આજના યુગમાં દરેક વ્યસ્ત છે. આ લાઇફમાં કોઈને આરામ મળતો હોતો નથી. માત્ર મજૂર વર્ગના લોકો જ નહીં, પરંતુ આફિસ વર્ક કરતાં, અને ગૃહિણી પર આવી જ સ્થિતિમાં છે. જ્યારે આપણે દિવસભર આટલું કામ કરીએ છીએ, ત્યારે રાત્રિ દરમિયાન આપણા પગ વધારે દુખતા હોય છે. ઘણી વખત તો એટલા બધા પગ દુખતા હોય છે કે આપણે રાત્રે બરાબર સૂઈ પણ શકતા હોતા નથી. તેની ખાસ અસર પગ પર થતી હોય છે. કળતર થવા લાગે છે.
આવી સ્થતિમાં અમે તમને એક પગને ખાસ રીતે ધોવાની પધ્ધતિ જણાવીશું – જેનાથી તમને ઊંઘ તો બરોબર આવશે. સાથે સાથે શરીરમાં બીજા પણ ગજબના ફાયદા થશે જેનાથી બીજા દિવસે ઊઠશો તો પણ તમને એક નવી સ્ફૂર્તિ મહેસુસ થશે. તો ચાલો જાણીએ કે, પગ ધોવાની એ ખાસ પધ્ધતિ કઈ છે અને તેનાથી શું શું ફાયદાઑ થાય છે.
પગ ધોવા માટે ખાસ રીત અપનાવો- રેગ્યુલર ઓફિસથી આવીને સાદા પાણીથી પગ સાફ કરી શકો છો. પરંતુ હવે તેના બદલે નવશેકું ગરમ પાણી કરી અને ડોલ કે ટબમાં થોડી વાર માટે પગ ડુબાડી રાખો. ત્યાર બાદ સરસ રીતે લૂછી નાખો. પછી તેના પર તેલ કે ક્રિમ લગાવી શકો છો. બીજી કોઈ ક્રિમનો ઉપયોગ ન કરવો હોય તો નાળિયેરનું તેલ પગ પર લગાવી શકો છો. જેથી ત્વચા નરમ બનશે.
જો પગમાં સામાન્ય દુખાવો રહેતો હોય તે ગરમ પાણીમાં તમે મીઠું નાખીને 20-25 મિનિટ રહેવા દેવું, ઘણી રાહત મળશે. મોટાભાગના લોકો પગની અવગણના કરતા હોય છે, પરંતુ વાળ, ચામડી અને શરીરના બીજા ભાગોની જેમ કાળજી લેવી જોઈએ. તમારે પગની સંભાળ રાખવી જોઈએ અને ધોયા વગર ક્યારેય રાત્રે સૂવું ન જોઈએ.
ત્રીજી રીત એ છે કે, ગરમ પાણીમાં થોડું નામક નાખી પગ તેમાં ડૂબાવો પણ સાથે સાથે એક્યુપ્રેશર ની પગમાં માલિશ કરવાનું નાનકડું સાધન આવે છે તેનાથી પગમાં સાથે સાથે માલિશ પણ કરો તેનાથી ખૂબ સારું પણ લાગશે અને સાથે સાથે નવી ઉર્જા પણ શરીરમાં આવશે.
- આ રીતે પગ ધોવાથી શરીરમાં થાય છે આવા આવા ગજબના ફાયદા.
શરીરને નવી ઉર્જા મળે- આપણા પગ આખો દિવસ શરીરનું વજન સહન કરતા હોય તેવું લાગતું હોય છે. જેના કારણે પગને જરાપણ આરામ મળતો હોતો નથી. ઘણી વખત તેના કારણે સ્નાયુઓ અને સાંધા જકડાઈ જતા હોય છે. તેના માટે તમારે રોજ રાત્રે પગ ધોવા જોઈએ. જેથી એનર્જી મળશે. સવારે ઉઠશો ત્યારે તાજગીનો અહેસાસ થશે.
શરીરનું તાપમાન જાળવવા- ઓફિસમાં જોબ કરતા હોઈએ તો શોક્સ પહેરી બૂટ પહેરી રાખીએ છીએ. મહિલાઓ શોક્સ પહેરી સેન્ડલ પહેરતી હોય છે. આમ આખો દિવસ બંધાયેલા રહેતા હોવાના કારણે શરીરનું તાપમાન પણ ગરમ રહેતું હોય છે. કેમ કે પગના તળિયા બંધ રહેવાથી અગ્નિ સાથે જોડાયેલો રહે છે. જેવા આપણે ઘરે આવીને પગમાંથી મોજાં કે ચંપલ કાઢીએ પગને આરામ મળે છે. અને ગરમી છૂટી પડવા લાગે છે. આમ રોજ રાત્રે તમે પગ ધોવાના ચાલુ કરશો તો સ્વાસ્થ સારું રહેશે. અને શરીરનું તાપમાન જળવાશે.
આખા દિવસના પરસેવામાંથી મળશે છુટકારો- પગરખાં અને મોજાં પહેરવાના કારણે પગમાં હવા જતી અવરોધાય છે. જેના કારણે પગમાં પરસેવો થાય છે. જો તમે રોજ રાત્રે પગ ધોશો તો તાજગીનો અનુભવ થશે, સાથે પગમાં થોડી હવા લાગશે. જેથી દિવસ દરમિયાન તમને જે થાક લાગ્યો હશે તે દૂર થઈ જશે. પગની આંગળીઓની વચ્ચે જ જગ્યા હોય તેમાં પણ ઘસવું જોઅઇએ. જેથી તેમાં જામેલી ધૂળ, માટી, ઝીણા જીવજંતુ સાફ થઈ જશે. પગ ધોયા પછી તમે મોઇશ્ચરાઇઝનો પણ ઉપયોગ કરી શકો છો.
તણાવ થશે દૂર- શરીરમાં એક્યુપ્રેશર દ્વારા ઘણી બીમારીઓનું નિદાન થાય છે. તે સૌ કોઈ જાણતું હોય છે. તેવી જ રીતે આપણા પગમાં આખા શરીરના એક્યુપ્રેશર પોઈન્ટ રહેલા છે. પગ ધોતી વખતે આપણે તેને ઘસતા હોઈએ છીએ, ત્યારે બિંદુઓને દબાવવા જોઈએ. આ પ્રમાણે કરવાથી તણાવ ઘટે છે. અને માનસિક શાંતિ મળે છે. સાથે સંતુલન જળવાય રહે છે. તેના કારણે આપણને સારી ઉંઘ પણ આવે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.