ડૉક્ટર પાસે ન જવું હોય તો રોજ એક સફરજન ખાવું જોઈએ. સફરજનમાં 10થી 15 ટકા ખાંડ અને 85 પાણી હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન-એ, સી, બી કોમ્પેલેસ વગેરે હોય છે. વિવિધ રોગોને મટાડવા માટે સફરજન ઉપયોગી સાબિત થાય છે. આપણે રોજ સફરજનનું સેવન કરીએ તો શરીર સ્વસ્થ રહેશે. પરંતુ તમે એક ભૂલ કરો છો. સફરજન સૂકાય જાય એટલે તેને ફેંકે દઈએ છીએ. તેને ફેંકવા કરતા તેની સૂકવણી કરીએ તો વધારે સારું.
મોટાભાગના લોકો માને છે કે સફરજન એક વાર સૂકાય જાય પછી કશા કામમાં આવતું નથી. પરંતુ તે વાત તદ્દન ખોટી છે. તે સૂકાય ગયા પછી તેમાં રહેલા પોષક તત્વો અલગ-અલગ રીતે શરીરને ફાયદો આપવાનું શરૂ કરે છે. સૂકું સફરજન આપણા હાડકા મજબૂત કરે, વિટામિન બી6 જે માથાને સ્વસ્થ રાખવાનું કામ કરે, ત્વચાને લગતી કોઈપણ બીમારી હોય તો તે પળ વારમાં દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ આજે સૂકા સફરજનના ફાયદા વિશે.. અને નીચે તે પણ જાણો કે સફરજનની સુકવણી કેવી રીતે કરી શકાય સ્ટેપ બાય સ્ટેપ.
કેવી રીતે બનાવશો સૂકા સફરજન- કેટલાક એવું વિચારશે કે સૂકા સફરજન બજારમાં કઈ જગ્યા પર ઉપલબ્ધ હશે, તો તમે જણાવીએ. ડ્રાયફ્રૂટ્સની દુકાન પર તમને સરળતાથી મળી રહેશે. અને જો બહારથી ખરીદવા ન માગતા હોવ તો તમે ઘરે પણ જાતે બનાવી શકો છો.
સીઝનમાં સફરજનની ચિપ્સ કાપી થોડો સમય ઓવનમાં સૂકવી દેવી, ત્યારબાદ તેને થોડા દિવસ તડકે સૂકવવા મૂકવી. સૂકાય જાય પછી તેને એક ડબ્બામાં ભરવી. દરેક ઉંમરના લોકો સરળતાથી તેનું સેવન કરી શકશે. તેને ફાયદા પણ ધીમેધીમે શરીરને થશે. હવે નીચે જાણો કે, આ સુકાયેલા ફળના ફાયદા કેવા કેવા થાય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે- આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જમા થતા હોય છે. એલડીએલ જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે. સૂકા સફરજનમાં વિટામિન, ખનીજ, ફાઈબર સારી માત્રામાં હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અને લિપિડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હૃદયને સ્વસ્થ રાખી તેને લગતી બીમારીઓથી પણ બચાવે છે. આ રીતે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.
યાદશક્તિમાં થશે વધારો- જે લોકો બોદ્ધિક કામ કરતા હોય તેના માટે સૂકા સફરજન આશીર્વાદ સમાન છે. કેમ કે તેમની યાદશક્તિમાં વધારો થાય છે. સૂકા સફરજનને તમે મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. જેનાથી તમારી તંત્રિકા તંત્ર શાંત બને છે. અને સફરજનમાં રહેલું ફોસ્ફરસ શરીરની બધી નસો અને યાદશક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
તે ઉપરાંત સૂકા સફરજનમાં રહેલા મેગ્નેશિયમ, વિટામિન-બી, ફોસ્ફરસ બ્રેઈન સેલ્સને સ્વસ્થ રાખે છે. જેનાથી તમારી યાદશક્તિ વધુ સારી બનશે. તમે નાના બાળકને આ ફળ રોજ આપશો તો ઘણો ફાયદો થશે.
