👉 દોસ્તો, મમરા એ ખાવાની એક એવી ચીજ છે કે તેને સૌ કોઈ પસંદ કરે છે. તેને લોકો નાસ્તામાં વધારે પસંદ કરતાં હોય છે. મમરા ને લોકો ઘણી રીતે ખાય શકે છે. મમરામાંથી ચેવડો, ભેળ, મમરાના લાડુ કે ચિક્કીના રૂપમાં મમરા ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. મમરાની વિવિધ બનાવટ સ્વાદમાં તો સરસ હોય જ છે તેની સાથે તે હેલ્થ માટે પણ ઉત્તમ છે.
👉 મમરાના સેવનના ઘણા જ લાભ છે તે તમને બજારમાં ખૂબ જ આસાનીથી મળી પણ જાય છે. તેને એમ જ મોળા ખાઓ તો પણ તમને તે ભાવે જ છે. તેને ખાવાનું કોઈ જ નુકશાન નથી તે તમે ગમે તે સમયે ખાય શકો છો. તો ચાલો તેને ખાવાના ફાયદા જોઈએ અને નીચે અંતમાં એ પણ જાણીએ કે ,તે કઈ રીતે ખાવા અને શું છે તેની સાચી રીત.
👉 વજન ઘટાડવામાં માટે : જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ મમરા એક સારો ઉપાય છે. મમરાના સેવનથી વજન ખૂબ જ સરળતાથી ઘટવા લાગે છે. મમરામાં ડાયેટર ફાયબર વધારે છે અને તેમાં કેલેરી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે તેને લીધે શરીરમાં ચરબી બનતી નથી અને વજન સરળતાથી ઘટવા લાગે છે.
👉 શરીરને જોઈતા પોષક તત્વો આપે છે : મમરામાં ઘણા એવા તત્વો છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. મમરામા કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, પ્રોટીન, ઉર્જા, આયરન, રાયબોફલેવિન, નિયાસીન જેવા અનેક તત્વો રહેલા છે. જો તમે રોજ 1 વાટકી જેટલા મમરાં ખાવાનું રાખો તો આ તમામ તત્વો તમને મળે છે અને હેલ્થ ખૂબ જ સારી રહે છે.
👉 મમરાનું જે લોકો રેગ્યુલર સેવન કરતાં હોય તે તેમનું એનર્જી લેવલ સારું રહે છે. મમરામાં કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. શરીર કાર્બોહાઇડ્રેટને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે તે શક્તિનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. જે લોકોને નબળાઈ રહેતી હોય કે થોડા કામમાં જ થાક લાગતો હોય તેમના માટે મમરાનું સેવન ઉત્તમ છે.
👉 પાચનતંત્રમાં સુધાર આવે છે : જે લોકોને પાચનને લગતી તકલીફ રહેતી હોય તે લોકોએ પોતાના ડાયેટમાં હંમેશા 1 વાટકી મમરાને સમાવવા જોઈએ. મમરામાં ડાયટરી ફાયબર સારું એવું હોય છે. તે ખોરાકને પચાવવા માટે સારું કામ કરે છે આથી કબજિયાત જેવો પ્રશ્ન હોય તો તે પણ સોલ થાય છે. જમ્યા બાદ જો 1 વાટકી મમરા ખાવામાં આવે તો તે સૌથી શ્રેષ્ઠ છે.
👉 એસીડીટીને દૂર ભગાડે છે : જે લોકોને એસીડીટીની તકલીફ રહે છે તેમના માટે આ મમરાનો ઉપાય બેસ્ટ ઉપાય છે. મમરામાં ઓબ્જર્બ કરવાનો ગુણ રહેલો છે અને તે ગુણના કારણે જ તે એસીડીટીની દવા પણ બની શકે છે. ભોજન કર્યા બાદ 1 વાટકી જેટલા મોળા મમરા ખાવાના અને તે ખાયને પાણી નથી પીવાનું આમ કરતાં એસીડીટીમાં ઘણી જ રાહત રહે છે.
👉 સિલિયાક રોગ માટે ઉત્તમ : જે લોકોને સિલિયાક રોગની તકલીફ હોય છે તે લોકોને ઘઉ, રાઈ તેમજ જઉ જેવા પાકની મનાય હોય છે તેવામાં આ મમરા તમને માટે ઉત્તમ રહે છે. નિષ્ણાંતો પણ આ રોગમાં મમરાને ઉત્તમ ગણે છે. આ રોગમાં તે લોકોને ગ્લૂટેનની સખત મનાય હોય છે કેમ કે ગ્લુટેનથી તેને નાના આંતરડામાં તકલીફ થઈ શકે છે. જ્યારે આ તત્વ મમરામાં નહિવત હોય છે તેથી સિલિયાક ના રોગીને મમરા ખાવા જોઈએ.
👉 મમરા ખાવાની રીત : જો તમે વજન ઘટાડવા માંગો છો તો, મમરા તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો તેમજ બીજી રીતે બપોર બાદ તમને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. તેમજ મમરામાં તમે હળદર તેમજ થોડું મીઠું નાખીને તેને હળદર વાળા કરીને પણ ખાઈ શકો છો જેનાથી તમને સ્વાદ પણ સારો લાગશે અને હળદરનો લાભ પણ મળશે. તેમજ જો તમને દિવસમાં વારંવાર નાસ્તો કરવાની ટેવ હોય તો તેમાં તમે મમરાને ખાઈ શકો છો.
👉 મમરા ખાતી વખતે ધ્યાન રાખો – જો તમને મમરા ખાતી વખતે વધુ નલળાઈ લાગે તો તમે તેની જગ્યાએ ફ્રૂટ પણ ખાઈ શકો છો, બાકી તમે મમરાનો આ પ્રયોગ કરશો તો બીજો કોઈ વાંધો નથી.. તેમજ બીજુ એ પણ ખાસ ધ્યાન રાખો કે, બપોર કે સાંજનું ભોજન યોગ્ય રીતે લ્યો.. તેમાં પણ મમરા ખાઈને કામ ના ચલાવો નહીં તો, શરીરમાં વધુ પડતી નબળાઈ આવી શકે છે. સ્ત્રીઓએ આ વાત ખાસ યાદ રાખવી.
જો મમરા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.