જો ડાયાબીટીસ કોઈ માણસને થઈ જાય તો તે સરખું જમી પણ શકતો હોતો નથી. તેને હંમેશાં જમવામાં પરેજી રાખવી પડતી હોય છે. ઘણી બધી વસ્તુ તો એવી હોય છે જેને તે જીવે ત્યાં સુધી ખાઈ શકતા હોતો નથી. બીપી નોર્મલ રહેતું હોય તો સારું પણ જો હાઈ બીપી રહે તો તેને કંટ્રોલ કરવું એટલું જ અઘરું થઈ જાય છે. તેના કારણે કોઈ વાર લકવો, હાર્ટ એટેક પણ આવી શકતા હોય છે.
ડાયાબિટીસને કંટ્રોલ કરવી હોય તો, તેના માટે જાંબુ એક રામબાણ ઈલાજ છે. તો આજે જાણીએ કે જાંબુના ઠળિયાથી ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ કરી શકાય. અને જાંબુના ઠળિયાનો ઉપયોગ કેવી રીતે કરવાનો..
જાંબુનો ઇતિહાસ – જાંબુના સ્વાદની વાત કરીએ તો સહેજ ખાટો અને તૂરો હોય છે. જાંબુની 5 પ્રજાતિ જોવા મળે છે. જેમાં જાંબુ, સફેદ જાંબુ, કાઠ જાંબુ, ભૂમિ જાંબુ, ક્ષુદ્વ જાંબુ એમ વગેરે જાતિ જોવા મળે છે. જે મોટાભાગના લોકોને ખબર પણ નહીં હોય. જાંબુની જાતિની જેમ નામ પણ ઘણા છે. તેને સંસ્કૃતમાં જંબુકા કહે છે.
જાંબુની જેમ તેના ઠળિયામાં પણ ખૂબ જ ગુણ અને આયુર્વેદનો ખજાનો હોય છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે, તે એક ગ્લુકોસાઈટ પદાર્થ હોય છે. જે શરીરમાં સ્ટાર્ચના રૂપમાં પરિવર્તન કરે છે માટે તે ડાયાબિટીસના દર્દી માટે અમૃત સમાન છે. ઉપરાંત પથરીના દુખાવામાં, ખીલ, ઉલ્ટી, ઉબકા, મોઢામાં ચાંદી વગેરે જેવી અનેક બીમારી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ લેખ વાંચ્યા પછી જો તમે જાંબુ ખાધા પછી તેના ઠળિયા ફેંકતા હશો તો નહીં ફેંકો. તેનો સંગ્રહ કરતા શીખી જશો. અને દરેકને સલાહ પણ આપશો કે તમે જાંબુના ઠળિયા ફેંકશો નહીં તેને સ્ટોર કરો, અને જરૂર પડે ત્યારે આ સારી રીતે ઉપયોગ પણ કરો. આયુર્વેદમાં પણ જાંબુના ઠળિયાના અનેક ફાયદા જણાવ્યા છે. અને ઔષધિઓમાં તેનો ઉપયોગ પણ થતો હોય છે.
- જાંબુના ઠળિયાનું ચૂરણ ગુણકારી છે. હવે તમને જણાવીએ આ ચૂરણ કેવી રીતે બનાવવું.
જાંબુ ખાધા પછી તેના ઠળિયા ફેંકી ન દેતા એક ચોખ્ખા વાસણમાં તે ભેગા કરો. અને ભેગા થયા બાદ તેને ચોખ્ખા પાણી વડે સાફ કરી લેવા. તે ઠળિયાને એક કપડામાં રાખી સૂર્યના તાપમાં મૂકવા. યાદ રહે કે તેને તાપ બરાબર લાગવો જોઈએ. જેથી તે બરાબર સૂકાઈ જાય.
થોડા દિવસ બાદ તે બરાબર સૂકાય જાય એટલે તેની ઉપરની છાલ કાઢી નાખો અને અંદરનો લીલો ભાગ જુદો કરવો. તે લીલા ભાગને પણ થોડા દિવસ સૂકવો. ત્યાર બાદ જોવું કે તે સારી રીતે સૂકાય ગયા હોય તો મિક્સરમાં તે બીજને પીસી લેવા અને તેનો પાઉડર બનાવો. આ પાઉડરને તમે એક ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો. હવે જરૂર હોય ત્યારે તે પાઉડરને પાણીમાં નાખી પીવો.
- ડાયાબિટીસના દર્દીએ આ રીતે ચૂરણનું કરવું સેવન-
એક વસ્તુ યાદ રાખવી કે બ્લડ શુગર કંટ્રોલમાં લાવવા માટે જે તે વ્યકિતએ રોજ સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચૂર્ણ એડ કરી ખાલી પેટે સેવન કરવું. જમ્યા પહેલા જ આ ચૂર્ણનું સેવન કરવું. જેનાથી વધુ ફાયદો થશે. પણ આ ચૂર્ણનું સેવન કરતા પહેલા ફેમિલી ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
- જાંબુના ઠળિયાના સેવનથી થતાં ફાયદા
મોટાભાગના લોકો જાંબુનું ચોમાસાની સીઝનમાં સેવન કરતા હોય છે. પરંતુ તેના ગુણ અને ફાયદા અમુક લોકો જ જાણતા હશે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન બી, આર્યન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનીજ, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, ગેલીક એસિડ વગેરે રહેલા હોય છે. આ રીતે તેના સ્વાસ્થયવર્ધક લાભ પણ ઘણા થાય છે.
ડાયાબિટીસના દર્દી માટે જાંબુના ઠળિયાનું સેવન રામબાણ ઇલાજ માનવામાં આવે છે. તેના ઠળિયામાં જોમ્બોલીન અને જમ્બોસીન નામનાં તત્વો રહેલા છે. જે વધતા બ્લડ શુગરને લોહીમાં ભળીને તેની ગતી ધીમી કરે છે. અને શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. એટલું જ નહીં જાંબુનું સેવન પણ તમે રોજ કરો તો તેનાથી પણ ડાયાબિટીસ ઘટાડી શકાય છે.
દાંત માટે પણ ખૂબ જ લાભદાયી છે તેના ઠળિયા તેના ચૂર્ણને રોજ સવારે દાંત પર ઘસવામાં આવે તો દાંતમાં રહેલો સડો દૂર થાય અને દાંતને મજબૂત બનાવે છે. તે સિવાય પણ દાંત પરની પીળાશને દૂર કરે છે, દાંત ચમકીલા, મજબૂત અને સુંદર બનાવે છે. તેના ચૂર્ણનું બ્રશ કરો તો વધારે ગુણકારી સાબિત થશે. પાયોરિયાના રોગમાં તે ખૂબ જ અસરકારક છે.
અત્યારે પથરીની સમસ્યા મોટાભાગને જોવા મળતી હોય છે. અને તેમાં જો કિડનીમાં પથરી હોય તો જાંબુના ઠળિયાનું ચૂરણ વરદાન રૂપ છે. રોજ સવાર-સાંજ એક એક ચમચી ચૂર્ણ લેવાથી કિડનીમાં રહેલી પથરીમાં રાહત મળે છે. અને જો કોઈને પેશાબમાં પણ તકલીફ હોય તો તે પણ દૂર થાય છે.
ઘણી મહિલાઓને માસિક દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે. જેના કારણે તે કંટાળી જતી હોય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે જાંબુના ઠળિયાનું ચૂરણ ખૂબ અસરકારક સાબિત થશે. રોજ એક ચમચી ચૂરણ લેવાથી આ સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.