લોહીના ઉણપ અને પોટેશિયમ જાળવે- ઘણા લોકોને અપૂરતા ખોરાકના કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગતી હોય છે. ઘણી વખત લોહીની બોટલો અથવા તેની ટેબ્લેટ લેવી પડતી હોય છે. ડૉક્ટર તેવા લોકોને બીટ, ગાજર, લીલા શાકભાજી ખાવાની પણ સલાહ આપે છે. પરંતુ તમે જાણતા નહીં હોવ કે સૂકા સફરજનમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં રેડ સેલ્સ વધારે છે જેથી શરીરમાં લોહીની ઉણપ ઓછી થાય છે. જેના કારણે શરીર સ્વસ્થ રહે છે.
બીજું કે રેડ સેલ્સ બનાવવા આયર્ન જરૂરી છે. પરંતુ તેને સ્વસ્થ રાખવા માટે પોટેશિયમની જરૂર પડે છે. તે સૂકા સફજનમાં સારી એવી માત્રામાં મળી રહે છે. તેથી જો કોઈ વ્યક્તિ નિયમિત સૂકા સફરજનનું સેવન કરે તો લોહીની કમી ક્યારેય થતી નથી અને તેનું પરિભ્રમણ સારી રીતે થઈ શકે છે. શરીરના દરેક અંગમાં લોહી પહોંચે એટલે બધા અંગો પણ તંદુરસ્ત રહી શકે છે.
વજન ઓછું કરવા- પોતાનું શરીર ઓછું હોય, ખૂબસૂરત હોય, સ્લીમ હોય તો વધારે ગમે છે. તેવા વ્યક્તિઓએ સૂકા સફરજનનું સેવન કરવું જોઈએ. કેમ કે તેમાં ફાઈબરની સારા પ્રમાણમાં હોય છે. અને તે વધારે હોવાથી મેટાબોલિઝમ સુધરે છે, જેથી ખોરાકનું પાચન ઝડપી બને છે. વજનમાં ઘટાડો થઈ શકે છે. તમે નાસ્તાના રૂપમાં આ સફરજન રોજ ખાવ તો ગુણકારી સાબિત થશે. તેમાં ફેટની માત્રા નહિવત્ હોય છે. જો કેલરી વાળી વસ્તુનું સેવન કર્યું હોય અને તેને નિયંત્રણમાં રાખવી હોય તો તેના થોડા સમય બાદ એક કપ સફરજન ખાઈ જવું.
હોર્મોનલને બનાવે સ્વસ્થ- હોર્નોનલનું સંતુલન ન રહે તો શરીરમાં અનેક બીમારીઓ ઘર બનાવે છે. સૂકા સફરજનમાં વિટામિન બી 5 અને વિટામિન બી6 સારા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત વિટામિન બી એડ હોય છે, જે આપણા માથામાં અને હોર્મોનને નવી ઉર્જા આપવાનું કામ કરે છે. ખાસ કરીને સૂકા સફરજન હોર્મોનલને સ્વસ્થ રાખે છે. તેથી સૂકા સફરજન ખાશો તો જરૂર ફાયદો થશે.
રોગપ્રતિકારક શક્તિ વધારે- ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે સીઝન બદલાતા તરત શરદી, ખાંસી, તાવની સમસ્યા થવા લાગે છે. જેને આપણે ઇમ્યુનિટી ઓછી હોય તેના કારણે આ બધી તકલીફ થાય તેવું કહેતા હોઈએ છીએ. તેનાથી બચવા માટે સૂકા સફરજન બહુ જ મદદરૂપ થશે. તે ઇમ્યુન સેલ્સને મજબૂત બનાવે છે. તેમાં વિટામિન સી પણ હોય છે. જે શરીરને આ બધા સંક્રમણથી બચાવે છે. આ રીતે સૂકા સફરજન અનેક રીતે શરીરને લાભદાયી છે.
