👉 આજના ઝડપી યુગમાં લોકોની લાઈફ સ્ટાઈલ ખરાબ થઈ ગઈ છે. જેથી તેઓ પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી પુરો દિવસ કામમાં હોવાથી ખોરાક પણ સમયસર લેવાતો નથી. આ બધા કારણોથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. તેથી લોકો તેના ઈલાજ માટે ઘણા પ્રકારની દવાઓનું સેવન કરતાં હોય છે છતાં તેમની સમસ્યા દૂર થતી નથી.
👉 શરીરની સમસ્યાઓમાં માથું દુખવું, પાચન શક્તિ નબળી હોવી, આંખોની સમસ્યાઓ થવી, શરીરના સાંધાના દુખાવા થવા, યાદ શક્તિ નબળી થઈ જવી વગેરે સમસ્યાઓ શરીરમાં ખરાબ લાઈફ સ્ટાઇલને કારણે થાય છે. જેને જડ-મૂળમાંથી દૂર કરવા માટે આપણું આયુર્વેદ ખૂબ ઉપયોગી બને છે. જેમાં દર્શાવેલ ઔષધિ શરીરની આ સમસ્યાઓને દૂર કરે છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ જ્યોતિષમતીના ફળની જે ખૂબ ફાયદાકારક છે. જ્યોતિષમતીનું તેલ આજે બજારમાં પણ ઉપલબ્ધ હોય છે
👉 જ્યોતિષમતીનો કુદરતી દેખાવ :- જ્યોતિષમતીને માલકાંગની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધિના ફળ દેખાવે જયારે કાચા હોય ત્યારે તેનો રંગ લીલો હોય છે અને જ્યારે પાકી જાય ત્યારે તેનો રંગ પીળાશ પડતો થઈ જાય છે. જ્યોતિષમતીના પર્ણ ગોળ હોય છે અને તેની કિનારી કાંટાવાળી હોય છે. હવે આપણે જાણીશું જ્યોતિષમતીના સેવનથી થતાં ફાયદાઓ.
👉 જ્યોતિષમતી આંખો માટે ફાયદાકારક :- આજના આધુનિક સમયમાં ઘણી ખરી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે. જેમાં મોબાઈલ અને કોમ્પ્યુટર જેવા સાધનો માણસોની આંખોની સામે સતત રહે છે. જેના કારણે આંખોમાં નુકશાન થાય
છે. તેથી આવી સમસ્યાઓને દૂર કરવા માટે આયુર્વેદમાં જ્યોતિષમતીનું ફળ આંખો માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવ્યું છે. જ્યોતિષમતીના તેલને તાળવે લગાવી હળવે હાથે માલિશ કરવામાં આવે તો આંખોની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
👉 માસિક ધર્મના દુખાવામાં રાહત :- ઘણી મહિલાઓને માસિક ધર્મ સમયે ખૂબ દુખાવો થતો હોય છે અને તેને લગતી અન્ય સમસ્યાઓ પણ થતી હોય છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ગુડહલના પાનને લેવા અને જ્યોતિષમતીના પાન લેવા બંનેને સરખી રીતે પીસી લેવા અને ત્યાર બાદ બીટને પણ પીસી લેવું હવે એક પાત્રમાં તેને સરખી રીતે મિક્સ કરી અને તેનું સેવન કરવું. જેનાથી માસિક ધર્મ સમયે થતાં દુખાવામાં રાહત મળે છે અને તેને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
👉 હાથ પગના દુખાવા અને સોજાને દૂર કરવા માટે :- જ્યોતિષમતીના સેવનથી હાથ પગના દુખાવામાં રાહત મળે છે ઉપરાંત સોજાને પણ દૂર કરે છે. જ્યોતિષમતીની અંદર એન્ટિ થ્રોમ્બો સાઇટીક ગુણ રહેલા હોય છે. જે જામી ગયેલા લોહીને છૂટું પાડે છે અને સોજાને ઓછું કરે છે. આજના સમયમાં વૃદ્ધો અને યુવાનોને પણ સાંધાના દુખાવા થાય છે. જે ખુબ જ અસહ્ય હોય છે. જેને દૂર કરવા માટે જ્યોતિષમતી અકસીર ઈલાજ ગણવામાં આવે છે.
👉 પાચન શક્તિને પ્રબળ કરે છે :- આજના સમયમાં લોકોને બહારનું ભોજન વધારે ભાવે છે. પરંતુ તેમાં કેમિકલનો ભરપૂર માત્રામાં ઉપયોગ થયો હોય છે. જેથી સીધું પાચન શક્તિ પર અસર થાય છે. પરિણામે પેટને સબંધિત રોગો ઉદભવે છે. ઉપરાંત શરીરની કોઈ પણ બીમારીઓનું મૂળ પેટ હોય છે. પેટ ખરાબ થાય તો આખા શરીરમાં સમસ્યાઓ થાય છે. જેના નિવારણ માટે જ્યોતિષમતી રામબાણ ઈલાજ છે. જેના સેવનથી પેટની બધી સમસ્યાઓ દૂર થાય છે.
👉 મગજ માટે ખૂબ ગુણકારી :- જ્યોતિષમતીના સેવનથી તમારો મગજ એક્ટિવ થઈ જાય છે અને યાદ શક્તિ વધી જાય છે. મગજની શક્તિને પ્રબળ કરવા માટે રોજ સવારે ભૂખ્યા પેટે જ્યોતિષમતીના તેલના 3 ટીપાં અડધા ગ્લાસ દૂધમાં નાખી અને તેનું સેવન કરવામાં આવેતો મગજ માટે ખૂબ ફાયદાકારક ગણાય છે.
👉 બીજા ઉપાયમાં મગજની શક્તિ વધારવા માટે રોજ જ્યોતિષમતીના બીજને ખાલી પેટે સેવન કરવાથી પણ માનસિક શક્તિ વધે છે. જેથી તમારી યાદ રાખવાની શક્તિ વધી જાય છે અને કોઈપણ મુશ્કેલ કાર્ય તમે આસાનીથી કરી શકો છો.
જો આ જ્યોતિષમતીના સેવન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.