આજના સમયમાં આપણી અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે અનેક પ્રકારની બીમારીઓ થતી જોવા મળે છે. તેમાંની સૌથી મોટી બીમારી છે મેદસ્વિતા. આ બીમારીના કારણે વજન વધવા લાગે છે. જેનાથી શરીરનો દેખાવ બેડોળ લાગવા લાગે છે. વધારે પડતા વજનના કારણે થોડું ચાલવા પર થાકી જવાય, શ્વાસ ચઢવા લાગે, પગનો દુખાવો થાય, જેવી નાની-મોટી અનેક તકલીફો શરીરમાં થવા લાગતી હોય છે.
જો તમારે વજન ઘટાડવું હોય તો એવી વસ્તુને રોજિંદા જીવનમાં અપનાવવી જેનાથી તમારા શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, મીનરલ્સ પણ જળવાઈ રહે. સાથે શરીરમાં લોહીની યોગ્ય માત્રા જળવાઈ રહે. માટે બહાર જઈને વધારાનો ખર્ચ કર્યા વગર ઘરમાં જે વસ્તુ રહેલી છે તેનો ઉપયોગ કરી વધારેલા વજનને તમે કંટ્રોલ કરી શકો છો.
- ગોળથી વજન ઉતારવા માટે ગોળનો આ રીતે ઉપયોગ રોજ કરો. –
આપણે રોજિંદા જીવનમાં ગોળનો ઉપયોગ અનેક ચીજવસ્તુ ખાવામાં કરતાં હોઈએ છીએ, પરંતુ જે લોકો વજન ઓછું કરવા ઇચ્છા હોય તેમણે આ રીતે ગોળનું સેવન રોજ કરવું જોઈએ. જે તમને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.
જો તમને ચાની ટેવ હોય તો ચામાં ખાંડની બદલે ગોળ નાખવાનું શરૂ કરી દો. દિવસમાં બેકે તેથી વધુ વાર ચા પીવાની આદત હોય તો ગોળ વાળી જ ચા પીવાની આદત રાખવી જોઈએ.
અલગ અલગ પ્રકારની ગોળની ચીક્કી બનાવીને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બીજા નમકિન કરતાં ગોળની ચીક્કી ખાવી બેસ્ટ છે. ગોળનું પાણી પણ વજન ઉતારવા માટે ઉત્તમ પ્રયોગ મનાય છે.
એક વાડકીમાં ગોળ તેની અંદર ફુદિનાના પાંદડાં, પલાળેલા તુલસીના બીજ, લીંબુનો રસ બધી વસ્તુ મિક્સ કરી દો. આ મિશ્રણને ઠંડુ કરી ફિઝમાં મૂકો. ઉનાળામાં આ ગોળનું પાણી પીવું જે તમારું વજન ઓછું કરવામાં મદદરૂપ થશે.
વધુમાં વધુ દિવસમાં બે વાર ગોળના પાણીનું સેવન કરી શકો છો. ખાલી પેટે સવારે ગોળના પાણીનું સેવન કરશો તો સારો ગુણ કરશે. ગોળના પાણીનું સેવન અસરકારક ઔષધી માનવામાં આવે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દરરોજ ગોળનો અતિશય ઉપયોગ ક્યારેક નુકસાન કારક પણ સાબિત થઈ શકે છે. એટ્લે વધુ પડતો ઉપયોગ ના કરવો.
- ગોળના બે પ્રકાર હોય છે. જાણો ક્યાં ક્યાં (ક્યાં ગોળ નો ઉપયોગ કરવો જોઈએ)
તમે ગોળનો ઉપયોગ તો ખોરાકમાં કરો છો પણ શું તમે એ જાણો છો કે, બજારમાં બે પ્રકારના ગોળ મળે છે. શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો અને બીજો એક ઘેરા ચોકલેટી રંગનો. બંને ગોળમાં સ્વાદમાં પણ તફાવત જોવા મળે છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે. જ્યારે પીળા રંગનો ગળપણ વધુ હોય છે, તે નોન-ઑર્ગેનિક હોય છે મતલબ તેમાં કેમિકલનો પ્રયોગ કરેલ હોય છે. આ ગોળ ના ખાવો જોઈએ.
- વજન ઘટાડવા માટે ગોળ ફાયદાકારક-
ગોળ કે તેની અંદર રહેલા ગુણો જે આપણા પેટની અંદર સરળતાથી પચી શકે છે. એ ઉપરાંત લીવરની અંદર રહેલા ખરાબ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જેનાથી તમારું વજન ઘટવા લાગશે.