સ્કીન ગ્લો કરશે- વધારે પ્રદૂષણ, ધૂળ, માટીના કારણે સ્કીન શુષ્ક થઈ જતી હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નાની ઉંમરમાં માણસની સ્કીન એટલી વૃદ્ધ લાગવા લાગે છે કે તેમને પોતાનો ચહેરો જોવો ગમતો નથી. તેનાથી બચવા તમે સૂકું સફરજન ખાઈ શકો છો. કેમ કે તેમાં રિબોફ્લેવિન, વિટામિન બી 2, અને સી રહેલા છે જે સ્કીનને સ્વસ્થ રાખશે અને જુવાન બનાવશે.
તે ઉપરાંત સ્કીનના ખરાબ સેલ્યુલર સામે રક્ષણ આપી, તમારી ત્વચાને હાઈડ્રેશન રાખવાનું કામ કરે છે. સ્કીન હાઈડ્રેશન રહે એટલે લોહીનું સંતુલન શરીરમાં બની રહે, જેથી સ્કીન પર ગ્લો આવે અને તાજગીનો અહેસાસ થાય છે. કેટલાકની સ્કીન શુષ્ક અને પીળી થઈ ગઈ હોય તો તે દૂર કરવાનું કામ કરે છે. આ સૂકા સફરજન.
ગર્ભાવસ્થા દરમિયાન- સૂકા સફરજન બહુ ઓછા લોકો ખાય છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન સૂકા સફરજન ખાવા ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી માંસપેશીઓના કાર્યમાં સુધારો થાય છે. તેમન બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. જો તમે પણ એખ નાનકડું સૂકા સફરજન ખાવું જોઈએ. છતાં પણ આપ પ્રેગ્નન્ટ હોવ તો ડૉક્ટરને પૂછી લેવું કેમ કે, દરેક સ્ત્રીની તાસીર અલગ અલગ હોય છે.
દાંત બનાવે મજબૂત- આજકાલ ચોકલેટ દરેક બાળકને વધારે ખાવાની આદત પડી જતી હોય છે. જેના કારણે દાંત ખરાબ થઈ જતા હોય છે. જેના કારણે દાંત સ્વસ્થ રહી શકતા નથી. તેના લીધે બેક્ટેરિયા અને દાંતમાં સડો થવાની સંભાવના વધી જતી હોય છે. તેનાથી બચવા માટે તમે સૂકા સફરજનનું સેવન કરો, તેમાં રહેલું એસિડ જે ચાવવાથી બેક્ટેરિયા મારવાનું કામ કરે છે.
બંને પ્રકારના ફાઈબર જરૂરીયાત મુજબ મળે- આપણે વાંચીએ છીએ કે ફાઈબર વાળા ખોરાક ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે ફાઈબર કેટલા પ્રકારના હોય છે. ફાઈબરના બે પ્રકાર છે. એક મિલનસાર અને બીજા અમિલનસાર. આ બંને ફાઈબર શરીર માટે ખૂબ જ જરૂરી છે. અમિલનાર ફાઈબર તમારા શરીરમાંથી કબજિયાતની તકલીફ હંમેશાં માટે દૂર કરે છે. જ્યારે મિલનસાર ફાઈબર બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે.
આ રીતે એક વાડકી સૂકા સફરજન ખાવાથી તમારા શરીરને અનેક બીમારીઓથી બચાવી શકો છો. જેને બ્લડ સુગરની તકલીફ હોય તે જમ્યા બાદ આ સફરજન ખાય તો બ્લડ સુગરના જે સ્પાઈક્સ છે તેને રોકશે. જેથી આજીવન બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. તે સિવાય પણ આંતરડામાં ઝેરી પદાર્થો અને બેક્ટેરિયા નુકસાન પહોંચાડતા હોય છે તેને પણ દૂર કરવામાં મદદ કરે છે સૂકા સફરજન.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.