મોટાભાગના લોકો લસણ અને દૂધનું સેવન અલગ-અલગ રીતે કરતા હોય છે. તેના સાથે લેવામાં આવે તો સ્કીન પ્રોબ્લેમ થાય છે. તેવું આપણે માનતા હોઇએ છીએ. અને તેના કારણે આપણે દૂધ અને લસણ મિક્સ કરતા નથી. પરંતુ શું તમે જાણો છો? અમુક નિયમો અનુસાર દૂધ અને લસણ મિક્સ કરીને પીવાથી અમુક અદ્દભુત ફાયદા પણ થાય છે.
દૂધમાં લસણ આ રીતે એડ કરીને તેનું સેવન કરશો તો તમે વિચાર્યું પણ નહીં હોય તેવી બીમારી દૂર ભાગવા લાગશે. ચાલો પહેલા જાણીએ કે કેવી રીતે દૂધ સાથે લસણ એડ કરવાનું છે અને ત્યાર બાદ તેનું સેવન કેવી રીતે કરવાનું છે તે પણ જાણો. જેથી કોઈ સ્ટેપ તમારાથી છૂટી ના જાય.
દૂધ બનાવવાની સામગ્રી અને રીત – 1.5 કપ દૂધ, 2-3 કળી લસણ, 2 ચમચી સાકર, 1 ચમચી હળદર રીત- પહેલા એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. બાજુમાં 4 કળી લસણ છોલી કાપીને રાખો. દૂધ બરાબર ઉકળે એટલે તેમાં કાપેલી લસણની કળીઓ અને હળદર એડ કરો. તે બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં સાકર નાખો. થોડી વાળ ઉકળવા દો. હવે ઉકળેલા દૂધને થોડી વાર ઠંડુ થવા દો. રાત્રે સૂતા પહેલા પીવો. શરીર માટે ખૂબ જ લાભદાયી છે.
દૂધ અને લસણના અગણિત ફાયદા- દૂધ અને લસણ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો બંનેને મિશ્ર કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. એક્સપર્ટ પણ માને છે કે દૂધ અને લસણને મિક્સ કરીને પીવામાં આવે તો ઇમ્યુનિટીમાં તો વધારો થાય છે. સાથે કોલેસ્ટ્રોલ, મસા, ઉધરસ જેવી અનેક બીમારીઓથી બચાવે છે.
કમરનો દુખાવો- મોટાભાગની મહિલાને કમરના દુખાવાની સમસ્યા હોય છે. નાની ઉંમર હોય કે મોટી ઉંમર કમર દુખવાની બૂમો દરેક મહિલા પાડતી જ હોય છે. એવા સમયે જો તમે દૂધમાં લસણ નાખી પીશો તો રાહત મળશે.
કોલેસ્ટ્રોલ- કોલેસ્ટ્રોલ શરીરમાં વધવાની સમસ્યા દરેકને થવા લાગી છે. કેમ કે અત્યારનું જમવાનું, ફાસ્ટ ફૂડ, બેઠાળું જીવન અથવા આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરવાથી શરીરે કોઈપણ જાતનો શ્રમ પડતો હોતો નથી. જેના કારણે શરીરમાં ધીમેધીમે ચરબી વધવા લાગે છે.
તેવામાં જો તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માગતા હોવ તો દૂધ અને લસણનું મિશ્રણ શરૂ કરો. શરીરમાં જે ચરબીના થર જામ્યા હશે તે ઘટવા લાગશે. ઘણા લોકોને હાઇ કોલેસ્ટ્રોલ પણ હોય છે. તેના માટે પણ આ અક્સીર ઈલાજ છે. હૃદયની બ્લોકેજ ધમનીને સાફ કરે છે. અને હૃદય સુધી શુદ્ધ લોહી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે દૂધ અને લસણનું મિશ્રણ.
ગેસ અને અપચો- આજકાલ લોકો સમયના અભાવના કારણે દરેક વસ્તુ ફ્રિજમાં સ્ટોર કરતા થઈ ગયા છે. જેના કારણે પેટને લગતી બીમારી વધી રહી છે. સાથે મેંદા વાળી વસ્તુનું સેવન પણ અવારનવાર કરવામાં આવે તો અપચો, પેટ ફૂલવા લાગે છે. અને જેનું પેટ ખરાબ હોય તેને કોઈપણ વસ્તુ ગમતી નથી તે ધાર્યા પ્રમાણે કામ પણ કરી શકતો નથી. જો તેનાથી છુટકારો મેળવવો હોય તો રોજ રાત્રે 1 ગ્લાસ લસણ એડ કરીને દૂધ પીવો આ બધી જ તકલીફ દૂર થઈ જશે.
