશે. ફુલાઈ ગયેલું પેટ પણ ગૌમૂત્રના સેવનથી ઘટવા લાગશે.
- કેન્સરમાંથી અપાવે મુક્તિ-
મોટાભાગના લોકોને કેન્સરની બીમારી થતી જોવા મળે છે. સામાન્ય માણસ હોય કે પૈસાદાર બીમારી કોઈને પૂછીને થતી હોતી નથી. પરંતુ કેન્સર એવી બીમારી છે જેની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. તેમાં કારગર નીવડે છે ગૌમૂત્ર. કેન્સર કરક્યુમીન નામના તત્વની ઉણપથી થતું હોય છે. ગળાનું, પેટનું, અન્નનળીનું હોય કે ગમે તે કેન્સર મટી જાય છે, ગૌમૂત્રથી. કારણ કે કરક્યુમીન નામનું તત્વ ગૌમૂત્રમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. જેથી કોઈને પણ કેન્સર થયું હોય તો થોડું ગૌમૂત્ર લઈ તેમાં નાના દાણા જેવડું છાણ મિક્સ કરી તેને ચોખ્ખા વાસણમાં કપડાથી ગાળી ભરી લેવું. રોજ સવારે ખાલી પેટે નિત્ય કર્મ પત્યા બાદ લેવું.
આ રીતે દવાની જેમ રોજ તેનું સેવન કરશો તો થોડા મહિનામાં તમને ફાયદો થતો જણાશે.
- ગૌમૂત્ર વિશે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
-8 વર્ષથી નીચેના બાળક અને પ્રેગનન્ટ વુમનને તમારે ગૌમૂત્ર આપવું હોય તો એક વાર ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
-દેશી ગાયનું ગૌમૂત્ર સારું હોય છે જેથી દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું. સાથે જો જંગલમાં ચરતી ગાય હોય તો સૌથી ઉત્તમ ગણાશે.
-તમે જે ગાયનું ગૌમૂત્ર પીવો છો તે ગર્ભવતી તેમજ રોગીષ્ટ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. ગૌમૂત્રને કાંચ અને માટીના સાફ વાસણમાં ગાળીને ભરી લેવું પછી તેનું સેવન કરવું.
-જો તમારે શરીરમાં કોઈ જગ્યા પર ગૌમૂત્રથી માલિશ કરવી હોય તો અઠવાડિયા સુધી તે વાપરી શકાય છે. વધારે સમય ગૌમૂત્ર સંઘરીને રાખી શકાતું નથી.
-ગૌમૂત્ર ઋતુ પ્રમાણે લેવું જોઈએ. કેમ કે તેની તાસીર ગરમ હોવાથી ગરમી પડતી હોય ત્યારે તેનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ. જેથી તેની આડઅસર ન થાય.
આમ, આયુર્વેદમાં પણ કહ્યું છે કે ગૌમૂત્રનું રોજ સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેના કારણે તમને કોઈ ગંભીર બીમારી થતી નથી અને તમારું શરીર ગૌમૂત્રના કારણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. તેમ છતાં જયારે તમારે ગૌ મૂત્રનું સેવન કરવાનું થાય ત્યારે કોઈ અનુભવી આયુર્વેદના જાણકાર આગેવાની હેઠળ સેવન કરશો તો ખુબ સારા લાભ મળશે.