અળસીનું સેવન કરવામાં આવે તો, શરીરમાં ઘણી સમસ્યાનું નિદાન થવા લાગે છે. આજે આ આર્ટીકલમાં તમને જણાવીશું કે, નિયમિત અળસિના સેવનથી કેટલી પ્રકારના ફાયદાઓ થાય છે અને શરીરના ક્યાં ક્યાં અંગોમા વધારે હિત કરે છે. આ આર્ટીકલ ધ્યાનથી વાંચવો અને સમજવો કારણ કે, આ વસ્તુથી ઘણી બીમારીને જડથી કાઢવામાં મદદ મળેશે.
આપણે શરીરને ક્યારે પણ બીમાર કરવું નથી છતાં તેમાં કોઈને કોઈ રોગ આવતો હોય છે. તમે કેટલી પણ કાળજી રાખો તો પણ બીમારી આવે જ છે. આ બીમારીને મોટી થતાં અટકાવવા માટે આપણે કોઈ દવા કે ડોકટર પાસે જવાની જરૂર નહીં પડે. આ આયુર્વેદનો એક નાનો ઉપાય અપનાવી લો. શરીર જલ્દીથી ઠીક થઈ જશે અને બીમારી શરીરમાં આગળ વધે તે પહેલા શરીરની બહાર આવી જશે.
અળસિમાં અલગ અલગ વિટામીન્સ, પોષકતત્વ, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગેનીજ, સેલેનિયમ અને ઓમેગા જેવા તત્વો મળી રહે છે. પહેલા જાણીએ કે, 100 ગ્રામ અળસિમાં કેટલા ગ્રામ તત્વો શરીરમાં મળી રહે છે. 100 ગ્રામ અળસિમાં 500 કેલેરી, ફેટ 40 ગ્રામ, સેચ્યુરેટેડ ફેટ 3 ગ્રામ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ 7 ગ્રામ, સોડિયમ 25 મિલિગ્રામ, પોટેશિયમ 800 મિલિગ્રામ, ડાયેટરિ ફાઈબર 25 ગ્રામ, પ્રોટીન 15 ગ્રામ, ક્રાબોંહાઇટ્રેડ 25 ગ્રામ, કેલ્શિયમ 20%, આયર્ન 30% અને શુગર 1.5 ગ્રામ મળી રહે છે.
- પાચનશક્તિ વધારવા-
કબજિયાતની સમસ્યા કે, ભોજન સરખું પચતું નથી તેની માટે અળસીનું સેવન નિયમિત ભોજન કર્યા પછી કરવું. ભોજન કરીને એક ચમચી અળસિ ખાવાથી ભોજન પચવાવમાં મદદ મળે છે. દિવસભર પાણીનું સેવન વધારે કરતું રહેવું જેથી આંતરડાની સફાઈ થતી રહે. અળસિનો મુખવાસ જમ્યા બાદ ખાવો જોઈએ.
- વજન કંટ્રોલ કરવા.
જે લોકોને વજન વધારે છે તેની માટે અળસિ એક ઉપયોગી ઔષધિ છે. અલસીમાં રહેલા ઓમેગા અને લીગ્નિન તત્વ શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત ભોજન કરવાના 1 કલાક પહેલા 1 ચમચી અળસિ ખુબજ ચાવીને ખાવી અને તેની ઉપર એક ગ્લાસ પાણી પીવું જેથી ભૂખ ઓછી લાગે છે અને વજન પણ કંટ્રોલમાં આવે છે. જે લોકોને કસરત કરવાનો સમય નથી રહેતો તેને સવારે ઉઠી એક ચમચી અળસિ ખાવી અને તેની ઉપર એક ગ્લાસ પાણી પીવું જેથી સવારનો નાસ્તાથી બચી શકો છો.
- મહિલાઓ માટે.
માસિક સમયે મહિલાઓને અનિયમિત રક્તસ્ત્રાવ, કમરનો દુખાવો અને અકળામણ જેવી સમસ્યાઓ થતી હોય છે. આ પીડા ના ઉપાય માટે અળસીનું સેવન ખુબજ ફાયદાવાળું રહે છે. અળસિમાં રહેલા ફાઇટોએસ્ટ્રોજન સ્ત્રી માટે આ બધી સમસ્યામાં મદદરૂપ છે. ઉપર કહેલી સમસ્યા હોર્મોન્સ બદલાવાના કારણે થતી હોય છે. અળસિ હોર્મોન્સને પણ સુધારે છે.
- પેટ સબંધિત સમસ્યા.
અળસિ પેટની ઘણી સમસ્યાઓમાં રાહત આપવાનું કાર્ય કરે છે. અળસિમાં રહેલું ફાઈબર પેટને સાફ કરવાનું કામ કરે છે. શરીરમાં કોઈ પણ અંગ આગમાં દાજી ગયું છે તો, અળસીનું તેલ લઈ તેના પર માલિશ કરવું જોઈએ બળતરામાં રાહત મળે છે અને દાજી ગયેલા ભાગને આરામ મળે છે. કફની સમસ્યા હોય તેવા વ્યક્તિને પણ અળસિનું સેવન નિયમિત કરવું જોઈએ.
- સાંધાનો દુખાવો.
હાથના કે પગના સાંધામાં દુખાવો થાય છે તો, નિયમિત એક ચમચી અળસિનું સેવન કરવું. અળસિના સેવનથી શરીરમાં થયેલું ઝાડુ લોહી પાતળું થાય છે અને સાંધાના દુખવામાં રાહત આપે છે. અળસિનો પાવડર કરી સરસિયના તેલમાં મિક્સ કરી થોડું ગરમ કરવું અને પછી તે તેલને સાંધાના દુખાવા પર હળવા હાથે માલિશ કરવાથી દુખાવો જલ્દીથી નીકળવા લાગશે.
- ડાયાબિટીસ.
લોહીમાં રહેલી શુગર કંટ્રોલ કરવા માટે અળસિ સૌથી બેસ્ટ ઔષધિ છે. નિયમિત 20 ગ્રામ અળસિ ડાયાબિટીસના દર્દીને સેવન કરવું જોઈએ. દિવસ દરમિયાન ગમે ત્યારે અળસીનું સેવન કરી શકો છો. ફાઈબરનું પ્રમાણ વધુ રહેવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળવા લાગે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.