માઇગ્રેન દૂર કરે- તણાવ, ચિંતા કામનો સ્ટ્રેસ વધી જવાના કારણે આજકાલ માથાનો દુખાવો પણ લોકોને વધવા લાગ્યો છે. ઘણા લોકોને તો ગરમીમાં બહાર નીકળે એટલે તરત માથનું દુખવાનું શરૂ થઈ જતું હોય છે. તો કેટલાકને માઈગ્રેનનો પણ પ્રોબ્લેમ હોય છે. દૂધ અને લસણનું મિશ્રણ તમને આ બધી સમસ્યામાંથી ઝડપથી છુટકારો અપાવશે.
દુખતા સાંધા- દિવસ જાય તેમ બીમારીઓ પણ એટલી હદે વધે છે કે ઘણા લોકો સહન પણ કરી શકતા નથી. તેવી જ એક બીમારી છે સાંધાનો દુખાવો. જો એક વાર સાંધા દુખવાના શરૂ થઈ ગયા પછી તેમાંથી છુટવું મુશ્કેલ બની જાય છે. લસણ શરીરને સ્વસ્થ રાખે છે. કેમ કે તેમાં એન્ટી ઇન્ફલેમેટરી રહેલું છે. જે શરીરના સાંધામાં થતા દુખાવાને દૂર કરવાનું કાન કરે છે.
મોટાભાગની મહિલાને પગમાં ઘસારાનો પ્રોબ્લેમ વધી ગયો છે. જેના કારણે તે હરી ફરી શકતા નથી. તો દૂધ તમારા શરીરમાં કેલ્શિયમની ઉપણને દૂર કરી દુખાવો શોષવામાં મદદ કરશે. આ રીતે બંનેને મિક્સ કરીને મિશ્રણનું સેવન દરરોજ કરો સાંધાનો દુખાવો તો થશે દૂર સાથે શરીરના બીજા અંગો પણ દુખતા બંધ થઈ જશે.
ઇમ્યુનિટી વધારે- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યારે લોકો લીંબુ પાણી તથા ઉકાળાનો સહારો લે છે. પરંતુ તેનાથી પણ બેસ્ટ એપ્શન છે લસણ અને દૂધનું સેવન કરવું. શિયાળાની ઋતુમાં ઇમ્યુનિટી વધારવા માટે ઘણા બધા ઉપચાર કરતા હોય છે. તેમાં એક ઉપચાર એ પણ કરતાં હોય છે દૂધમાં હળદર નાખીની પીવું. હળદર વાળું દૂધ શરીરમાં ઇમ્યુનિટી તો વધારે છે. સાથે હળદર તેના ગુણ પ્રમાણે હાડકાં મજબૂત કરે છે.
ખાસ કરીને નાના બાળકોને તેની માતા રોજ સવારે હળદરવાળા દૂધનું સેવન કરાવતી હોય છે. પરંતુ તેના કરતા જો કોઈને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અને ઝડપથી વધારવા માગતા હોવ તો એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર દૂધ અને લસણ મિશ્રણ પીવું જોઇએ. તે ઈમ્યુનિટી બૂસ્ટનું કામ કરશે.
કબજિયાત- આ સમસ્યા દરેકને હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો ગમે તેટલી દવા લે તેમ છતાં કોઈ ફેર પડતો હોતો નથી. અને તેના કારણે મસાની પણ તકલીફ થાય છે. આયુર્વેદમાં કબજિયાત હોય તો દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને રાત્રે પીવું જેથી મળ સોફ્ટ આવે. પરંતુ જો તમે લસણ અને દૂધનું મિશ્રણ પીવાનું શરૂ કરી દેશો તો અઠવાડિયાની અંદર તમારી કબજિયાતની સમસ્યા દૂર ભાગી જશે. અને મસા થવાનો તો સવાલ જ ઉભો થતો નથી.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે બીજી કોઈ બીમારીથી પરેશાન હોવ તો આ મિશ્રણનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટર કે ડાયટેશિયનની સલાહ અચૂક લેવી. જેથી કોઈ આડઅસર ન થાય. અને તમને કોઈપણ જાતની એલર્જી શરીરમાં થતી હોય તો ફેમિલી ડૉક્ટરને જરૂર પૂછવું જોઈએ.