આપણાં આયુર્વેદમાં કેટલા વર્ષો પહેલા લખવામાં આવેલૂ છે કે, ગોળનું સેવન શરીર માટે કેટલું ફાયદાકારક છે. આ આર્ટિકલમાં તમને જણાવીશું કે, કેવા પ્રકારના ગોળનું સેવન કરવું જોઈએ અને કેટલી માત્રામાં ગોળનું સેવન કરવું શરીર માટે જરૂરી હોય છે. ગોળ વિષે તમે લગભગ ઘણું બધુ સંભાળ્યું હશે ગોળ અલગ અલગ પ્રકારનો હોય છે ઘણા લોકો દેશી ગોળનું સેવન કરતાં હોય છે તો ઘણા લોકો કંપનીમાં બનેલા ગોળનું સેવન કરતાં હોય છે. આજે જણાવીશું દેશી ગોળના ફાયદાઓ અને કંપનીના ગોળના નુકસાન વિષે. આ માહિતી જાણવા આર્ટીકલ પૂરો અને ધ્યાનથી વાંચવો.
ગોળનો સ્વભાવ મીઠો હોય છે તે બધા લોકોને ખબર છે પણ તેની તાસીર ગરમ હોય છે તે થોડા લોકોને જ ખબર હોય છે. તેનો સ્વભાવ અને તાસીર બંને શરીર માટે ફાયદાઓ કરાવે છે. ગોળ પેટની ઘણી સમસ્યાઓમાં ફાયદો કરે છે. ગોળના સેવનથી એસિડિટી, પેટ બળતરા, પેટનો દુખાવો, કફ જેવી સમસ્યા કાઢવાની ક્ષમતા રહેલી છે. આજે આપણે ગોળ કરતાં વધારે ખાંડ એટલે કે, શુગરનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આજે અમે ગોળનું મહત્વ કેટલું હોય છે તે પૂરી માહિતી આપીશું.
- પેટ સમસ્યા.
પેટની સમસ્યા માટે ગોળ ખુબજ ફાયદાકારક રહે છે. જે લોકોને એસિડિટી રહેલી છે તેને રોજે બપોરે અને સાંજે ભોજન કર્યા પછી એક નાનો ટુકડો ગોળ મોઢામાં રાખવો જોઈએ. નિયમિત ગોળનું સેવન કરવાથી એસિડિટી અને કફમાં રાહત થાય છે. ગેસ થતો હોય તેને પણ ગોળનું સેવન કરવું જોઈએ.
- સાંધાનો દુખાવો
વ્યક્તિની ઉમર સાથે સાંધાનો દુખાવો, ગોઠણનો દુખાવો અને હાડકાનો દુખાવો થતો હોય છે, તે દુખાવો ઓછો કરવા માટે ગોળનો કેવી રીતે ઉપયોગ કરવો તે જણાવીશું. નિયમિત 50 ગ્રામ ગોળ ખાવો અને તેની ઉપર એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવું. આ કાર્ય કરવાથી થોડા દિવસમાં દુખાવામાં રાહત મળશે.
- લોહીની સમસ્યા.
લોહીને શુધ્ધ કરવા માટે ગોળ ખુબજ મદદગાર છે. ખરાબ ખાવા પીવાની વસ્તુના લીધે લોહી અને શરીર અશુધ્ધ બની જાય છે. લોહીને શુદ્ધ બનાવવા માટે રોજે સવારે ખાલી પેટ એક 15 ગ્રામ ગોળનો ટુકડો લો અને તેને ખાવ તેની ઉપર એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવું ધીરે ધીરે આ વસ્તુનું સેવન કરવાથી લોહી શુદ્ધ થવા લાગશે અને લોહી સબંધિત સમસ્યા ઓછી થવા લાગશે.
- હાડકામાં તિરાડ પડવી કે ભાંગી જવું.
સામાન્ય રીતે જો હાડકામાં તિરાડ પડે છે કે ક્યારેય ભાંગી જાય છે ત્યારે ડોકટરો કે વૈદ્યો તેને કુદરતી રીતે ફરીથી જોડવા માટે દૂધ માં દેશી ગોળ નાખીને પીવાનું કહે છે. દૂધ અને ગોળનું સેવન કરવાથી હાડકા મજબુત થશે સાથેસાથે તેમાં રહેલી તિરાડો પણ ઠીક કરી દે છે. હાડકા માટે ગોળ ખુબ જરૂરી છે. તેથી નાના બાળકોને પણ નાનપણમાં જ દૂધ અને ગોળ પીવાની સલાહ અમુક આયુર્વેદના જાણકાર લોકો આપતા હોય છે.
- આંખો.
આંખોની સમસ્યા માટે પણ ગોળ ખુબજ ઉપયોગી છે. રોજે સવારે નિયમિત ઉપર કહ્યા મુજબ ગોળનું સેવન કરી ઉપર એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવું. આ કાર્ય કરવાથી આંખોને પણ ખુબજ રાહત આપે છે અને લાંબા સમય સુધી આંખોની સમસ્યા થશે નહીં.
- ઇમ્યુનિટી.
આજના આ વાઇરસ વાળા સમયમાં લોકોને પોતાની ઇમ્યુનિટી મજબૂત બનાવવા માટે ગોળનો ઉપયોગ કરવો ખુબજ જરૂરી છે અને ગોળ સૌથી વધારે ઇમ્યુનિટી વધારવાનો સ્ત્રોત છે. ગોળ સાથે 3 કે 4 બીજી ઔષધિ મિક્સ કરી આ ઉપાય કરવાનો છે.
સૌથી પહેલા આપણાં ઘરે પથ્થરની ખાંડણી તો હશે ના હોય તો બીજી પણ ચાલશે, પણ પથ્થરની હોય તો વધુ સારું. તેની અંદર 5 ગ્રામ ગોળ, 5 ગ્રામ ગળો હિન્દીમાં ગિલોઇ કહેવાય છે તેની એક દાંડી, 1 ગ્રામ આદુનો ટુકડો, એક ગ્રામ હળદરનો ટુકડો, 3 લીમડાના પાન અને 5 તુલસીના પાન. આ બધી વસ્તુ મિક્સ કરી પીસી લેવી. આ પીસેલી વસ્તુ સવારે ખાલી પેટ એક ચમચી ખાવી અને તેની ઉપર એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવું થોડા દિવસ આ કાર્ય કરવાથી ઇમ્યુનિટિમાં 10 ગણો વધારો થશે.
- ક્યો ગોળ નુકસાન કરે છે.
ગોળ અલગ અલગ પ્રકાના આવે છે તેની અંદર સૌથી વધુ લોકો પીળા કલર વાળો ગોળ ઉપયોગ કરે છે પણ તે ગોળમાં મોટા ભાગે દવાનો પ્રયોગ કર્યો હોય છે. (એટલે કે તે ગોળની શુદ્ધિકરણ પ્રક્રિયામાં અમુક કેમિકલનો ઉપયોગ કરેલો હોય છે.) આ પીળા ગોળથી શરીરમાં વધારે નુકસાન થશે. કાળો ચોકલેટ કલરનો ગોળ શરીર માટે ફાયદાવાળો રહે છે. આ ગોળ એકદમ દેસી હોય છે જેમાં કોઈ મિલાવટ હોતી નથી. તેથી કાળો ગોળ સેહત માટે ફાયદાવાળો રહે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.