જે ફાયદાઓ આપણને કુદરતે આપેલી વસ્તુ ખાવાથી મળે છે તેટલા ફાયદાઓ કોઈ પણ ડોક્ટરની દવાની અંદર નથી મળતા. કુદરતે આપેલા લીલા શાકભાજી ખુબ જ પ્રોટીન કે વિટામીન્સથી ભરપૂર રહેલા છે. બીજી કોઈ પણ વસ્તુના સેવનથી તમને શાકભાજી જેટલા ફાયદાઓ થશે નહીં. શરીરને લીલા શાકભાજી સૌથી વધારે પોષણ આપે છે અને સૌથી વધારે તંદુરસ્ત રાખે છે. આ શાકભાજીની અંદર સરગવો પણ રહેલો છે તેના ગુણ વિષે પણ કેટલાક લોકો જાણતા હશે અને કેટલાક લોકો નહીં પણ જાણતા હોય.
સરગવો પોષણથી ભરપૂર હોય છે. શરીર માટે સરગવો એક ઉતમ વસ્તુ છે પણ આજે આપણે તેના પાન વિષે વાત કરીશું. સરગવાની જેમ જ તેના પાનમાં પણ આયુર્વેદિક ગુણ રહેલા છે. આજે આપણે સરગવાના પાનની ચા પીવાથી કેટલા ફાયદાઓ થાય છે તેના વિષે વાત કરીશું અને આ આર્ટીકલમાં જણાવીશું શરીર માટે તે ચા કેટલી ઉપયોગી સાબિત થાય છે. અને નીચે એ પણ જણાવીશું ચા કેવી રીતે બનાવવી.
- સરગવાની ચા ના ફાયદાઓ.
સરગવાની ચા પીવાથી હ્રદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં રાહત મળે છે. હ્રદય રોગી અને ડાયાબિટીસના રોગીને નિતમિત સવારે ભૂખ્યા પેટે એક કપ સરગવાના પાનની ચા બનાવી પીવાથી હાર્ટ એટેકનું જોખમ ટળે છે અને આ ચા લોહીનું કોલોસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે.
ઝેરી બેકટિરિયા શરીરમાં ઘણા નુકસાન કરે છે. તેને રોકવા માટે આ ચા ખુબજ ઉપયોગી સાબિત થાય છે. સરગવાના પાનમાં એંટીબેકટીરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-માઇક્રોબાઈલ જેવા તત્વો રહેલા હોય છે જેનાથી ઝેરી બેકટિરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમજ શરીરની રોગ પ્રતિકારક ચક્તિ વધારે છે.
સરગવાના પાનની ચા મેટાબોલિઝમ (પાચનક્રિયા) વધારવામાં મદદ કરે છે. તેનાથી તમે જમેલો તમામ ખોરાક સરળતાથી પછી જાય છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ આ ચા ખુબ જ મદદ કરે છે. ઋતુ બદલવાના કારણે થતાં રોગ સામે લડવા આ ચા ખુબજ ઉપયોગી છે. ઇમ્યુનિટી મજબૂત બનાવે છે.
શરીરમાં પેદા થતાં ઝેરી તત્વોને બહાર કાઢવા જરૂરી છે. આ ચા ના સેવનથી શરીરને ઝેરી પદાર્થથી મુક્ત કરી શકાય છે. જેને આપણે ડિટોક્સ કહીએ છીએ. તેમજ શ્વસન ક્રિયાને મજબૂત કરવામાં પણ આ ચા ખુબ જ મદદ કરે છે અને ફેફસાને પૂરી રીતે સાફ કરે છે અને ફેફસા પહેલા જેવા કામ કરતાં કરે છે, જેથી અસ્થમાના દર્દી માટે ઉપયોગી સાબિત થાય છે.
સરગવાના પાનની ચા નિયમિત પીવાથી શરીરમાં જમા થતી ચરબી ઓગળવા લાગે છે અને વજન ઘટાડે છે. વધારે કેલેરીવાળા ખોરાકનું સેવન કરતાં લોકોને આ ચા નું સેવન જરૂર કરવું જોઈએ. ઉપર જણાવ્યા મુજબ તાવ, શરદી, કે વાઇરસથી બીમાર પડેલા લોકોને પણ આ ચા નું સેવન કરવું જોઈએ.
- સરગવાની ચા બનાવવાની રીત.
અર્ધો ગ્લાસ પાણી એક નાની તપેલીમાં લો, 10-15 સરગવાના પાન સારા પાણીથી સાફ કરી પછી પેલા અર્ધા ગ્લાસ પાણીમાં નાખો. અને છેલ્લે તેની અંદર અર્ધી ચમચી ચા બનાવવાની ભૂકી (ડસ્ટ) નાખો. પછી તેને ઉકાળો 5 થી 7 મિનિટ ઉકાળી પછી તેને એક ગરણી વડે ગળી લો પછી તેનું સેવન કરવું. આ એક પ્રકારે ગ્રીન ટી પણ કહી શકાય.
તેમજ તેમાં તમે તુલસી કે આદુ પણ નાખી શકો છો. તેમજ આ ચા માં ખાંડ(સુગર) ના નાખો તો વધુ સારું. જેનાથી આ ચા બરોબર રીતે શરીરમાં ફાયદો આપી શકે, તેમજ બરોબર રીતે શરીરની ચરબી તેમજ અન્ય બીમારીઓ સામે યોગ્ય રીતે લડી શકે. આ ચા સવારે ભૂખ્યા પેટે પણ પી શકો છો, તેમજ બપોર બાદ ભૂખ્યા પેટે પણ પી શકો છો. જમ્યા બાદ કે ભરેલા પેટે આ ચા ના પીવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.