🍊 શિયાળાની સિઝનમાં ખાટ્ટા અને રસથી ભરપૂર ફળો ખાવાની બહુ મજા આવતી હોય છે. દરેક સિઝન કરતાં શિયાળાની ઋતુમાં દરેક ફ્રૂટ્સ આવતાં હોય છે. અને તેમા ખાસ કરીને મોસંબી-નારંગી તો ખાસ જોવા મળતાં હોય છે. દરેક વ્યક્તિનું સેવન પણ કરતાં હોય છે. આ બંને ફળોનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગતાં હોય છે. સ્વાસ્થ્ય માટે પણ ઘણાં ગુણકારી માનવામાં આવે છે.
🍊 તે શરીરમાં રોગ પ્રતિકારકશક્તિ વધારે છે. સાથે સાથે બીજી રીતે પણ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો મોસંબી અને નારંગી બંનેને એક જ સમજતાં હોય છે. તે દેખાવમાં સરખાં લાગે છે, સ્વાદ પણ ખાટ્ટો હોય છે. આ બંને શરીરમાં પણ ગુણ સરખો કરતાં હોય છે. મોસંબીને સ્વીટ લાઈમ અને સથ્થુકુડી કહેવામાં આવે છે. જ્યારે નારંગીને ઓરેન્જ કે સંતરા કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ તેમાં રહેલા પોષક તત્વો અને ગુણો વિશે…
🍊 મોસંબીમાં રહેલા પોષક તત્વો- મોસંબીમાં વિટામિન-સીની માત્રા ભરપૂર હોય છે. તે સિવાય પણ ઘણાં પોષક તત્વો રહેલા હોય છે. મોસંબીનો આકાર અંડાકાર હોય છે. કલર લીલો હોય છે. તે પાકી જાય તો પીળા રંગની થઈ જતી હોય છે. તેની છાલ એકદમ પાતળી હોય છે. મોટાભાગના લોકોને આનો જ્યૂસ પીવાનો ગમતો હોય છે. તે સ્વાદમાં થોડી ખાટ્ટી અને મીઠી હોય છે.
🍊 -100 ગ્રામની મોસંબીમાં રહેલા પોષક તત્વો- કેલરી 30, કાર્બોહાઈડ્રેસ-10.5 ગ્રામ, પ્રોટીન-0.5 ગ્રામ, ફાઈબર-2.8 ગ્રામ, વિટામિન-સી 220 ટકા, આયર્ન-DV 2 ટકા, કેલ્શિયમ-33 મિલિગ્રામ, વિટામિનબી6-DVના 2 ટકા, થાઈમિન-DVના 2 ટકા, પોટેશિયમ-102 મિલિગ્રામ.
🍊 મોસંબીમાં રહેલા ફાયદા– ઘણાં લોકો થોડું કામ કરી થાકી જતાં હોય છે. તો આના સેવનથી ખાસ એનર્જી મળે છે. ભૂખની સ્થિતિમાં આનું સેવન અમૃત તુલ્ય છે. જો તમે ભરપેટ ભોજન કર્યું હોય અને મોસંબીનું સેવન કરશો તો ખોરાક સરળતાથી પચી જશે.
🍊 -તે ચામડીના રોગ મટાડનાર છે. તે રક્ત શોધકનું કામ કરે છે. તે સિવાય મોસંબીનો જ્યૂસ પીવાથી ચહેરા પર ખીલ કે સ્કીન પર કરચલીઓ પડતી નથી. આ ઘણા બધા ન્યુટ્રીશન્સથી ભરપૂર હોય છે.
🍊 -કબજિયાતની તકલીફ હોય તો આનો રસ પીવો જોઈએ. મોસંબી એન્ટી ઓક્સિડન્ટનો પાવર હાઉસ ગણાય છે. જો નિયમિત મોસંબીનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી કચરો દૂર થઈ જાય છે.
🍊 -મોસંબીનું સેવન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. મોસંબીમાં ઉપસ્થિત હાઈફાઇબર આંતરડા સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જે પાચનતંત્ર સુધારવાનું કામ કરે છે. ફાઈબર શરીર ઘટાડવામાં મદદ કરે છે.
🍊 -નિયમિત મોસંબીનો જ્યૂસ પીવાથી આંખોમાં સંક્રમણ અને મોતિયાની બીમારીથી દૂર રહી શકાય. મોસંબીના રસમાં 3-4 ટીપાં હોઠ પર લગાવવાથી કાળા હોઠ દૂર થાય છે. જેનાથી હોઠ નરમ બને છે. ટાઈફોઈડની બીમારીમાં મોસંબીનું સેવન વધારે ફાયદો આપે છે.
🍊 નારંગીમાં રહેલા ગુણો- મોસંબી જેવી દેખાતી નારંગી વિટામિન-સીથી ભરપૂર હોય છે. તે ગોળ આકારની હોય છે. મોટાભાગના લોકો નારંગીનું સેવન કરવાનું પસંદ કરતાં હોય છે. તેમાં કેલરી-47, પાણીની માત્રા 87 ટકા, પ્રોટીનની માત્રા 0.9 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ- 11.8 ગ્રામ, ખાંડ-9.4 ગ્રામ, ફાઈબર-2.4 ગ્રામ, ચરબી-0.1 ગ્રામ હોય છે.
🍊 તેનાથી શરીરને મળતાં ફાયદા જાણીએ- નારંગી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. નિયમિત નારંગીના સેવનથી અલ્સરની બીમારી દૂર થાય છે.
🍊 -નારંગીના સેવનથી ફર્ટીલીટી વધે છે. તેમાં રહેલું એન્ટી ઓક્સિડેન્ટ વિટામિન-સી સ્પર્મની ગુણવત્તા અને ગતિશીલતામાં સુધારો કરે છે.
🍊 -વાળ સોફ્ટ અને સિલ્કી બનાવે છે. જો તેનો રસ વાળમાં લગાવવામાં આવે તો તેને ખરતાં અટકાવી શકાય છે. તે રસમાં મધ મિક્સ કરીને લગાવવામાં આવે તો વાળ મુલાયમ બને છે. નારંગીનું સેવન નિયમિત કરવાથી કિડનીમાં પથરી અને કિડનીનો રોગ ઘટાડી શકાય છે. તેના સેવનથી પથરી દૂર રહે છે.
🍊 -કેન્સર જેવી બીમારી પણ મટાડે છે.નારંગીમા ડી-લીમોનેન નામનું તત્વ રહેલુ હોય છે. જે ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સ્કીન કેન્સર સામે રક્ષણ આપે છે.
🍊 -ડાયાબિટીસના દર્દી નારંગીનું સેવન ફાયદાકારક છે. તેનાથી શુગરને નિયંત્રણમાં લાવી શકાય છે. આ રીતે નારંગી અને મોસંબીનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
જો આ નારંગી અને મોસંબી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.