જે રીતે અંજીર શરીરને સ્વસ્થ રાખે છે. એવી જ રીતે કિસમિસ પણ શરીરને ઘણી રીતે લાભદાયક છે. જો આ બંનેને રાત્રે પલાળીને ખાવાની ટેવ પાડવામાં આવે તો અત્તિઉત્તમ ગણાય છે. કિસમિસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમાં પ્રાકૃતિક શુગર પર સારી માત્રામાં જોવા મળે છે. એવી જ રીતે અંજીરમાં પણ વિટામિન-એ, બી, સી, બી 6, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર વગેરે પોષક તત્વો રહેલા હોય છે.
જો આ બંને અંજીર અને કિસમિસનું સેવન રાત્રે પલાળીને સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો ઘણો ફાયદો થતો હોય છે. જે શરીર માટે શક્તિવર્ધક બની રહે છે. મોટાપો દૂર કરે, કબજિયાત અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલા તેનું સેવન કરે તો ખૂબ જ મહત્વનું છે. તો આવો જાણીએ કે, અંજીર અને કિસમિસ બંનેને કેવી રીતે અને કેટલા પલાળવાના અને કઈ રીતે તેનું સેવન કરવાનું અને તેનાથી કેવા કેવા ફાયદા થાય છે.
સેવન કરવાની યોગ્ય રીત- અંજીર અને કિસમિસનું સેવન કરવા માટે રાત્રે 1-2 અંજીર અને 8-9 કિશમિશ અલગ અલગ પાણીમાં પલાળો. સવારે વહેલા ખાલી પેટે આ બંને વસ્તુનું સેવન કરવું. બંને વસ્તુ ચાવીને ખાઈ જવી ત્યારબાદ તેનું પાણી પી જવું. થોડા દિવસ સુધી આ બંને વસ્તુનું સેવન કરશો તો શરીરમાં ઘણી સમસ્યાઓ હશે જે દૂર થઈ જશે. નીચે જાણો તેનાથી કેવા કેવા ફાયદા થાય છે તે.
અશક્તિને કરશે દૂર- ઘણા લોકોનું શરીર પહેલાથી જ કમજોર હોય છે. ગમે તેટલું ખાય તેમ છતાં તેમને કમજોરી એટલે કે વિકનેસ લાગ્યા કરે છે. તો શરીરમાં કમજોરી દૂર કરવાનું કામ અંજીર અને કિસમિસ સારી રીતે કરે છે. સવારે ખાલી પેટે બંને વસ્તુ ખાવાથી શરીરમાંથી કમજોરી, દુબળાપણું જેવી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. જે લોકોનું શરીર વધતું નથી તેમણે કિસમિસ અને અંજીરનું સેવન જરૂર કરવું, વજન વધવા લાગશે.
હૃદયને સ્વસ્થ રાખે- અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ હોય છે. અને કિસમિસમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. અને હદયની બીમારીઓથી આપણને બચાવે છે. આ રીતે રોજ બે પલાળેલાં અંજીર અને 8-10 કિસમિસ પલાળેલી રોજ સવારે ખાલી પેટે ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે.
પાચનતંત્ર બનાવે પાવરફુલ- તેલવાળું અને મસાલાયુક્ત ખોરાક ખાવાના કારણે લોકોને કબજિયાત અને એસિડિટીની તકલીફ થઈ જતી હોય છે. તેને મટાડવા માટે કામચલાઉ દવા લેવી પડે છે, પાચન માટે મદદરૂપ ફાઈબર અંજીર અને કિસમિસમાં સારા પ્રમાણમાં રહેલો હોય છે. એટલે જો તમે રોજ અંજીર અને કિસમિસનું સેવન કરશો તો પાચનતંત્ર સ્વસ્થ રહેશે અને મજબૂત બનશે. અંજીરથી તમારી પેટની લગતી સમસ્યા દૂર થઈ જશે.
હાડકાંના સ્વાસ્થ્ય માટે લાભદાયક- કિસમિસમાં વધારે માત્રામાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિયન્ટ હોય છે. અંજીરમાં પર આ તત્વો સારા પ્રમાણમાં રહેલું હોય છે. જેથી અંજીર અને કિસમિસનું સેવન રોજ કરવું જોઈએ. જે તમારા હાડકા મજબૂત બનાવે છે. તમારા ઉછળતા બાળકોને પણ રોજ 1-2 અંજીર ખવડાવશો તો તેમના શરીર માટે ખૂબ જ લાભદાયક બની રહેશે.
જાતિયશક્તિમાં કરે વધારો- કેટલાક પુરુષોને જાતીયશક્તિનો પ્રોબ્લેમ હોય છે. જેની ઉણપ અંજીર અને કિસમિસ સારી રીતે પૂરું કરી શકે છે. તેમાં રહેલા પોષકતત્વો જાતિય શક્તિ વધારવામાં અસરકારક સાબિત થાય છે. તમારા ડાયેટમાં આ બંને વસ્તુ એડ કરશો તો તમને લાગતી ઉણપ દૂર થઈ જશે. સ્ત્રી અને પુરુષ બંને માટે છે ઉપયોગી.
લોહીની કમી- હાલના સમયમાં લોકોની ખાવાની સ્ટાઈલ બદલાય ગઈ છે. વધારે પડતું બહારનું જમવાના કારણે શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળતા હોતા નથી જેના કારણે લોહીની કમી ઉભી થાય છે. તેના કારણે એનિમિયાની સમસ્યા થાય છે. તેને દૂર કરવા માટે અંજીર અને કિસમિસનું સેવન કરવું જરૂરી છે. કેમ કે આ બંને વસ્તુમાં આર્યન સારા પ્રમાણમાં રહેલું હોય છે. જે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારશે.
વજન ઘટાડવા માટે- જો તમે વજન ઓછું કરવા માગતા હોવ તો પણ અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અંજીરમાં ચરબી હોતી નથી, જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ જ કારણને લીધે મેદસ્વી લોકોને અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ દૂધ અને અંજીરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી વજન વધી શકે છે.
ત્વચાને યુવાન રાખે- જે સ્ત્રીઓ રોજ બે પલાળેલા અંજીર અને કિસમિસનું સેવન કરવાનો નિયમ બનાવે તો વધતી ઉંમરની નિશાની છુપાવી શકે છે. માટે મહિલાઓએ રોજ રાત્રે અથવા તો વહેલી સવારે બે અંજીર પલાળી તેનું પાણી પી જવું. જરૂર ફાયદો થશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.