બીજી વાત જો તમારે વજન ઓછું કરવું હોય તો પાચનતંત્ર મજબૂત હોવું જોઈએ. ગોળની અંદર રહેલા વિટામિન અને ખનીજ પદાર્થો તમારી પાચનક્રિયાને સારી કરવામાં મદદ કરે છે. આપણા શરીરના પોષક તત્વો છે જે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન પણ સારી રીતે કરી શકે છે. માટે શરીરની અંદર જે ખરાબ તત્વો હશે જે વજન વધારવાનું કારણ બની શકે છે ત્યારે ગોળ એવા ખરાબ તત્વોને કાઢી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. એટલે જ કહેવાય છે Jaggery For Weight Loss.
એટલું જ નહીં ગોળની અંદર જે તત્વો રહેલા છે તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. આપણા લોહીની શુદ્ધિ કરણની પ્રક્રિયામાં પણ સારું યોગદાન આપે છે. માનવામાં આવે છે કે પોટેશિયમ શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા મદદ કરે છે. ગોળમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જેથી વજન ઘટાડવા માટે ગોળ ઘણો ગુણકારી છે.
- વજન ઓછું કરવા કિસમિસનો કરો આ રીતે ઉપયોગ-
કિસમિસમાં કુદરતી ખાંડ રહેલી હોય છે. તેમાં પહેલાથી જ એટલું ગળપણ રહેલું હોય છે. જો કોઈ વ્યક્તિને ગળ્યું ખાવાની આદત હોય તો કિસમિસ ખાઈ શકો છો. તેનાથી શરીરમાં કેલરી વધશે નહીં. કિસમિસ લોહીમાં સુગરની માત્રા કંટ્રોલમાં રાખે છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થશે. કિસમિસમાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન એ અને બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. જેના સેવનથી તમારું વજન ઘટવા લાગશે.
કિસમિસ અને ગોળના પાણીનું એક સાથે તમે સેવન કરો તો પણ શરીર માટે ઘણું ફાયદાકારક છે. રોજ રાત્રે કિસમિસ પાણીમાં પલાળી તેની સાથે ગોળનો ટુકડો પણ એડ કરવો જેથી આખી રાત સારી રીતે પલળી જશે. સવારે ભૂખ્યા પેટે કિસમિસ ખાઈ જવી અને ગોળનું પાણી પી જવું.
એ ઉપરાંત પણ કિસમિસ અને ગોળના પાણીના બીજા પણ અનેક ફાયદા થાય છે. જેમ કે શરદી-ખાંસી, કબજિયાત, એનીમિયા, પાચનક્રિયામાં સુધારો, સાંધાનો દુખાવો, લોહીની ઉણપ, લીવર, મૂત્રાશય, ફેફશાને લગતી જેવી ઘણી બીમારી દૂર કરે છે. માટે રોજ સવારે ગોળ અને કિસમિસનું પાણી તમારા શરીરને હંમેશાં રાખશે તંદુરસ્ત.
ગોળ અને કિસમિસના સેવનમાં એ વાતનું ધ્યાન રાખવું કે તેનું વધારે પડતું સેવન કરવામાં આવશે તો વજન ઘટવાને બદલે વધી પણ શકે છે. ડાયાબિટીસના દર્દી હોવ અથવા ડાયેટ કરતાં હોવ તો ડૉક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું જોઈએ. જેથી શરીર માટે હાનિકારક સાબિત ન થાય.
- કિસમિસ ખાવાના ફાયદા-
કિસમિસ એક પ્રકારના સૂકામેવામાં ગણાય છે. તે દ્રાક્ષમાંથી સૂકવીને બનાવાય છે. તેમાં બધા જ ગુણો મળી રહે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. કિસમિસમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે.
કિસમિસ પણ બે પ્રકારની જોવા મળે છે. એક છે સાદી કિસમિસ જેમાં કોઈ પણ જાતના બીજ હોતા નથી. જ્યારે કાળી કિસમિસમાં બેથી ત્રણ બીજ મળી આવે છે. કાળી કિસમિસ સાદી કિસમિસ કરતા બેથી ત્રણ ગણ મોટી પણ હોય છે. જે શરીર માટે વધારે ગુણકારી માનવામાં આવે છે.
જો કિસમિસને આખી રીત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે તંદુરસ્ત રહેવા માટે કિસમિસને રોજ પાણીમાં પલાળીને ખાવી જોઈએ. આ પ્રમાણે કરવાથી કિસમિસમાં એન્ટી-ઓક્સિડન્ટ અને ન્યૂટ્રિઅન્ટ્સનું પ્રમાણ વધે છે.
આયુર્વેદમાં કાળી કિસમિસને ઔષધીય ગુણથી ભરપૂર માનવામાં આવે છે. કિસમિસની તાસીર અને પ્રકૃતિ ગરમ હોય છે. જેથી ઘણા લોકો તેનો ઉપયોગ દવા તરીકે પણ કરતા હોય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.